બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / After the match against New Zealand, Shreyas Iyer got the best fielder award, BCCI gave the medal in a special way, watch VIDEO

World Cup 2023 / ન્યુઝીલેન્ડ સામેની મેચ બાદ શ્રેયસ અય્યરને મળ્યો બેસ્ટ ફિલ્ડર એવોર્ડ, BCCI એક ખાસ અંદાજમાં આપ્યું મેડલ, જુઓ VIDEO

Megha

Last Updated: 12:59 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલની મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. મેચ બાદ ખાસ BCCI એ અંદાજમાં બેસ્ટ ફિલ્ડિંગ એવોર્ડ શ્રેયસ અય્યરને આપ્યો હતો

  • મેચ બાદ BCCI બેસ્ટ ફિલ્ડિંગ માટે એક ખેલાડીને એવોર્ડ આપે છે
  • ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં આ એવોર્ડ શ્રેયસ અય્યરને આપવામાં આવ્યો 
  • આકાશમાંથી આવતા સ્પાઈડરકેમ પર લટકાવ્યું હતું મેડલ 

ગઇકાલની વર્લ્ડ કપમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું અને 20 વર્ષ જૂનો એક રેકોર્ડ તોડી નાખ્યો છે. 2003 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારતે ICC ટૂર્નામેન્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હોય. વર્લ્ડ કપ 2023માં દરેક મેચ પછી, BCCI બેસ્ટ ફિલ્ડિંગ માટે એક ખેલાડીને એવોર્ડ આપે છે. આ એવોર્ડ શ્રેયસ અય્યરને ન્યૂઝીલેન્ડ સામે આપવામાં આવ્યો હતો.

બેસ્ટ ફિલ્ડિંગનો એવોર્ડ શ્રેયસ અય્યરને મળ્યો 
ન્યૂઝીલેન્ડ સામે ભલે ભારતીય ટીમની ફિલ્ડિંગ થોડી નબળી રહી હતી અને ટીમે ત્રણ કેચ છોડ્યા હતા પરંતુ શ્રેયસ અય્યરે મેચમાં પહેલો અને શાનદાર કેચ લઈને શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું. શ્રેયસે ડાઈવ કરીને ન્યુઝીલેન્ડના ઓપનર કોનવેનો શાનદાર કેચ પકડ્યો હતો. મેચ બાદ ફિલ્ડિંગ કોચે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં ટીમને સંબોધિત કરી હતી. તેણે મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા સિરાજ, વિરાટ કોહલી, શમી વગેરે જેવા ખેલાડીઓની પ્રશંસા કરી હતી. સાથે જ મેચમાં બેસ્ટ ફિલ્ડિંગ માટે શ્રેયસ અય્યરના નામની જાહેરાત કરી હતી. 

સ્પાઈડરકેમ પર આવ્યું મેડલ 
મેચ પછી, બીસીસીઆઈએ ધર્મશાલામાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી અને એ બાદ મેડલ ખાસ રીતે આપવામાં આવ્યો હતો. થયું એવું કે ફિલ્ડરના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોચે તમામ ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાંથી ગ્રાઉન્ડ પર જવા કહ્યું અને જ્યારે બધા બહાર આવ્યા, તેઓએ જોયું કે આકાશમાંથી સ્પાઈડરકેમ આવી રહ્યો હતો, જેના પર મેડલ પણ હતો. બીસીસીઆઈએ તેનો સંપૂર્ણ વિડિયો તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વર્લ્ડ કપ 2023માં ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે હતી, તે મેચમાં વિરાટ કોહલીને તેની બેસ્ટ ફિલ્ડિંગ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે બાદ શાર્દુલ ઠાકુરને આ એવોર્ડ મળ્યો અને કોહલીએ તેને આ મેડલ આપ્યો હતો. નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાને છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામેની શાનદાર ફિલ્ડિંગ માટે આ મેડલ મળ્યો હતો. 

કેવી રહી મેચ
મેચની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 273 રન બનાવ્યા હતા. ડેરીલ મિશેલે 130 રનની ઇનિંગ રમી હતી અને રચિન રવિન્દ્રએ 75 રનની ઇનિંગ રમી હતી. શમીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી અને તે વર્લ્ડ કપ 2023માં પોતાની પ્રથમ મેચ રમી રહ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે વિરાટ કોહલીએ સૌથી વધુ 95 રન બનાવ્યા, તે પોતાની અડધી સદી ચૂકી ગયો પરંતુ ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. વર્લ્ડ કપમાં ભારતની આ સતત પાંચમી જીત છે, તે એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી એક પણ મેચ હારી નથી.

આ જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. હવે અહીંથી ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલમાં પહોંચવું એકદમ સરળ થઈ ગયું છે. હવે ટીમ ઈન્ડિયા તેની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે 29 ઓક્ટોબરે રમશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ