બ્રેકિંગ ન્યુઝ
Vishal Dave
Last Updated: 11:48 PM, 11 April 2024
NTPC ગ્રીન એનર્જીનો રૂ. 10,000 કરોડનો IPO ટૂંક સમયમાં રોકાણ માટે ખુલશે. અગાઉ એવા અહેવાલ હતા કે કંપનીએ તેના IPOના સંચાલન માટે ચાર ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને શોર્ટલિસ્ટ કરી છે. 2022માં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) પછી જાહેર ક્ષેત્રની કંપનીનો આ સૌથી મોટો આઈપીઓ હશે.
ADVERTISEMENT
શું છે વિગતો?
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાઇનાન્સ અને ટેકનિકલ બિડ પછી, IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ, HDFC બેન્ક, IIFL સિક્યોરિટીઝ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર IDBI કેપિટલની બિડ સૌથી ઓછી હતી. માહિતી અનુસાર, ગોલ્ડમેન સૅક્સ, એક્સિસ કેપિટલ, ICICI સિક્યોરિટીઝ અને DAM કેપિટલ સહિત દસ ઇન્વેસ્ટમેન્ટ બેંકોએ IPO માટે બિડ કરી હતી. એનટીપીસી, આઈડીબીઆઈ કેપિટલ, નુવામા, આઈઆઈએફએલ અને એચડીએફસી બેંક તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
ADVERTISEMENT
કંપની ઉર્જા સંક્રમણ એટલે કે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ કરશે. એનટીપીસીના ચેરમેન અને એમડી ગુરદીપ સિંઘે ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે તેમની કંપની આગામી 1-2 વર્ષમાં તેના ગ્રીન એનર્જી યુનિટને લિસ્ટ કરવાનું વિચારી રહી છે કારણ કે તે ભવિષ્યમાં પાવરની વધુ માંગની સંભાવના જુએ છે. કંપનીએ 2030 સુધીમાં 60,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તે નિર્ધારિત સમય પહેલા પ્રાપ્ત થવાની અપેક્ષા છે. એનટીપીસીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એકમ હાલમાં 3,400 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. જ્યારે 26,000 મેગાવોટના પ્રોજેક્ટ વિવિધ તબક્કામાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.