બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / After getting married, the young man's name is Sohail Khan, a cautionary tale of love jihad in Aravalli, 2 half-sisters' lives become hell.
Last Updated: 10:38 PM, 26 June 2023
ADVERTISEMENT
અરવલ્લીની બે સગી બહેનો લવ જેહાદ નો શિકાર બની છે. એક બહેનને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ નાની બહેનને પણ વિધર્મી યુવક દ્વારા લગ્નની લાલચ આપી 7 વર્ષ સુધી અન્ય રાજ્ય માં બળજબરી રાખવામાં આવી. સમગ્ર ઘટના એડવોકેટ પાસે આવતા મામલો સામે આવ્યો છે. અરવલ્લીની આ બહેનોને નામ બદલી પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ ધર્મ પરિવર્તન કરવા દબાણ કરાયું હોવાનો આરોપ બંને બહેનોએ મીડિયા સમક્ષ કર્યો છે. નાની બહેન સાથે મંથન જોશી નામ થી ફેસબુક પર સંપર્ક માં વિધર્મી યુવક આવ્યો હતો. ત્યાર બાદ અરેંજ મેરેજ કર્યા. એક અઠવાડિયા માં જ યુવકે લગ્ન કરી લીધા. લગ્ન બાદ નાની બહેનને ખબર પડી કે યુવક નું નામ સોહેલ ખાન છે.
ADVERTISEMENT
મજબૂર યુવતી ને મુંબઈ લઇ જઇ મરાઠી ભાષાના સોગંદનામામાં કરવી સહી કરાવી
મોટી બહેન કોમ્પ્યુટર ક્લાસ મારફતે પ્રેમ જાળમાં ફસાઈ છે. ઇકબાલ નામના યુવકે મોટી બહેનને ગેસ્ટ હાઉસમાં શરીર સંબંધ બાંધી વિડિયો બનાવ્યા હતા. વિડિયો બનાવાયા બાદ યુવતીને સાથે રહેવા મજબુર કરી હતી. મજબૂર યુવતી ને મુંબઈ લઇ જઇ મરાઠી ભાષાના સોગંદનામામાં કરવી સહી કરાવી હતી. યુવતીને લગ્ન કરવાની સહીનું કહી પરંતુ લગ્નના બદલે યુવતી પાસે ધર્મ પરિવર્તનના સોગંદનામા પર સહી લઈ લીધી હતી. લગ્ન વિના યુવતીને 7 વર્ષ યુ પી રાખી હતી. યુવતી ચશ્માં બનવવા ના બહાને યુ પી થી ભાગી અને અમદાવાદ પહોંચી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.