બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / After Chandrayaan 3, India is ready for 3 missions, after Moon, now Sun, Mars and Venus

ISRO Mission / ચાંદ કે પાર ચલો... ચંદ્રયાન 3 બાદ ભારત વધુ 3 મિશન માટે તૈયાર, ચંદ્ર બાદ હવે સૂર્ય, મંગળ અને શુક્રનો વારો

Megha

Last Updated: 09:24 AM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISRO Mission: બુધવારે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું, પણ ચંદ્ર પર પંહોચવાની દુનિયાની આ સફર કયારથી શરૂ થઈ હતી? અને ISROના આગમી પ્રોજેક્ટ કયા કયા છે? જાણો

  • ચંદ્ર પર પંહોચવાની દુનિયાની આ સફર કયારથી શરૂ થઈ હતી? 
  • નીલ આર્મસ્ટ્રોંગે સૌથી પહેલા ચંદ્રની સપાટી પર પગ મૂક્યો 
  • ઈસરોએ અત્યાર સુધીમાં ચંદ્ર પર ત્રણ મિશન મોકલ્યા છે
  • ચંદ્ર-સૂર્ય અને મંગળ જ નહીં ઈસરોની નજર શુક્ર પર પણ છે

ISRO Mission: ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 સફળ રહ્યું છે. બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર પણ લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી લેન્ડરમાંથી બહાર આવ્યું છે. ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો છે. 40 દિવસની લાંબી મુસાફરી બાદ બુધવારે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું, પણ ચંદ્ર પર પંહોચવાની દુનિયાની આ સફર કયારથી શરૂ થઈ હતી? 

અમેરિકાએ આ સ્પર્ધા 1958માં શરૂ કરી 
60ના દાયકામાં જ્યારે અમેરિકા અને સોવિયત યુનિયન (રશિયા) વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું હતું, ત્યારે સૌપ્રથમ ચંદ્ર સુધી પહોંચવાની સ્પર્ધા પણ શરૂ થઈ ગઈ હતી. અમેરિકાએ આ સ્પર્ધા 1958માં શરૂ કરી હતી. તેણે પહેલું ચંદ્ર મિશન શરૂ કર્યું પણ તે નિષ્ફળ ગયું. આ પછી અમેરિકા અને સોવિયત સંઘે એક વર્ષમાં 10 મિશન શરૂ કર્યા. તેમાંથી આઠ નિષ્ફળ ગયા, જ્યારે બેને માત્ર આંશિક સફળતા મળી હતી.

લુના-2 ચંદ્રની સપાટી પર પંહોચ્યું હતું 
છેવટે, 12 સપ્ટેમ્બર 1959ના રોજ, સોવિયેત સંઘનું લુના-2 ચંદ્રની સપાટી પર પહોંચી ગયું હતું. આનાથી સોવિયેત યુનિયન ચંદ્ર પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો. ત્યાર બાદ બીજા મહિને 4 ઓક્ટોબર 1959ના રોજ લુના-3 પણ સફળ થયું. જાન્યુઆરી 1966 માં સોવિયેત સંઘે લુના-9 માં ચંદ્રની સપાટી પર લેન્ડર લેન્ડ કરાવ્યું હતું. 

નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની સપાટી પર પગ મૂક્યો 
1969માં અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સોવિયેત યુનિયન ચંદ્ર પર પહોંચ્યાના ત્રણ વર્ષ પછી એપોલો-11 લોન્ચ કર્યું હતું. આમાં ત્રણ અવકાશયાત્રીઓ - નીલ આર્મસ્ટ્રોંગ, માઈકલ કોલિન્સ અને બઝ એલ્ડ્રિનને ચંદ્ર પર મોકલવામાં આવ્યા હતા. 21 જુલાઈ, 1969ના રોજ, નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની સપાટી પર પગ મૂકનાર વિશ્વના પ્રથમ માણસ બન્યા. જો કે આ પહેલા પણ એપોલો-9 અને એપોલો-10માં અમેરિકાએ અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલ્યા હતા પરંતુ તેઓ ઉતર્યા નહોતા. આ પછી વર્ષ 1972 સુધીમાં અમેરિકાએ ચંદ્ર પર 12 અવકાશયાત્રીઓ મોકલ્યા. 

આ પછી માણસને ચંદ્ર પર મોકલવાની દોડ બંધ થઈ ગઈ. જો કે અમેરિકાએ ચંદ્ર વિશે જાણવા માટે ઘણા મિશન શરૂ કર્યા પણ કેટલાક પાસ થયા તો કેટલાક નિષ્ફળ ગયા. વર્ષ 1976માં સોવિયત સંઘે લુના-24 લોન્ચ કર્યું હતું. 1991માં સોવિયત યુનિયનના તૂટ્યા પછી 11 ઓગસ્ટ 2023ના રોજ રશિયાએ પ્રથમ ચંદ્ર મિશન લુના-25 લોન્ચ કર્યું. લુના-25 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરવાનું હતું પરંતુ ક્રેશ થયું.  

લુના-25 ક્રેશ થયું અને ચંદ્રયાન-3 એ સોફ્ટ લેન્ડિંગ કર્યું
એ બાદ રશિયા 2010થી લુના-25ની તૈયારી કરી રહ્યું હતું. અને ભારતે 2019માં ચંદ્રયાન-3ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આટલી લાંબી તૈયારી છતાં, લુના-25 ક્રેશ થયું અને ચંદ્રયાન-3 એ દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કર્યું. આ મુજબ ભારતની સ્પેસ એજન્સી ઈસરોના ત્રણેય ચંદ્ર મિશન સફળ રહ્યા છે. 

ચંદ્ર પર ભારતની હેટ્રિક સફળ 
ઈસરોએ અત્યાર સુધીમાં ચંદ્ર પર ત્રણ મિશન મોકલ્યા છે. ચંદ્રયાન-1 વર્ષ 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં માત્ર ઓર્બિટર હતું. તેણે 312 દિવસ સુધી ચંદ્રની પરિક્રમા કરી. આ વિશ્વનું પ્રથમ ચંદ્ર મિશન હતું, જેણે ચંદ્ર પર પાણીની હાજરી શોધી કાઢી હતી. આ પછી વર્ષ 2019માં ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વખતે ઈસરોએ ઓર્બિટરની સાથે લેન્ડર અને રોવર મોકલ્યા. તેનો હેતુ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતારવાનો હતો પરંતુ લેન્ડિંગની થોડીક સેકન્ડ પહેલા સંપર્ક તૂટી ગયો હતો અને હાર્ડ લેન્ડિંગ થયું હતું. આ મિશનને ન તો સંપૂર્ણ નિષ્ફળતા કહી શકાય કે ન તો પાસ. કારણ કે ઓર્બિટર પોતાનું કામ કરી રહ્યું હતું. 

ત્યારબાદ 14 જુલાઈ 2023ના રોજ ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 રવાના થયું. આમાં, ઓર્બિટરને બદલે પ્રોપલ્શન મોડ્યુલ સ્થાપિત કરવામાં આવ્યું હતું. લેન્ડર અને રોવર પણ સાથે છે. લોન્ચિંગના 40 દિવસ પછી 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. 

આ ત્રણેય મિશનનો ખર્ચ ઘણો ઓછો હતો. ચંદ્રયાન-3ની કિંમત 615 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યારે રશિયાએ લુના-25 માટે 1,600 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.

 

ભારત અવકાશમાં ક્યાં છે?
પૃથ્વીની બહારની દુનિયાને જોવા માટે ઘણા દેશોમાં વર્ષોથી ઘણી હરીફાઈ ચાલી રહી છે. આઝાદી પછી ભારતે અવકાશ સંબંધિત રહસ્યો જાણવા માટે પરમાણુ ઊર્જા વિભાગ હેઠળ ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR) નામનું એક યુનિટ પણ બનાવ્યું.  આ યુનિટની રચના 16 ફેબ્રુઆરી 1962ના રોજ કરવામાં આવી હતી. બીજા જ વર્ષે 1963માં આ યુનિટે પહેલું રોકેટ લોન્ચ કર્યું. આ એકમની રચનાના સાડા સાત વર્ષ પછી 15 ઓગસ્ટ 1969ના રોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ની સ્થાપના કરવામાં આવી હતી. 

પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો 
ISROની સ્થાપના પછી, ભારતે 1975માં તેનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો. ત્યારબાદ 1994માં PSLV લોન્ચ કરવામાં આવ્યું હતું. વર્ષ 2013માં ઈસરોએ મંગળ ગ્રહ સંબંધિત માહિતી એકત્ર કરવા માટે 'મંગલયાન' છોડ્યું હતું.  ચંદ્ર પર ત્રણ મિશન લોન્ચ કર્યા છે - ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3. અગાઉ 2017માં ઈસરોએ એક સાથે 104 ઉપગ્રહો લોન્ચ કર્યા હતા.

ચંદ્રની જેમ મંગળ પર પહોંચવાની સ્પર્ધા
ચંદ્રની જેમ મંગળ પર પહોંચવાની સ્પર્ધા પણ અમેરિકા અને સોવિયત સંઘમાં 60ના દાયકાથી શરૂ થઈ ગઈ હતી. મંગળ પર એક પછી એક મિશન મોકલવામાં આવી રહ્યા હતા પરંતુ સફળતા મળી શકી ન હતી. ઘણા સમય પછી બંને મંગળ પર પહોંચી શક્યા. પરંતુ વર્ષ 2013માં ભારતે મંગલયાન લોન્ચ કર્યું હતું. તેની કિંમત લગભગ 450 કરોડ રૂપિયા હતી, જે અન્ય દેશોની સરખામણીમાં ઘણી ઓછી હતી. મંગળયાન પહેલા જ પ્રયાસમાં મંગળ પર પહોંચી ગયું હતું. 

મંગલયાન-2ને 2024માં લોન્ચ કરવાની તૈયારી
મંગલયાનની સફળતા બાદ જ ભારતે ISRO દ્વારા મંગલયાન-2 લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. મંગલયાન-2 ફ્રાંસની મદદથી લોન્ચ કરવામાં આવશે. આ મિશનમાં ઓર્બિટરની સાથે લેન્ડર અને રોવર પણ મોકલવામાં આવશે. ISRO આ મંગલયાન-2ને આવતા વર્ષે એટલે કે 2024માં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

ચંદા મામા પછી સૂરજ ચાચુનો વારો
ભારત ત્રણ વખત ચંદ્ર  પાસે પહોંચી ચુક્યું છે પરંતુ હવે સૂર્યની નજીક પહોંચવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. આ માટે ISRO આદિત્ય-L1 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મિશન આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.  આદિત્ય-એલ1નો હેતુ સૂર્યનો અભ્યાસ કરવાનો રહેશે. આ મિશન પાંચ વર્ષ સુધી સક્રિય રહેશે. તેમાં સાત પેલોડ હશે જે અલગ અલગ રીતે સૂર્યનો અભ્યાસ કરશે. આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન હશે.  આદિત્ય-એલ1માં ફીટ કરાયેલા કેટલાક પેલોડ્સમાં સીધો સૂર્યપ્રકાશ જોવા મળશે. જ્યારે, બાકીના તેની આસપાસ હાજર કણોનો અભ્યાસ કરશે. આ ઉપરાંત આ મિશનમાં સૂર્યના બાહ્ય પડ (કોરોના)નો પણ અભ્યાસ કરવામાં આવશે.

ISRO ત્રણ ભારતીયોને અવકાશમાં મોકલશે 
રાકેશ શર્મા 3 એપ્રિલ 1984ના રોજ અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય હતા પરંતુ તે રશિયાના સોયુઝ T-11 અવકાશ યાન દ્વારા ત્યાં પહોંચ્યા હતા. આવતા વર્ષે ISRO ત્રણ ભારતીયોને અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તેમાં બે પુરૂષ અને એક મહિલા અવકાશયાત્રી હશે. આ મિશનને ગગનયાન નામ આપવામાં આવ્યું છે. વર્ષ 2007 થી ISRO મનુષ્યને અવકાશમાં મોકલવાની યોજના પર કામ કરી રહ્યું છે. જોકે આજ સુધી આ સપનું પૂરું થયું નથી. ગગનયાન દ્વારા આવતા વર્ષે ભારતીયોને અવકાશમાં મોકલી શકાશે. આ જગ્યા પૃથ્વીથી 400 કિલોમીટર દૂર હશે. પૃથ્વીની આસપાસ ગોળાકાર ભ્રમણકક્ષામાં ફરશે અને પછી સમુદ્રમાં લેન્ડ કરશે. 

ચંદ્ર-સૂર્ય અને મંગળ જ નહીં ઈસરોની નજર શુક્ર પર પણ છે
માત્ર ચંદ્ર-સૂર્ય અને મંગળ જ નહીં, ઈસરોની નજર પૃથ્વીથી 60 મિલિયન કિલોમીટરથી વધુ દૂર આવેલા શુક્ર પર પણ છે. આ માટે ઈસરોએ શુક્રયાન મિશનની જાહેરાત કરી છે. શુક્રયાનનો વિચાર 2012માં આવ્યો હતો. તેને 2023ની શરૂઆતમાં જ મોકલવાનું હતું પણ કોવિડને કારણે તેમાં વિલંબ થયો. હવે તેને આવતા વર્ષે લોન્ચ કરવામાં આવી શકે છે.  શુક્રયાનમાં એક અવકાશયાન શુક્ર ગ્રહની આસપાસ ફરશે અને તેનો અભ્યાસ કરશે. તેના લોન્ચિંગની શેડ્યૂલ તારીખ ડિસેમ્બર 2024 છે પરંતુ તેમાં પણ વિલંબ થતો જણાય છે. જો તે 2024માં લોન્ચ ન થાય તો તેને 2026 અથવા 2028માં લોન્ચ કરી શકાય છે. કારણ કે દર 19 મહિના પછી પૃથ્વી અને શુક્ર સૌથી નજીક આવે છે. 

2031માં જ અમેરિકા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ પણ શુક્ર મિશનની યોજના બનાવી છે. તેમના નામ વેરિટાસ અને એન્વિઝન છે. પરંતુ જો આ પહેલા ભારતનું શુક્રયાન સફળ થઈ જશે તો ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે.

નિસાર... જે કુદરતી આફતો વિશે આગોતરી માહિતી આપશે
ભારતનું ISRO અને અમેરિકાનું NASA નિસાર મિશન પર સાથે મળીને કામ કરી રહ્યા છે. નિસારનો અર્થ છે ભારત-યુએસ બિલ્ટ સિન્થેટિક એપરચર રડાર.  નિસારના કારણે દુનિયામાં આવનારી કોઈપણ કુદરતી આફતની અગાઉથી આગાહી કરી શકાય છે. નિસારને પૃથ્વીની નીચેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. તે દર 12 દિવસે આખી દુનિયાનો નકશો બનાવશે. પૃથ્વીની ઇકોસિસ્ટમ, બરફની માત્રા, વૃક્ષો અને છોડ, બાયોમાસ, દરિયાઈ જળ સ્તર, ભૂગર્ભ જળ સ્તર, કુદરતી આફતો, ધરતીકંપ, સુનામી, જ્વાળામુખી અને ભૂસ્ખલન વગેરેનું સતત નિરીક્ષણ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ