બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / After 6 years, King Kohli bowled brilliantly, had to drop 3 balls in the middle of the over, the video created a stir in social media.

World Cup 2023 / 6 વર્ષ બાદ કિંગ કોહલીએ કરી શાનદાર બોલિંગ, ઓવરની અધવચ્ચે 3 બોલમાં નાખવા પડ્યા, સોશિયલ મીડિયામાં વીડિયોએ મચાવી ધૂમ

Pravin Joshi

Last Updated: 04:07 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 6 વર્ષ બાદ વન-ડે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. વર્લ્ડકપ 2023ની મેચ દરમિયાન બાંગ્લાદેશની ઈનિંગની નવમી ઓવરમાં કંઈક એવું બન્યું જેના કારણે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને બોલિંગ કરવાની ફરજ પડી હતી.

  • વર્લ્ડ કપ 2023ની મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ
  • વિરાટ કોહલી 6 વર્ષ બાદ વન-ડે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં બોલિંગ કરતો જોવા મળ્યો 
  • વિરાટ કોહલીની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 6 વર્ષ બાદ વન-ડે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. વર્લ્ડકપ 2023ની મેચ દરમિયાન બાંગ્લાદેશની ઈનિંગની નવમી ઓવરમાં કંઈક એવું બન્યું જેના કારણે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને બોલિંગ કરવાની ફરજ પડી હતી.

 

વિરાટ કોહલીએ કરી બોલિંગ

લાંબા સમય બાદ ક્રિકેટના મેદાન પર વિરાટ કોહલીને આ રીતે બોલિંગ કરતા જોઈને તમામ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિરાટ કોહલીની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશી ઇનિંગ્સની નવમી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ આ ઓવરમાં માત્ર ત્રણ બોલ ફેંક્યા હતા ત્યારે અચાનક તેને ડાબા પગમાં દુખાવો થવા લાગ્યો.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 

બાંગ્લાદેશી ઇનિંગ્સની નવમી ઓવરમાં હાર્દિક પંડ્યા અચાનક બોલિંગ છોડી ગયો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક સાહસિક નિર્ણય લીધો છે. નવમી ઓવરમાં 3 બોલ બાકી હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ અચાનક એક મોટો નિર્ણય લીધો અને બોલ ટીમના મજબૂત બેટ્સમેન વિરાટ કોહલીને સોંપ્યો. વિરાટ કોહલીએ નવમી ઓવરના બાકીના ત્રણ બોલ ફેંક્યા. વિરાટ કોહલીએ પણ પોતાના કેપ્ટન રોહિત શર્માના આત્મવિશ્વાસને તૂટવા ન દીધો અને 3 બોલમાં માત્ર 2 રન જ ખર્ચ્યા. વિરાટ કોહલીની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીએ અગાઉ 15 ઓગસ્ટ 2017ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે રમાયેલી ODI મેચમાં બોલિંગ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ