ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Africa cameroon road accident death

અકસ્માત / મધ્ય આફ્રિકાના કેમરુનમાં ગોઝારા અકસ્માતમાં 53 યાત્રીઓના મોત, 21 ઇજાગ્રસ્ત

Published By: Divyesh

Last Updated: 10:05 AM, 28 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય આફ્રિકાના પશ્ચિમ કેમરુનમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દૂર્ધટનામાં 53 લોકોનાં મૃત્યું થયા છે જ્યારે અન્ય 21 લોકો ઘાયલ થયા છે.

ADVERTISEMENT

  • કેમરુનમાં ગમખ્વાર અકસ્માતમાં 53 યત્રીઓના મોત
  • મધ્ય આફ્રિકાના આ શહેરમાં બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત

પ્રાપ્ત મળતી વિગત અનુસાર પશ્ચિમ કેમરુનમાં ગોઝારો અકસ્માત થયો છે. જેમાં ગેરકાયદેસર ઇંધણ લઇ જઇ રહેલી ટ્રકે બસને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 53 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 21 લોકોને ઇજા પહોંચી છે. 

બુધવારના રોજ સાંતચોઉ ગામની પાસે આ દૂર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે પશ્ચિમ શહરે દાશ્વાંગ અને બફોઉસ્સમ, અવા ફોંકા અને અગસ્ટિનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

પ્રાપ્ત મળતી વિગત અનુસાર 70 બેઠકવાળી બસ પશ્ચિમી શહેર ફોઉમ્બાનથી રાજધાની યાઉંદે જઇ રહી હતી,ત્યારે આ દૂર્ઘટના ઘટી હતી. કેમરુનમાં વારંવાર રોડ અકસ્માત સર્જાતો રહેતો હોય છે. ગત વર્ષે ડિસેમ્બરમાં માકેનેન ગામમાં એક દૂર્ઘટનામાં 37 લોકોના મૃત્યું થયા છે. 

મળતા એક અહેવાલ મુજબ બસમાં સવાર વધારે યાત્રીઓ કેટલાક તો નવા વર્ષની ઉજવણી કરવા પોતાના પરિવારની સાથે જઇ રહ્યાં હતા અથવા ક્રિસમસ મનાવીને પરત ફરી રહ્યાં હતા અથવા કારોબારી હતા જે નવુ વર્ષની ગીફ્ટ પહોંચાડવા જઇ રહ્યાં છે. દૂર્ઘટના પછી ગામના લોકોએ  બસમાં સવાર 60થી વધારે યાત્રીઓની મદદ માટે પહોંચ્યાં. અધિકારીએ જણાવ્યું કે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે, કારણ કે  બચાવ કામગીરી અત્યારે પણ દૂર્ઘટનાગ્રસ્ત બસનો મલબો હટાવવામાં આવી રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ