બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Administration in action after VTV News report on Ahmedabad's Shastri Bridge

નિર્ણય / અમદાવાદીઓ ખાસ જાણી લેજો: આગામી સપ્તાહથી રિપેરિંગ માટે બંધ થઈ જશે 70ના દાયકાનો આ બ્રિજ, દરરોજ 1 લાખ વાહનો થાય છે પસાર

Malay

Last Updated: 01:11 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં હોવાના VTV ન્યૂઝના અહેવાલ બાદ વહીવટી તંત્ર એક્શનમાં, જર્જરિત શાસ્ત્રી બ્રિજના રિપેરિંગનો નિર્ણય લેવાયો.

  • શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ કામ થશે શરુ 
  • આગામી સપ્તાહથી શરુ થશે રિપેરિંગ કામ 
  • 5 કરોડથી વધુના ખર્ચે થશે રિપેરિંગ
  • 1970માં બનેલો છે શાસ્ત્રી બ્રિજ

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અને પલ્લવ બ્રિજ બાદ હવે શાસ્ત્રી બ્રિજ ચર્ચામાં આવ્યો છે. શાસ્ત્રી બ્રિજને લઈને અનેક સવાલો ઉઠતા આખરે હવે આ બ્રિજનું રિપેરિંગ કામ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સપ્તાહથી બ્રિજનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે. 5 કરોડથી વધુના ખર્ચે રિબિલ્ડ સ્ટ્રક્ચર એસોસિયેટને કામ સોંપાયું છે. બ્રિજની પેરાફિટ દીવાલ, રોડ, બેરિંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્શન જોઈન્ટ બદલવામાં આવશે. રિપેરિંગ શરુ થયા બાદ વાસણા, દાણીલીમડા થઈને નારોલ જવા ડાયવર્ઝન આપવામાં આવશે. મહત્વનું છે કે, 1970માં બનેલો શાસ્ત્રી બ્રિજ જર્જરિત થતાં રિપેરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દરરોજ લાખો વાહનો થાય છે પસાર
શહેરમાં વિશાલા-ગ્યાસપુરને જોડતા શાસ્ત્રી બ્રિજમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. સાથે જ બ્રિજની રેલિંગ પણ તૂટી ગઈ છે. વિશાલાથી ગ્યાસપુરને જોડતા આ બ્રિજમાં દરરોજ લાખો વાહનો પસાર થાય છે અને જ્યારે મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી મારે છે. શાસ્ત્રી બ્રિજ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તેના રિપેરિંગની માંગણી ઉઠી હતી. તેમજ અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે, તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. આ અંગે VTV ન્યૂઝ દ્વારા પણ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 

રાહદારીઓએ ઠાલવ્યો હતો રોષ
આ બ્રિજને લઈ રાહદારીઓએ રોષ ઠાલવ્યો હતો.  VTV ન્યૂઝ સાથે વાતચીત કરતી વખતે રાહદારીએ કહ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી બ્રિજની સ્થિતિ ઠેરની ઠેર છે. મોટા વાહનો આ બ્રિજ પરથી નીકળે ત્યારે બ્રિજમાં વાઈબ્રેટ થાય છે. જેથી તાત્કાલિક આ બ્રિજને રિપેર કરવાની જરૂર છે. અન્ય એક રાહદારીએ જણાવ્યું હતું કે, હું 15 વર્ષથી જોવું છું કે આ બ્રિજની સ્થિતિ એવીને એવી જ છે. આમાં કોઈ સુધારા આવ્યા નથી. બ્રિજ પર ગાબડા, તિરાડો પડી ગઈ છે. જેના કારણે અકસ્માત સર્જાવાની સંભાવના સૌથી વધારે રહે છે. ત્યારે હવે આ બ્રિજના રિપેરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ