બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / મનોરંજન / બોલિવૂડ / Actress Shanti Priya's big accusation on Akshay, said - 'Akshay body shaming on the sets of the film and..'
Megha
Last Updated: 01:00 PM, 16 July 2023
અક્ષય કુમારની ફિલ્મ 'સૌગંધ'માં જોવા મળેલી એક્ટ્રેસ શાંતિ પ્રિયા આ દિવસોમાં ચર્ચામાં છે. શાંતિએ અભિનેતા અક્ષય કુમાર પર મોટો આરોપ લગાવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં શાંતિ પ્રિયાએ અક્ષય પર આરોપ લગાવતા કહ્યું હતું કે ફિલ્મ 'ઈક્કે પે ઈક્કા'ના શૂટિંગ દરમિયાન અક્ષયે તેને બોડી શેમિંગ કરી હતી અને તેના રંગ પર ટિપ્પણી કરી હતી.
શાંતિ પ્રિયાએ કહ્યું, 'હું અક્ષય સાથે ઇક્કે પે ઇક્કાના ક્લાઇમેક્સનું શૂટિંગ કરી રહી હતી. અમે મિલમાં શૂટિંગ કરી રહ્યા હતા. મારું પાત્ર ગ્લેમરસ હોવાથી મેં શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. શૂટિંગ સમયે મેં ફિટેડ શોર્ટ ડ્રેસ અને સ્કિન ટોન સ્ટૉકિંગ્સ પહેર્યા હતા અને મારા ઘૂંટણ થોડા ડાર્ક હતા. તેથી તેઓ મારી ખૂબ મસ્તી કરતાં હતા. એ વાત એલગ છે કે તમે એકલામાં મસ્તી કરો પરંતુ તમે 100 લોકોની સામે આવી મસ્તી ન કરી શકો.'
અક્ષય કુમાર પર આરોપ લગાવતા અભિનેત્રીએ કહ્યું કે 'અક્ષયે મને કહ્યું- શાંતિ, શું તમારા ઘૂંટણમાં કોઈ ઘા લાગ્યો છે? એ સમયે મેં મારા પગ તપાસ્યા પછી તેણે કહ્યું- જુઓ પગ કેટલા કાળા છે અને બધા હસવા લાગ્યા હતા.'
શાંતિ પ્રિયાએ 90ના દાયકામાં બોડી શેમિંગ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તે સમયે આવું કંઈ થતું ન હતું. સાઉથમાં સારી 'હટ્ટી કટ્ટી' છોકરીઓ પર ધ્યાન આપવામાં આવતું હતું. લોકો પાતળી છોકરીઓની શોધમાં બોમ્બે આવતા હતા.
આ પહેલા શાંતિ પ્રિયાએ અક્ષય કુમાર પર તેનો સાથ ન આપવાનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીના જણાવ્યા અનુસાર, તે અક્ષયને ફિલ્મ 'હોલિડે'ના સેટ પર મળી હતી. આ દરમિયાન તેમની વચ્ચે સારી વાતચીત થઈ ન હતી . અભિનેત્રીએ કહ્યું હતું કે જ્યારે તેણીએ અક્ષય સાથે ફિલ્મોમાં તેના પુનરાગમન વિશે વાત કરી ત્યારે અભિનેતાએ તેને કહ્યું હતું કે લગ્ન પછી ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને સમાન વ્યવહાર નથી મળતો. આ પછી અક્ષયે શાંતિ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું .
શાંતિ પ્રિયાએ અક્ષય કુમારની ફિલ્મોમાં કામ કરવા માટે મદદ પણ માંગી હતી, પરંતુ અભિનેતાએ તેના કોઈપણ મેસેજ અને કૉલનો જવાબ આપ્યો ન હતો. શાંતિએ કહ્યું હતું કે એમના આવા વર્તનને જોઈને મને દુઃખ થયું..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો