ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખોટા નંબર પર મોબાઇલ રિચાર્જ થઈ જાય તો ગભરાશો નહીં, તરત કરો આ કામ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / ખોટા નંબર પર મોબાઇલ રિચાર્જ થઈ જાય તો ગભરાશો નહીં, તરત કરો આ કામ

Last Updated: 01:59 PM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો ભૂલથી કોઈ ખોટા મોબાઈલ નંબર પર રિચાર્જ થઈ જાય, તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કેટલાક ખાસ કિસ્સાઓમાં રિચાર્જ કેન્સલ કરીને પૂરા પૈસા પરત મેળવી શકાય છે.

1/6

photoStories-logo

1. ખોટા નંબર પર મોબાઇલ રિચાર્જ થઈ જાય તો ગભરાશો નહીં, તરત કરો આ કામ

ઘણીવાર મોબાઈલ રિચાર્જ કરતી વખતે ઉતાવળમાં ખોટો નંબર ટાઈપ થઈ જતો હોય છે. રિચાર્જ થયા પછી જ્યારે ખબર પડે કે નંબર ખોટો હતો, ત્યારે સૌથી મોટી ચિંતા એ થાય છે કે હવે આપણા પૈસા ડૂબી જશે કે શું? જો તમારી સાથે પણ ક્યારેક આવું બન્યું હોય, તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. કેટલાક ચોક્કસ કિસ્સાઓમાં ખોટા નંબર પર થયેલા રિચાર્જના પૈસા પાછા મળી શકે છે, જો કે આ માટે તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પૈસાનું રિફંડ કેવી રીતે મેળવવું?

જો તમે રિચાર્જ કરતી વખતે ખોટો મોબાઈલ નંબર નાખી દીધો છે, તો સૌથી પહેલા એ તપાસવું જરૂરી છે કે તમે કઈ એપ દ્વારા રિચાર્જ કર્યું છે. જો તમે તમારા સિમ કાર્ડની ઓફિશિયલ એપ (જેમ કે MyJio કે અન્ય સત્તાવાર એપ્સ) દ્વારા રિચાર્જ કર્યું હોય, તો તમને રિફંડ મેળવવાનો ઓપ્શન મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. હંમેશા એકવાર નંબર ચોક્કસ ચકાસી લેવો

પરંતુ, જો તમે કોઈ થર્ડ પાર્ટી એપ (જેમ કે અન્ય કોઈ પેમેન્ટ કે રિચાર્જ એપ) દ્વારા પેમેન્ટ કર્યું હોય, તો રિફંડ મેળવવું થોડું મુશ્કેલ બની શકે છે. તેથી જ, કોઈપણ નંબર પર રિચાર્જ કરતા પહેલા હંમેશા એકવાર નંબર ચોક્કસ ચકાસી લેવો હિતાવહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સમય મર્યાદામાં કરવી પડશે ફરિયાદ

જો તમે Jio યુઝર છો અને ભૂલથી ખોટા નંબર પર રિચાર્જ થઈ ગયું છે, તો તમારે વધારે રાહ જોવી જોઈએ નહીં. રિચાર્જને એક નિશ્ચિત સમય મર્યાદાની અંદર કેન્સલ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ઇન્સ્ટન્ટ ક્રેડિટ અથવા Jio સ્ટોર ક્રેડિટ વોલેટ જેવા ઓપ્શન મળી શકે

રિફંડ મેળવતી વખતે તમારે ઉપલબ્ધ રિફંડ પદ્ધતિઓમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડી શકે છે. તેમાં ઇન્સ્ટન્ટ ક્રેડિટ અથવા Jio સ્ટોર ક્રેડિટ વોલેટ જેવા ઓપ્શન મળી શકે છે. રિફંડની રકમ તમારા દ્વારા પસંદ કરવામાં આવેલી પદ્ધતિના આધારે પાછી આવી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વહેલી તકે ફરિયાદ કરશો

આગલી વખતે જો ભૂલથી ખોટા નંબર પર રિચાર્જ થઈ જાય, તો ઘબરાઈ જવાના બદલે તરત જ એપમાં જઈને રિફંડ અથવા રિચાર્જ કેન્સલ કરવાનો વિકલ્પ જરૂર તપાસો. તમે જેટલી વહેલી તકે ફરિયાદ કરશો, તમારા પૈસા પાછા મળવાની શક્યતાઓ એટલી જ વધુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Refund DigitalPayments MobileRecharge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ