બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હિટ એન્ડ રન કે...? અમદાવાદમાં ફરી તેજ રફ્તારે લીધો યુવકનો જીવ, હાથ જ કપાઇ ગયો, લગ્ન પ્રસંગ પહેલા જ માતમ

દુર્ઘટના / હિટ એન્ડ રન કે...? અમદાવાદમાં ફરી તેજ રફ્તારે લીધો યુવકનો જીવ, હાથ જ કપાઇ ગયો, લગ્ન પ્રસંગ પહેલા જ માતમ

Vishal Khamar

Last Updated: 09:59 AM, 2 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પાસે ગત રોજ રાત્રીના સુમારે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. પરિવારમાં લગ્ન પ્રસંગ પહેલા જ માતમનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

અમદાવાદમાં ફરી એક વખત માર્ગ અકસ્માતે નરમુંદું સર્જાયું છે. GMDC ગ્રાઉન્ડ નજીક થયેલી ઘટનામાં પાર્થ કલાલ નામના યુવકનું સ્થળ પર જ દુઃખદ મોત થયું છે. પરિવારના કહેવા પ્રમાણે, 12 તારીખે પાર્થના મોટા ભાઈના લગ્નનો પ્રસંગ હતા. પરંતુ લગ્નના આનંદ પહેલા જ પરિવારમાં શોક છવાઈ ગયો છે.

ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા

બાઈક સ્લિપ થતાં અકસ્માત થયું હતો કે પછી કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી આ દુર્ઘટના બની હતી? આ મુદ્દે પરિવાર દ્વારા ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માત બાદ પાર્થની બાઈક લગભગ 50 મીટર સુધી ઢસડાતી ગઈ હતી. જે સામાન્ય સ્લીપમાં શક્ય ન હોવાનું પરિવારનું કહેવું છે.

પાછળથી જ કોઈ વાહને ટક્કર મારી હોવાની પરિવારને આશંકા

પરિવારનો દાવો છે કે અકસ્માત એટલો ભયંકર હતો કે પાર્થનો હાથ કપાઈને અલગ દિશામાં ફંગોળાઈ ગયો હતો. તેઓનો આ પણ સ્પષ્ટ આક્ષેપ છે કે આ માત્ર બાઈક સ્લીપનું પરિણામ નહીં હોય, પરંતુ પાછળથી કોઈ વાહન દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હોવાની પૂરી શક્યતા છે. પારિવારિક સભ્યોની માંગ છે કે નજીકના CCTV ફૂટેજના આધારે તપાસ કરવામાં આવે જેથી સાચા કારણો બહાર આવી શકે અને દોષિત સામે કાર્યવાહી થાય.

આ પણ વાંચોઃ નલિયા નહીં, આ પોર્ટ બન્યું રાજ્યનું સૌથી ઠંડું મથક, જાણો સુરતથી ડીસા સુધી ક્યાં કેટલું તાપમાન

પોલીસ દ્વારા કેસની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી

સ્થાનિક પોલીસ દ્વારા કેસની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને પરિવારની માંગ મુજબ CCTV ફૂટેજ તપાસવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Accident Youth's Death Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ