બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NRI News / સુરતના સમાચાર / Accident in America two Gujarati man died

દુઃખદ / અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારે અકસ્માતમાં બે દીકરા ખોયા

Published By: Gayatri

Last Updated: 11:03 AM, 15 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં અકસ્માતમાં મૂળ વાલોડ બાજીપુરા ગામે રહેતા પરિવારે 2 બાળકો ગુમાવ્યા છે. 2 ગુજરાતી યુવકના મૃત્યુ થયા છે. હોસ્ટનના કિવિલેન્ડ ખાતે ગમખ્વાર અકસ્માત થયો હતો. 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો. કારમાં પાછળ બેઠેલા 2 ગુજરાતી બાળકોના મૃત્યુ થયા છે. 19 વર્ષીય નિલ પટેલ,14 વર્ષીય રવિ પટેલનું મૃત્યુ થયુ છે. આ બાળકો માતા-પિતા સાથે મોટેલ ઘરે પરત  ફરી રહ્યાં હતા.

  • અમેરિકામાં અકસ્માત થતા 2 ગુજરાતી યુવકના મૃત્યુ
  • હોસ્ટનના કિવિલેન્ડ ખાતે થયો ગમખ્વાર અકસ્માત
  • 2 કાર વચ્ચે થયો અકસ્માત

રવિવારના રોજ તેઓ મોટલ પર કામ પતાવી સાંજે પત્નિ જાગૃતિબેન, પુત્રો નીલ પટેલ (19) અને રવિ પટેલ (14) સાથે તેમની ટોયોટા કેમરી કારમાં કિવિલેન્ડ ખાતે ઘરે જવા નીકળયા હતા. કારમાં ધર્મેશભાઈ અને તેમના પત્ની જાગૃતિબેન આગળ બેઠા હતા, જયારે બન્ને દીકરાઓ કારમાં પાછળની સીટ પર બેઠા હતા. કાર સેનજેસીનટો નદી નજીકથી પસાર થતા હતા, ત્યારે એક વાહનને અકસ્માત થયું હોવાથી તેમની કાર થોભાવી હતી.

ઉભેલી કારને ટક્કર વાગી

પાછળથી આવતી એક મોબાઈલ પીકઅપ વાનના ચાલકે કારની પાછળના ભાગે અથડાવી દેતાં પાછળનો ભાગ ખુરદો થઈ ગયો હતો, પાછળની સીટમાં બેસેલ બન્ને દીકરાઓ નીલ અને રવિને ગંભીર ઇજાઓ થવાથી એકનું સ્થળ પર જ મૃત થયું હતું.

વ્યારાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના NRI પટેલ પરિવાર માથે પહાડ તુટી પડ્યો

25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા વ્યારાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના NRI પટેલ પરિવારની કારને હોસ્ટન શહેરમાં સાંજના સમયે પાછળથી એક પિકઅપ મોબાઈલના ચાલકે ધડાકાભેર અથડાવતા અકસ્માત થયો હતો. કારમાં પાછળ બેસેલા પરિવારના લાડકવાયા 2 દીકરાઓને ગંભીર ઇજા થવાથી મોત થયા હતા. વાલોડ તાલુકાના બાજીપુરા ગામે પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ કરશનભાઇ પટેલના પુત્રો ધર્મેશભાઈ પટેલ અને હિતેષભાઇ પટેલ આજથી 25 વર્ષ પહેલા અમેરિકામાં સ્થાઇ થઇ મોટેલ લઈ બિઝનેશને વિકસાવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

America US accident surat અમેરિકા nri news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ