બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / AAP Sanjay Singh gets a big shock from the court as it refused to give him bail

BIG NEWS / દિલ્હી દારૂનીતિ કૌભાંડ: સિસોદિયા બાદ સંજયસિંહને પણ લાગ્યો આંચકો, કોર્ટે AAP નેતાની જામીન અરજી ફગાવી

Vaidehi

Last Updated: 04:26 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સંજય સિંહને કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમને જામીન આપવાથી ઈનકાર કર્યો છે.

  • AAPનાં સાંસદ સંજય સિંહની મુશ્કેલી વધી
  • રાઉઝ એવન્યૂ કોર્ટમાંથી મળ્યો મોટો ઝટકો
  • કોર્ટે જામીનની અરજી ફગાવી દીધી..

દિલ્હી દારુ કૌભાંડ મામલામાં આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સંજય સિંહને કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યૂ કોર્ટે તેમને જામીન આપવાથી ઈનકાર કરી દીધો છે. મનીષ સિસોદિયા બાદ હવે સંજય સિંહને પણ જામીન નહીં મળે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે સંજય સિંહની ધરપકડ અને ED રિમાનંડને પડકારતી અરજી ફગાવી દીધી હતી. ત્યારે સંજય સિંહે આ મામલાને રાજકારણ સાથે જોડ્યું હતું.

EDએ કરી હતી દલીલ
સંજય સિંહે પોતાની સામે કોઈ મની ટ્રેલ ન હોવાનો દાવો કર્યો હતો. પણ EDએ કહ્યું હતું કે મની લોન્ડેરિંગનો સ્પષ્ટ મામલો બને છે. એટલું જ નહીં ED એ સંજય સિંહને કથિત દારુ કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઈન્ડ પણ જણાવ્યો હતો. તપાસ એજન્સીએ કહ્યું હતું કે સંજય સિંહ લાંચ લેતા હતાં. ઈડીએ વધુ એક દલીલ કરતાં કહ્યું હતું કે પોતાના રાજકીય પહોંચનાં કારણે સંજય સિંહ ઈડીનાં ઓફીસરો અને દસ્તાવેજો સુધી સરળતાથી પહોંચી શકશે. જો તેમને જામીન મળી જાય છે તો તે તપાસને પ્રભાવિત કરી શકે છે. 

4 ઑક્ટોબરનાં થઈ હતી ધરપકડ
મની લોન્ડેરિંગ કેસમાં ઈડીએ સંજય સિંહની 4 ઑક્ટોબરનાં ધરપકડ કરી હતી. ઈડીએ દલીલ કરી હતી કે સંજય સિંહ ગુનામાં થયેલા લાભમાં ભાગેદાર છે. ષડયંત્ર રચવામાં અને તેને અંજામ આપનારાઓમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. આ તમામનાં પૂરાવાઓ અમારી પાસે છે. તો સામે પક્ષે સંજય સિંહે કહ્યું કે આ બધા આરોપો મનગણત છે કારણકે ન તો તેની પાસેથી કોઈ રકમ મળી આવી છે અને ન તો ઈડી ધનની લેણદેણીની કોઈ કડીઓ જોડી શકી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ