બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / AAP MP Raghav Chadha reinstated, returns to Rajya Sabha after 115 days

BIG BREAKING / AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત, 115 દિવસ બાદ રાજ્યસભામાં વાપસી, માન્યો સુપ્રીમ કોર્ટનો આભાર

Priyakant

Last Updated: 02:51 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raghav Chadha's Rajya Sabha Membership Restored Latest News : આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવે કહ્યું, સભ્યપદ પુનઃસ્થાપિત કરવા માટે હું સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરનો આભાર માનું છું

  • આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને લઈ મોટા સમાચાર 
  • 115 દિવસ બાદ રાઘવ ચઢ્ઢાની રાજ્યસભાની સદસ્યતા પુનઃસ્થાપિત 
  • સભ્યપદ પુનઃસ્થાપિત કરવા માટે સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષનો આભાર: રાઘવ

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાના અધ્યક્ષે તેમનું સસ્પેન્શન ખતમ કરીને તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે. આ નિર્ણયને રાઘવ ચઢ્ઢાની રાજકીય કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત માનવામાં આવી રહ્યો છે. 

સભ્યપદ પુનઃસ્થાપિત થવા પર ખુશી વ્યક્ત કરી  
સોમવારે રાજ્યસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ તરત જ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 11 ઓગસ્ટે મને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હું મારું સસ્પેન્શન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે આની નોંધ લીધી અને હવે 115 દિવસ બાદ મારું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે. હું ખુશ છું કે મારું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. સભ્યપદ પુનઃસ્થાપિત કરવા માટે હું સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરનો આભાર માનું છું. 

AAP સાંસદ પર શું આરોપો હતા ? 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને 11 ઓગસ્ટ, 2023 ના રોજ અનુશાસનહીનતાના આરોપમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૃહના કેટલાક સાંસદોએ ચઢ્ઢા પર તેમની સંમતિ વિના ઠરાવમાં તેમનું નામ ઉમેરવાનો આરોપ લગાવ્યો હતો. આક્ષેપો કરનારાઓમાં મોટાભાગના સત્તાધારી ભાજપના સભ્યો હતા. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, રાઘવ ચઢ્ઢાએ તેમની સંમતિ લીધા વિના દિલ્હી સર્વિસ બિલની તપાસ કરવા માટે પસંદગી સમિતિની રચના કરવાની માંગ કરી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લેતા રાજ્યસભાના અધ્યક્ષે વિશેષાધિકાર સમિતિની તપાસ બાકી રહેતા ચઢ્ઢાને ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ