બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 08:18 AM, 20 October 2023
ADVERTISEMENT
સ્ટારકિડ્સને લઈને સોશિયલ મીડિયા પર હંમેશા ક્રેઝ જોવા મળે છે. શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન, બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલીનો સમાવેશ થાય છે. હવે આ લિસ્ટમાં આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનનું નામ પણ જોડાઈ ગયું છે. જુનૈદ જલ્દી જ પિતાની જેમ એક્ટિંગમાં કરિયર બનાવશે.
બોલીવુડ અભિનેતા આમિર ખાન છેલ્લા 3 દાયકા કરતા પણ વધુ સમયથી બોલિવુડ સાથે જોડાયેલ છે. આમિર ખાનની આગામી જનરેશન પણ ફિલ્મો કરવા માટે તૈયાર છે. આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અન સ્ટાર કિડ્સની સરખામણીએ લાઈમલાઈટથી દૂર રહે છે.
ADVERTISEMENT
જુનૈદ ખાન તેના પિતા આમિર ખાનની જેમ એક્ટિંગની દુનિયામાં હાથ અજમાવવા માટે તૈયાર છે. થોડા સમય પહેલા જ જુનૈદ ખાનના ડેબ્યુ બાબતે કન્ફર્મેશન સામે આવ્યું હતું. જુનૈદ ખાન સૌથી મોટા પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ કરિઅરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ પી.મલ્હોત્રા કરશે, જેમણે અગાઉ રાની મુખર્જી સાથે ફિલ્મ 'હિચકી' બનાવી છે.
ડેબ્યુ ફિલ્મ
જુનૈદ ખાન નેટફ્લિક્સની ફિલ્મ ‘મહારાજ’થી ડેબ્યુ કરશે. આ ફિલ્મમાં જયદીપ અહલાવત અને સાવરવરી વાઘ પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.
#YashRajFilms and @NetflixIndia COME TOGETHER to form a new multi-year creative partnership.. The first two projects to come out of this association are — #AamirKhan's son Junaid Khan's debut film #Maharaj, and four-part thriller series #TheRailwayMen directed by Shiv Rawail!🔥 pic.twitter.com/FeRvcjiykJ
— Rahul Raut (@Rahulrautwrites) September 15, 2023
જુનૈદ ખાન ફોટો વાયરલ
થોડા સમય પહેલા જુનૈદ ખાનનો ફોટો સામે આવ્યો હતો. આ ફોટોમાં જુનૈદ ખાનને ઓળખવો ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે અને લોકો આ ફોટો પર અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.
Like father like son?
— Avinash Gowariker (@avigowariker) October 19, 2023
Perfection or EasySwag??#JunaidKhan all grown up & ready to take on the Cameras & the Lights💥#AamirKhan pic.twitter.com/hZhMeofWqB
આ ફોટોમાં જુનૈદ ખાનને લુક ખૂબ જ અલગ જોવા મળી રહ્યો છે. લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, શું તે આમિર ખાનના દીકરો છે?
ફિલ્મ ‘મહારાજ’ સાચી ઘટનાઓથી પ્રેરિત
ફિલ્મ ‘મહારાજ’ સાચી ઘટનાઓથી પ્રેરિત છે. આ વાર્તા 1800ના દાયકામાં બનેલી એક સામાજિક રોમાંચક છે, જે એક પત્રકારની કહાની છે. જુનૈદ આ ફિલ્મમાં પત્રકારની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં જયદીપ વિલનની ભૂમિકામાં જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT