બ્રેકિંગ ન્યુઝ
વર્ષ 2007માં આમિર ખાનની ફિલ્મ 'તારે જમીન પર' આવી હતી. આ ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. હવે 16 વર્ષ પછી આમિર ખાન આ ફિલ્મનો આગામી ભાગ લઈને આવી રહ્યો છે જેનું નામ હશે 'સિતારે જમીન પર'. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી દિલ્હીમાં શરૂ થઈ શકે છે.
ADVERTISEMENT
અહેવાલ મુજબ, આમિર ખાન 'સિતારે જમીન પર'ના શૂટિંગ માટે આવતા મહિને દિલ્હી આવશે. તેની સાથે 11 બાળકો દિલ્હી આવશે જે આ ફિલ્મનો ભાગ હશે. આમિર ખાન સાથે સ્ટાર કાસ્ટના અન્ય લોકો પણ આવશે. જો કે હજુ સુધી તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT
રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ પેરાલિમ્પિક ગેમ્સ પર આધારિત હશે. ફિલ્મનું શૂટિંગ મે અને જૂન વચ્ચે દિલ્હીમાં થશે. આમિર ખાનની સાથે આવેલા બાળકો શૂટ માટે વિવિધ પેરાલિમ્પિક રમતોમાં ભાગ લેશે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં લાલ કિલ્લો, લોધી ગાર્ડન, જૂની દિલ્હી અને ત્યાગરાજા સ્ટેડિયમ જેવા વિવિધ સ્થળોએ થશે.
ADVERTISEMENT
વધુ વાંચો: 600 કરોડની ફિલ્મ 'કલ્કિ' માટે આનંદ મહિન્દ્રા પાસેથી લંબાવાયો મદદનો હાથ, ખોલી દીધું રિસર્ચ સેન્ટર
અહેવાલ મુજબ આ ફિલ્મમાં આમિર ખાન સાથે બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝા જોવા મળશે. રિપોર્ટ્સનું માનવામાં આવે તો આ ફિલ્મ ક્રિસમસની આસપાસ રિલીઝ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.