બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / A youth from Rajasthan raped a Dalit woman and burnt her alive

હેવાનિયતની હદ / ઘરમાં ઘૂસીને કર્યો બળાત્કાર, બાદમાં જીવતી સળગાવી... દલિત મહિલા સાથે હેવાનિયત, આખા રાજસ્થાનમાં ફૂટ્યો આક્રોશ

Dinesh

Last Updated: 03:01 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના એક યુવકે દલિત મહિલા પર દુષ્કર્મ આચરી જીવતી સળગાવી હતી જે ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.

  • યુવકે દલિત મહિલા પર દુષ્ક્રર્મ આચરી સળગાવી દીધી
  • ભાજપે તેને ગેહલોત સરકારની નિષ્ફળતા ગણાવી 
  • રાષ્ટ્રીય મહિલા આયોગે રાજસ્થાનના ડીજીપીને પત્ર લખ્યો


રાજસ્થાનના બાડમેરમાં એક દલિત મહિલા પર દુષ્ક્રર્મ આચરી તેના પર એસિડ નાખીને સળગાવી દેવાના મામલામાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ પર નિશાન સાધતા ભાજપે તેને ગેહલોત સરકારની નિષ્ફળતા ગણાવી છે. આ મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગે રાજસ્થાનના ડીજીપીને પત્ર લખીને નિયત સમયમાં તપાસ પૂર્ણ કરવા જણાવ્યું છે. બાડમેરમાં એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને એક દલિત મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો હતો.

6 એપ્રિલે રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાલોત્રા નગરની 45 વર્ષીય દલિત મહિલા પર તેના પાડોશી દ્વારા કથિત રીતે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. બાદમાં એસિડ નાખીને આગમાં હોમી દીધી હતી. જેમાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોધપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.

પોલીસે શું કહ્યું?
પોલીસના જણાવ્યા અનુસાર, આ મુદ્દે કરવામાં આવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે, 30 વર્ષીય શકૂર ખાન ગુરુવારે બપોરે 1 વાગ્યે મહિલાના ઘરમાં ઘૂસી ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો. ઘટના બાદ આરોપીએ મહિલા પર એસિડ નાંખી આગ લગાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ પછી મોટો અવાજ થતાં આસપાસની મહિલાઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. મહિલાઓ અને અન્ય લોકોએ આગ બુઝાવી હતી પરંતુ ત્યાં સુધીમાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેમને પહેલા બાડમેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં જોધપુર રેફર કરવામાં આવ્યા હતા જ્યાં શનિવારે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું.

મહિલાના સંબંધીઓનો આરોપ
મહિલાના સંબંધીઓનો આરોપ છે કે, પોલીસે શરૂઆતમાં કેસ નોંધવામાં આનાકાની કરી હતી. આ મામલે દલિત સમાજના લોકોએ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી પર શરૂઆતમાં કલમ 376, 326, 450 અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ પછી એફઆઈઆરમાં કલમ 302 ઉમેરવામાં આવી હતી.

વિરોધ કરાયો હતો
ઘટના બાદ પરિજનોએ મૃતદેહને 18 કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલના શબઘર બહાર રાખીને ધરણા કર્યા હતા. તેમની માંગણી હતી કે પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર, સરકારી નોકરી અને આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ માંગણીઓ પૂર્ણ કરવાની ખાતરી મળતાં વિરોધનો અંત આવ્યો હતો. જોધપુર હોસ્પિટલના શબઘરમાંથી મૃતદેહને મહિલાના વતનના ગામમાં લાવવામાં આવ્યો છે. પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાજસ્થાનનું રાજકારણ ગરમાયો 
તમને જણાવી દઈએ કે એક તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસ પર આક્રમક દેખાઈ રહ્યાં છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વીટ કરીને કહ્યું કે, બાલોત્રામાં એક દલિત મહિલા પર બળાત્કાર અને તેને એસિડથી સળગાવીને તેની હત્યાએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે રાજસ્થાનમાં હવે કોઈ સુરક્ષિત નથી. દલિતો અને મહિલાઓ બિલકુલ સુરક્ષિત નથી. તેમણે લખ્યું, માનવતાને શરમાવે તેવા આ મામલાને દબાવવો રાજસ્થાન સરકારનું નિંદનીય અને અસંવેદનશીલ વલણ છે. દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

રાજેન્દ્ર રાઠોડે ટ્વીટ કર્યું
બીજી તરફ વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે ટ્વીટ કર્યું કે, બાલોત્રામાં એક પરિણીત મહિલા પર બળાત્કાર અને જ્વલનશીલ સામગ્રીથી સળગાવી દેવાની અને પછી હોસ્પિટલની બહાર પોલીસ દ્વારા લોકો સાથે દુર્વ્યવહાર કરવાની ઘૃણાસ્પદ ઘટના સરકાર પર એક ધબ્બો છે. ફરજિયાત અને ઓનલાઈન FIR નોંધણીનો દાવો કરતી ગેહલોત સરકારનો અસલી ચહેરો

ગજેન્દ્ર સિંહ શેખાવત શું કહ્યું
કેબિનેટ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને કોંગ્રેસના બાલોત્રાના ધારાસભ્ય મદન પ્રજાપત વચ્ચે પણ શબ્દ યુદ્ધ છેડાયું છે. શેખાવતે ટ્વીટ કર્યું, 'બાલોત્રા ન્યાયની માંગ કરી રહ્યા છે, સરકાર ચુપ છે. કોંગ્રેસે રાજસ્થાનમાં ગુનાખોરી અટકાવી નથી, ઉલટું કાયદો અને વ્યવસ્થાને ખાડામાં નાખી દીધી છે. જે સરકારના મંત્રી મહિલાઓની ઈજ્જત લૂંટનારાઓમાં મર્દાનગી જુએ છે, શું તે પ્રજાની અદાલતમાં ગુનેગાર નથી?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ