બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / સુરત / વડોદરા / A young man was burnt while performing a stunt at a Janmashtami event in Surat

જોખમી સ્ટંટ / ઉજવણીના ઉત્સાહમાં અતિરેક.! ફટાકડાને સળગાવી દોડતા યુવાને લોકોને ડરાવ્યા, આગ ઓકતાં યુવાનને જ્વાળા મોઢા પર લાગી

Dinesh

Last Updated: 08:06 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં જન્માષ્ટમીના કાર્યક્રમમાં સ્ટંટ કરતા સમયે યુવાન દાઝી ગયો હતો, યુવાને મોઢામાં જ્વલનશીલ પ્રવાહી નાખીને આગ ઓકતાં આગની જ્વાળા મોઢા પર લાગી હતી

  • કૃષ્ણ જન્મોત્સવમાં યુવકો ભાન ભૂલ્યા 
  • જોખમી રીતે ફટાકડા ફોડતા લોકોમાં ભય
  • સુરતમાં આગ ઓકતાં જ્વાળા મોઢા પર લાગી


રાજ્યમાં ગુરૂવારે જન્માષ્ટમીની ધામઘૂમપુર્વક ઉજવણી કરવામાં આવી છે. જો કે રાજ્યમાંથી અનેક સ્થળોએ ઉજવણીમાં અતિરેક કરી પોતાની જાત અને બીજા લોકો માટે ભય સર્જતા લોકોના દ્રશ્યો સામે આવ્યા છે. ઉજવણીમાં અતિરેકની એક તસવીર વડોદરામાંથી સામે આવી જ્યાં જન્માષ્ટમીની ઉજવણીને દરમિયાન યુવકે જોખમી રીતે ફટાકડા ફોડતા ઉપસ્થિત લોકોમાં ભય ફેલાયો હતો. તો બીજી તરફ સુરતમાં જન્માષ્ટમીના કાર્યક્રમમાં સ્ટંટ કરતા સમયે યુવાન દાઝી ગયો હતો.

જોખમી રીતે ફટાકડા ફોડ્યા
વડોદરામાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન યુવકો ભાન ભૂલ્યા છે. જોખમી રીતે ફટાકડા ફોડતા લોકોમાં ભય ફેલાયો હતો. હાથમાં ફટાકડા લઇ દોડતા યુવકથી લોકોમાં ફફડી ઉઠ્યા હતાં. જોખમી રીતે ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. યુવાનની હરકતથી વિસ્તારમાં આગ લાગવાની પણ શક્યતા હતી.

સ્ટંટ કરતા સમયે યુવાન દાઝી ગયો
બીજી બાજુ સુરતમાં જન્માષ્ટમીના કાર્યક્રમમાં સ્ટંટ કરતા સમયે યુવાન દાઝી ગયો હતો. યુવાને મોઢામાં જ્વલનશીલ પ્રવાહી નાખીને આગ ઓકતાં આગની જ્વાળા મોઢા પર લાગી હતી. જો કે સદનસીબે યુવાનને કોઇ ગંભીર ઇજા થઇ ન હતી. અનેક વખત ઉજવણીના આવેશમાં અતિરેક કરતાં યુવાનો મોટા અકસ્માત નોતરી દેતાં હોય છે. તેવામાં સંયમ રાખી અન્યો માટે જોખમ ન સર્જાય તે રીતે ઉજવણી કરવાની આવા યુવાનોને લોકોએ ટકોર કરવામાં આવી હતી.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ