બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / A year has passed since the second tenure of the Bhupendra Patel government in the state

મહામંથન / ભૂપેન્દ્ર સરકાર 2.0: બીજો કાર્યકાળના એક વર્ષના સમયગાળામાં ગુજરાત કેટલું બદલાયું?

Dinesh

Last Updated: 09:14 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળને એક વર્ષનો સમય વીતી ગયો છે. 2022માં રાજ્યની જનતાએ ભાજપ સરકારને ખોબલે-ખોબલે મત આપ્યા અને અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે

  • ભૂપેન્દ્ર પટેલની સરકારનો બીજો કાર્યકાળ
  • મૃદુ અને મિલનસાર વ્યક્તિત્વ એટલે ભૂપેન્દ્ર પટેલ
  • `બીપરજોય'માં જાનહાની ટાળવી, મોટી સફળતા


આપણી પરિવાર વ્યવસ્થામાં એવું બનતું હોય છે કે દિકરાઓને તેના પિતા કરતા દાદા વધારે વ્હાલા હોય અને વધારે પોતીકા લાગે. આપણા ગુજરાતની જનતાને પણ દાદા પોતીકા લાગે છે. અહીં દાદા એટલું બીજુ કોઈ નહીં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળને એક વર્ષનો સમય વીતી ગયો છે. 2022માં રાજ્યની જનતાએ ભાજપ સરકારને ખોબલે-ખોબલે મત આપ્યા અને અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા. 2022માં ભૂપેન્દ્ર સરકારે અગાઉની કોંગ્રેસની સરકારના 149 બેઠકોના રેકોર્ડને પણ તોડી નાંખ્યો અને 156 બેઠકો સાથે કલ્પનાતીત જીત મેળવી. આટલી જંગી જીત છતા પણ સરકાર તરફથી અપેક્ષીત સક્રિયતા યથાવત છે અને જોતજોતામાં વર્તમાન સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ થઈ ચુક્યું છે. સાવ એવું પણ નથી કે સરકારના બીજા કાર્યકાળમાં પડકારો નથી આવ્યા પરંતુ દરેક પડકારને સામાજિક, રાજકીય કે કૂટનૈતિક પ્રયાસથી સરકારે અવસરમાં બદલ્યા છે. સાવ નાનકડું ઉદાહરણ આપીએ તો ગુજરાતે વાવાઝોડાનો કહેર કે તેનાથી થતું નુકસાન નથી જોયું એવું સહેજ પણ નથી, પરંતુ તાજેતરના બીપરજોય વાવાઝોડા પહેલા સરકારે જે અગમચેતી દાખવીને ઝીરો કેઝ્યુઅલ્ટીનો અપ્રોચ કર્યો અને તેમા જે સફળતા મળી તે જ મક્કમતાને લોકો મનોમન ચાહે છે. સિક્કાની બીજી દુખદ બાજુ એ પણ છે કે જે પ્રજાલક્ષી મુદ્દાને જોરશોરથી ઉઠાવવા જોઈએ તે ઉઠાવવામાં દૂર-દૂર સુધી વિપક્ષ ક્યાંય નજરે પડતો નથી તેવું ચિત્ર લોકોના મનમાં ઉપસી ચુક્યું છે. સરકારના બીજા કાર્યકાળના એક વર્ષના સમયગાળામાં ગુજરાત કેટલું બદલાયું. પડકારને પ્રયાસથી પરાસ્ત કરવાનો સરકારનો મંત્ર વધુ ને વધુ દ્રઢ કેમ થતો જાય છે. સરકારના એક વર્ષના કાર્યકાળની ફળશ્રુતિ શું છે

આજની ચર્ચા કેમ?
ભૂપેન્દ્ર પટેલની સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે બીજા કાર્યકાળમાં ઐતિહાસિક જીત મેળવી છે. ગુજરાતમાં ભાજપને ક્યારેય ન મળી હોય એટલી બેઠક મળી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રેકર્ડબ્રેક જીત થઈ છે. બીજા કાર્યકાળમાં સરકાર સતત સક્રિય તેમજ સરકારના બીજા કાર્યકાળના એક વર્ષની ફળશ્રુતિ શું?

બીજા કાર્યકાળના મહત્વના મુદ્દા
સુશાસન
વાયબ્રન્ટ સમિટ
રાજ્યમાં G-20 બેઠકોનું સફળ આયોજન
શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ
કૃષિ અને પશુપાલન
વંચિતોનો વિકાસ
મહિલા સશક્તિકરણ
આરોગ્ય
યુવા વિકાસ
જનસુરક્ષા
શહેરી અને ગ્રામીણ વિકાસ
જળસંચય
ગ્રીન ગ્રોથ
પ્રવાસન

આ ઉપલબ્ધિને વખાણવી જ રહી
ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે યુનેસ્કોએ સ્થાન આપ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% OBC અનામત લાગુ કર્યું તેમજ બીપરજોય વાવાઝોડા સમયે ઝીરો કેઝ્યુઅલ્ટી અપ્રોચથી મોટું નુકસાન ટળ્યું છે. અનાજ ચોરી કે ગેરરિતી અટકાવવા SITની રચના અને 
વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ તેમજ રોજગારવાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત દેશમાં પ્રથમ. 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે બજેટની ફાળવણી કરી છે તેમજ ગુજરાતમાં રવી કૃષિ મહોત્સવની શરૂઆત તેમજ રાજ્યમાં 200થી વધુ યોજનાઓ મહિલાલક્ષી અને શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરી છે. PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને 10 લાખ સુધીનું વીમા કવચ અને ગુજરાત સહિત દેશમાં ડ્રગ્સને દાખલ થતું અટકાવ્યું છે. ભરતી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા કડક કાયદો અને ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવતો કાયદો તેમજ વ્યાજખોરીને ડામવા 4000 જેટલા લોકદરબારનું આયોજન છે. 92 લાખ જેટલા નવા નળ કનેકશન અને રિન્યુએબલ પોલિસી 2023ની જાહેરાત. ધોરડોને UN તરફથી વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું સન્માન

સરકાર ઉપર વિશ્વાસ કેમ?
ભૂપેન્દ્ર પટેલની સ્વચ્છ છબી
ભૂપેન્દ્ર પટેલ જાહેર જીવનમાં નિર્વિવાદીત વ્યક્તિત્વ
લોકોના મનમાં ડબલ એન્જિન સરકાર ઉપર દ્રઢ વિશ્વાસ
ઘટના બને કે તરત જ એકશન લેવાની નીતિ
સંભવિત દુર્ઘટનાની અસર ખાળવા પૂર્વતૈયારીનો અભિગમ
શહેરી કે ગ્રામીણ બંને વિસ્તારને સ્પર્શતા મુદ્દા ઉકેલવાની સૂઝ
અન્ય રાજ્ય કરતા ગુજરાત સલામત છે તેવો અનુભવ
રોજગારીના સર્જનમાં ગુજરાત દેશમાં અવ્વલ
વિપક્ષ મુદ્દાવિહીન અને દિશાવિહીન
સરકાર વિરોધી મુદ્દા ઉઠાવવામાં પણ વિપક્ષ નિષ્ફળ
નિસ્તેજ વિપક્ષ ઉપર લોકોને નથી ભરોસો

સંકળાયેલા મુદ્દાઓ

Vtv Exclusive એક વર્ષની ફળશ્રૃતિ ભૂપેન્દ્ર પટેલની સરકાર ભૂપેન્દ્ર સરકાર 2.0 મહામંથન મોટી સફળતા સરકારનો બીજો કાર્યકાળ Bhupendra Sarkar 2.0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ