બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A shocking revelation in the death of a student of Vadsma Pharmacy College

મહેસાણા / વડસ્માની ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીના મોત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, સાથે અભ્યાસ કરનાર જ નીકળ્યો હત્યારો

Malay

Last Updated: 10:10 AM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana news: વડસ્માની કોલેજની વિદ્યાર્થિનીના હત્યાનું રહસ્ય ઉકેલાયું છે. કોલેજમાં સાથે અભ્યાસ કરતા પ્રણવ નામના વિદ્યાર્થીએ કરી વિદ્યાર્થિનીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

 

  • મહેસાણામાં વિદ્યાર્થિનીના મૃત્યુ મામલે ખુલાસો
  • સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી હત્યા
  • પ્રણવ નામના વિદ્યાર્થીએ કરી હત્યા

મહેસાણાના વડસ્માની કોલેજમાં વિદ્યાર્થિનીના મૃત્યુ મામલે ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,  સાથે અભ્યાસ કરતા પ્રણવ નામના વિદ્યાર્થીએ કરી વિદ્યાર્થિનીની હત્યા કરી હતી. પ્રેમ સંબધ રાખવા દબાણ કરી લેબોરેટરીમાં વિદ્યાર્થિનીની હત્યા કરી આરોપી વિદ્યાર્થી ફરાર થઈ ગયો હતો. પોલીસે પ્રણવ ગાવિત નામના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

શું છે સમગ્ર મામલો?
વલસાડના ઉમરગામ તાલુકાના કછી ગામની તિતિક્ષા પટેલ (ઉં.વ 21) વડસ્મા નજીક આવેલી શ્રી સત્સંગી સાકેતધામ રામઆશ્રમ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. આ યુવતી થોડા દિવસો પહેલા કોલેજમાંથી ગુમ થઈ ગઈ હતી. સાથે જ કોલેજનો એક યુવક પણ ગુમ થઈ ગયો હતો. જેની પોલીસ તપાસ કરી રહી હતી.

મહેસાણાના વડસ્મા કોલેજની ગુમ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળતા હડકંપ, PSIએ કારણ  આપ્યું 'પ્રેમપ્રકરણ' | The body of the missing student of Vadsma College in  Mehsana has been found

લેબોરેટરી બિલ્ડીંગમાંથી મળ્યો હતો મૃતદેહ
ત્યારે કોલેજના નવા બની રહેલા લેબોરેટરી બિલ્ડીંગમાંથી બે દિવસ અગાઉ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોક્ટરોની મદદથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

પ્રેમ પ્રકરણમાં બનાવ બન્યો હોવાનું અનુમાન
મૃતદેહ મળવા મામલે લાંઘણજના PSI આર.જી.ચૌધરીએ જણાવ્યું હતું કે, મૃતદેહ મળવા પાછળ અત્યારે પ્રેમ-પ્રકરણ જણાઈ રહ્યું છે. વિદ્યાર્થિની સાથે અભ્યાસ કરનારો યુવક ફરાર છે. અત્યારે યુવકની શોધખોળ ચાલી રહી છે. ટૂંક સમયમાં ઘટનાનો ભેદ ઉકેલાઈ જશે.

પ્રણવ નામનો વિદ્યાર્થી ગુમ
તિતિક્ષાનો મૃતદેહ મળ્યો ત્યારથી તેની સાથે અભ્યાસ કરતો પ્રણવ નામનો વિદ્યાર્થી ગુમ હતો જેને શોધવા પોલીસે તપાસ કરી હતી. જોકે, મૃતક તિતિક્ષા અને જેના પર આક્ષેપ થઈ રહ્યા છે તે પ્રણવ નામનો વિદ્યાર્થી વલસાડ જિલ્લાના જ રહેવાસી છે અને બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રણવે જ તિતિક્ષાની હત્યા કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ