બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / A rain system active in Rajasthan, know Met department forecast, big decision for retired sportspersons

2 મિનિટ 12 ખબર / રાજસ્થાનમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગની જાણો શું આગાહી, નિવૃત રમતવીરો માટે મોટો નિર્ણય, હોકીમાં ટીમ ઈન્ડિયાની ધમાલ

Dinesh

Last Updated: 07:23 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, હાલની સ્થિતિએ માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિએ માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં એકથી બે સ્થળે જ ભારે વરસાદી ઝાપટું પડી શકે છે. ઉપરાંત અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે.

રાજ્યમાં નિવૃત્ત રમતવીરોને લઈ રાજ્ય સરકારે પેન્શનને લઈ મોટો નિર્ણય લીધો છે. રાજ્યના નિવૃત રમતવીરોને રાજ્ય સરકાર દર મહિને રૂપિયા 3 હજારનો પેન્શન આપશે. જેના લાભ લેવા માટે રમતવીરોએ અરજી કરવાની રહેશે તેમજ રમતગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે મેડલ જીત્યો હોય તેમને પણ પેન્શન આપવામાં આવશે. રાજ્ય સરકારના આ મહત્વદાયી નિર્ણયમાં રાજ્ય તરફથી રમતમાં મોકલવામાં આવ્યા હોય તેવા સભ્યને પણ લાભ આપવામાં આવશે. જે સમગ્ર બાબતને લઈ 7 સભ્યની કમિટીએ પેન્શન આપવા અંગે આખરી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનો રમત ગમત ક્ષેત્ર પ્રોત્સાહન આપવાને લઈ મહત્વદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. 

The state government will give a pension of 3 thousand per month to the retired sportspersons

થોડા દિવસ અગાઉ દિયોદર એક કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણનાં સમર્થક દ્વારા એક ખેડૂત આગેવાન પર હુમલો કર્યો હતો. જે મામલે ખેડૂતો દ્વારા બનાસકાંઠાથી ગાંધીનગર ખાતે ન્યાય યાત્રા શરૂ કરી છે. આ ખે઼ડૂત યાત્રા આજે પાટણનાં હાંસાપુર ખાતે પહોંચી હતી. ગાંધીનગર જઈ ખેડૂતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપશે. આ બાબતે ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે અમારી વેદનાની માંગણી છે. અટલ ભુજલ યોજનાં અંતર્ગત અટલ બિહારી બાજપેયીના નામનો પ્રોગ્રામ ચાલતો હતો અમે હજારો ખેડૂતો ત્યાં ઉપસ્થિત હતા. અમારા પર દિયોદરનાં ધારાસભ્ય કેશાજી ઠાકોરે હુમલો કરાવ્યો છે. અમારૂ અપમાન કરાયું છે. એનાં અનુસંધાને અમે મુખ્યમંત્રીને 18 તારીખે આવેદનપત્ર આપવાનાં છીએ. આખા ગુજરાતનાં ખેડૂતો મારી સાથે જોડાયેલા છે. અમે 10 તારીખે સણાદરથી મા અંબાનાં દર્શન કરી ગાંધીનગર 18 તારીખે પહોંચીશું. અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનાં છીએ કે તાત્કાલિક કેશાજી ઠાકોરનું રાજીનામું લે. ત્યારે સરકાર જો 18 તારીખ પહેલા રાજીનામું નહી લે તો સમગ્ર ગુજરાતનાં ખેડૂતોનું અમને સમર્થન છે.

Farmers Justice Yatra, which started from Banaskantha, reached Patan, demanding the resignation of MLA Keshaji Chauhan.

આણંદ ન્યૂઝઃ આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવીના સસ્પેન્શન બાદ તપાસનો ધમધમાટ શરુ થયો છે. CMOમાંથી દરેકનો રિવ્યૂ કર્યા બાદ ડી.એસ.ગઢવી અને GAS કેતકી વ્યાસના તમામ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે.  હવે કેતકી વ્યાસની બદલી થયા બાદ થયેલા તમામ ટ્રાન્સફર ઓર્ડરને ફરી બદલવામાં આવશે. તો 15 ઓગસ્ટ બાદ તોમર તપાસ સમિતિ આણંદ જઈ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરશે. ડી.એસ.ગઢવી અને RAC કેતકી વ્યાસના તમામ સ્ટાફને પણ છૂટો કરી દેવાયો છે. CMOમાંથી દરેકનો રિવ્યૂ કરી સફાયો કરવા આદેશ છૂટ્યા છે. 

Big action on Anand Collector suspended issue: DS Gadhvi from CMO, Ketki Vyas all staff fired

મહિપાલસિંહના ઘરે બાળકીનો જન્મઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શુક્રવાર (04 ઓગસ્ટ)એ આતંકીઓનો સામનો કરતા વીરગતિ પામેલા જવાન મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો છે. મહિપાલસિંહ વાળાના પત્નીએ ગઈકાલે શુક્રવાર (11 ઓગસ્ટ)એ બાળકીને જન્મ આપ્યો છે. પરિવારે શહીદ મહિપાલસિંહ વાળાની દીકરીનું નામ વિરલબા પાડ્યું છે.આતંકવાદીઓ સામે ઝઝૂમી વીરગતિ પામનારા જવાન મહિપાલસિંહના પત્ની વર્ષાબાને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં શુક્રવારે સાંજે તેમણે દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીનો જન્મ થયા બાદ વર્ષાબાએ સૌથી પહેલા શહીદ પતિના કપડાને સ્પર્શ કર્યા હતા, જે બાદ તેઓએ રડતી આંખે દીકરીને હાથમાં લીધી હતી. આ સમયે આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો. આ દરમિયાન પરિવારે ભીની આંખે કહ્યું હતું કે, 'દીકરીના મોટી થયા બાદ તેને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો તેને અમે ડિફેન્સમાં મોકલીશું.'

Martyr Jawan Mahipal Sinh vala's wife gave birth to a daughter

દ્વારકાના કલ્યાણપુરમાં રાણા ગામના આચાર્ય અને તલાટીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તલાટી રાષ્ટ્રધ્વજના 25-25 રૂપિયા લેખે ઉઘરાણી કરતા હોવાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરાયો છે. તલાટી સુરેશ પટેલે આચાર્યને રાષ્ટ્રધ્વજ ખરીદવા દબાણ કર્યાનો પણ આરોપ છે. તલાટી સુરેશ પટેલ અને આચાર્ય પ્રવીણ ગુજીયા વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં તલાટી કોલ કરી આચાર્યને જણાવે છે કે, 15મી આગસ્ટનો કાર્યક્રમ અને મેરા દેશ મેરી મીઠ્ઠિનો કાર્યક્રમ પણ તાલુકા શાળામાં રાખવાનો છે. વધુમાં કહે છે તે, ધ્વજ કાલે પંચાયતમાંથી આપવા આવશે. તેમજ તમારી શાળામાં 6 સરકારી કર્મચારીનો સ્ટાફ છે. તે પ્રમાણે એક સરકારી કર્મચારી દીઠ 10 ધ્વજ ફાળવ્યા છે. 

The alleged audio clip of Talati and principal of Ran village in Dwarka goes viral

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે 5 તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે. પહાડ પરથી થયેલા ભૂસ્ખલનમાં દટાયેલી સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા છે. આ તમામ 5 મૃતકોમાંથી 3 અમદાવાદના મણિનગરના અને એક મહેમદાબાદના હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાખંડમાં રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનથી જીગર મોદી, મહેશ દેસાઈ, દિવ્યેશ પારેખ, મનિષકુમારનું મૃત્યુ થયું છે. જ્યારે હરિદ્વારના મિન્ટુ કુમારનું નિધન થયું છે. પોલીસે આ દુર્ઘટનાને લઈને જણાવ્યું કે, ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થતાં એક કાર દટાઈ હતી, આ કારમાં સવાર પાંચ તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગાડીમાં સવાર શ્રદ્ધાળુઓ હરિદ્વારથી કેદારનાથ જઈ રહ્યા હતા, ત્યારે ભૂસ્ખલન થયું અને પથ્થરો વાહન પર પડ્યા. જણાવવામાં આવી રહ્યું છે

uttarakhand s rudraprayag landslide debris falls on car 5 pilgrims killed

ભારતીય હોકી ટીમ ચોથી વખત એશિયન ચેમ્પિયન બની ગઈ છે. ચેન્નાઈમાં ભારત અને મલેશિયા વચ્ચે રોમાંચક ફાઇનલ મેચ યોજાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને 4-3થી હરાવ્યું છે. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ આખી ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વિના જબરદસ્ત ખિતાબ જીત્યો છે. સ્ટાર ખેલાડી હાર્દિકસિંહના પહેલા અને છેલ્લા ગોલે જીત પાક્કી કરતા ભારતીય ટીમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.હોકીમાં ભારતને મળેલ સફળતાની વાત કરવામાં આવે તો ઈન્ડિયાએ આ અગાઉ 2018માં જીતનો તાજ પહેર્યો હતો. હરમનપ્રીત સિંહના નેતુત્વ વાળી ટીમ ઇન્ડિયાએ આખી ટુર્નામેન્ટમાં 7 મેચ રમી અને 6માં જીત હાંસલ કરી છે. 

The Indian hockey team became the Asian champion for the fourth time

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હસ્તકની નેશનલ મેડિકલ કાઉન્સિલે દર્દીઓના હિતમાં એક મહત્વનો નિયમ બનાવ્યો છે. મેડિકલ કાઉન્સિલના નવા નિયમ અનુસાર, દેશભરના તમામ ડોક્ટરોએ દર્દીઓને જેનરિક દવાઓ લખી આપવી પડશે અને જો તેઓ આવું નહીં કરે તો તેમને દંડ ફટકારવામાં આવશે અને તેમનું લાઈસન્સ પણ કેન્સલ થઈ શકે છે. તે ઉપરાંત કાઉન્સિલે ડોક્ટરોએ મોંઘી અને બ્રાન્ડેડ દવાઓ પણ ન લખવાનો આદેશ આપ્યો છે. 2 ઓગસ્ટના દિવસે કાઉન્સિલે આ નિયમ જાહેર કર્યો હતો પરંતુ હવે તેની જાણકારી આપવામાં આવી છે. નવા નિયમમાં જણાવાયું છે કે દરેક આરએમપી (રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર)એ સ્પષ્ટ રીતે લખેલા સામાન્ય નામોનો ઉપયોગ કરીને દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવી જોઈએ.

All doctors must prescribe generic drugs, failing which they will be penalised, says NMC new regulation

આ વર્ષનાં અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે. ત્યારે આજે PM મોદીએ મધ્યપ્રદેશનાં સાગર જિલ્લામાં કવિ અને સમાજ સુધારક સંત રવિદાસને સમર્પિત મંદિર-સહ-સ્મારકની આધારશિલા મૂકી. જનસંબોધન દરમિયાન તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યાં.PM મોદીએ કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે," પહેલાની સરકારમાં જે યોજનાઓ આવતી હતી તે ચૂંટણીનાં વાતાવરણનાં હિસાબે લાવવામાં આવતી હતી પરંતુ અમારી વિચારસરણી છે કે અમે મહિલા, દલિત અને આદિવાસીઓ સાથે હંમેશા ઊભા રહીએ." તેમણે કહ્યું કે," કોવિડ મહામારી દરમિયાન મેં નક્કી કર્યું હતું કે ગરીબોને ભૂખ્યા નહીં સૂવા દઉં. તમારી પીડા સમજવા માટે મને પુસ્તકો શોધવાની જરૂર નથી. અમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી જેમાં 80 કરોડથી વધારે લોકોને મફતમાં રાશનની સુવિધા ફાળવવામાં આવી હતી. આજે સમગ્ર દુનિયા આપણાં કામનાં વખાણ કરે છે."

Madhya Pradesh: PM Modi during inauguration of saint ramdas smarak said we are always in support of ladies, dalits,tribals

સોશિયલ મીડિયાના જમાનામાં ફેક ન્યૂઝ સૌથી ઝડપથી ફેલાઈ જતા હોય છે અને તેને કારણે ખૂબ ખરાબ અસર પડતી હોય છે. આવું થતું અટકાવવા માટે સરકારે કમર કસી છે અને ફેક ન્યૂઝ ફેલાતા અટકાવવા એક ખાસ કાયદો બનાવાની તૈયારી ચાલી રહી છે. હવે ફેક ન્યૂઝ ફેલાવનારની ખૈર નથી. તાજેતરમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલા નવા બિલના કારણે ફેક ન્યૂઝ ફેલાવનારા લોકો માટે કડક જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં ઈન્ડિયન કોડ ઓફ જસ્ટિસ બિલ 2023 રજૂ કર્યું હતું. આ બીલને સમિક્ષા માટે સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું છે. આ બીલની કલમ 195 હેઠળ એક જોગવાઈ છે, જે ભારતની સાર્વભૌમત્વ અને સુરક્ષાને જોખમમાં મૂકતા "બનાવટી સમાચાર અથવા ગેરમાર્ગે દોરતી માહિતી" ફેલાવનારાઓ સાથે સંબંધિત છે. આવું કરનારને ત્રણ વર્ષ સુધીની કેદની સજા થશે.

3 Years Jail For Spreading Fake News, Says Proposed Criminal Bill

Virat Kohli on Social Media Earnings: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ઈન્સ્ટાગ્રામ કમાણી વિશેની માહિતી સંપૂર્ણપણે નકલી હોવાનું બહાર આવ્યું છે. વાત એમ છે કે  શુક્રવારે ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કિંગ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 11.45 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સમાચાર વાયરલ થયાના એક દિવસ બાદ વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આ અહેવાલને ખોટો ગણાવ્યો છે. કોહલીએ શનિવારે એક ટ્વિટમાં કહ્યું હતું કે જીવનમાં મને જે પણ મળ્યું છે તેનો હું આભારી અને ઋણી છું, પરંતુ મારી કમાણી અંગે સોશિયલ મીડિયા પર ફરતા સમાચાર સાચા નથી.

 Earning crores from one post Virat Kohli's clarification came on viral news, see

 

 

 

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ