બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / A permanent solution to the traffic problem that is bothering Ahmedabadites like an eyeball

સુવિધા / અમદાવાદીઓને આંખના કણાની જેમ ખૂંચતી ટ્રાફિકની સમસ્યાનો ટકાટક ઉકેલ, તમારા ફોનમાં મળશે અપ ટુ ડેટ માહિતી, જુઓ કેવી રીતે

Vishal Khamar

Last Updated: 05:15 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદીઓ એ હવે વાહન પાર્કિંગ કરવાની મથામણ નહિ કરવી પડે ..શહેર ના કોઈ પણ વિસ્તાર માં વાહન પાર્ક કરવું હસે તો amc ની એપ પર જ નજીક ની પાર્કિંગ સ્ટેશન બતાવી દેશે ...

  • અમદાવાદમાં પાર્કિંગની સમસ્યાને લઈ મહત્વનો નિર્ણય 
  • અમદાવાદ શહેરમાં AMC સંચાલિત 70 પાર્કિંગ પ્લોટ આવેલા છે
  • AMDA park એપ્લિકેશનમાં પાર્કિંગ અંગેની માહિતી મળશે

અમદાવાદ માં દિવસે ને દિવસે ટ્રાફિક ની સાથે વાહન પાર્ક ની સમસ્યા વધી રહી છે ..વાહન ચાલકો એ ક્યાંક શોપિંગ કરવા કે ઓફિસ ના કામે જવું હોય અને વાહન પાર્ક કરવું હોય તો પાર્કિંગ નથી મળતું ..પરંતુ હવે નાગરિકોની સમસ્યા નું નિવારણ આવી ગયું છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત પાર્કિંગ પ્લોટ ની નાગરિકો ઉપયોગ કરી શકે તે માટે AMDA park એપ્લિકેશન પર તમામ માહિતી મુકવામાં આવશે જેથી નાગરિકો શહેર ના તમામ વોર્ડ માં વાહન પાર્ક કરી શક્શે ..

પાર્કિંગની સુવિધા

અમદાવાદ શહેરમાં કોર્પોરેશનનાં 70 જેટલા પાર્કિંગ આવેલા છે
આ બાબતે AMC નાં ટાઉન પ્લાનીંગ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનનાં 70 જેટલા પાર્કિંગ આવેલા છે.  કોર્પોરેશનની વેબસાઈટ પર પણ કઈ જગ્યાએ કેટલા પાર્કિગ આવેલા છે. તેની તમામ વિગત આ એપ્લીકેશનમાં જોવા મળશે. તેમજ મેટ્રો, બીઆરટીએસ તેમજ એએમટીએસ દ્વારા મુસાફરી કરતા લોકો પણ એપના માધ્યમથી પાર્કિંગ વિશે જાણી શકશે. 

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારો માં 70 થી વધુ પાર્કિંગ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ..જેમાં બ્રિજ નીચે અને ખાલી પડેલા પ્લોટ માં આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તો સી જી રોડ પર સ્ટ્રીટ સાઈટ પે એન્ડ પાર્ક છે ..એપ્લિકેશન માં લોકેશન નાખતા જ નજીક નું પાર્કિંગ સ્ટેશન બતાવશે જેથી સરડતા થી વાહન પાર્ક થઈ શકે ..

એપ્લીકેશનમાં પાર્કિંગ પોઈન્ટ દેખાડશે

વાહનોનાં ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટે કવાયત
અમદાવાદમાં પાર્કિંગની વાત કરીએ તો મલ્ટિ લેવલ પાર્કિંગ તેમજ મ્યુનિ. પ્લોટમાં પાર્કિંગ જેવી ઓફલાઈન પાર્કિંગની સુવિધાની સાથે-સાથે તંત્રે ઓનસ્ટ્રીટ પાર્કિંગનો નવો અભિગમ અપનાવ્યો છે, જે અંતર્ગત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા ટોરેન્ટ ક્રોસિંગથી સરખેજ-વિશાલા હાઇવે ક્રોસ રોડ સુધી વાહનોનાં ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. 
વાહનોનાં ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટે કવાયત
અમદાવાદમાં પાર્કિંગની વાત કરીએ તો મલ્ટિ લેવલ પાર્કિંગ તેમજ મ્યુનિ. પ્લોટમાં પાર્કિંગ જેવી ઓફલાઈન પાર્કિંગની સુવિધાની સાથે-સાથે તંત્રે ઓનસ્ટ્રીટ પાર્કિંગનો નવો અભિગમ અપનાવ્યો છે, જે અંતર્ગત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા ટોરેન્ટ ક્રોસિંગથી સરખેજ-વિશાલા હાઇવે ક્રોસ રોડ સુધી વાહનોનાં ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. 

ટ્રાફિક જામની પરિસ્થિતિને હલ કરવા કોર્પોરેશન દ્વારા સુવિધા શરૂ કરાઈ

કયા-કયા ઓનસ્ટ્રીટ પાર્કિંગની કવાયત ? 
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં અતિવ્યસ્ત શ્યામલ ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તા સુધીના રોડની એક બાજુ 38 ટુ વ્હીલર અને 61 ફોર વ્હીલર મળીને કુલ 99 વાહન અને ટીપી સ્કીમ નં. 23+26 હેઠળ સર્કલ પીથી દિવ્ય ભાસ્કર પ્રેસ સુધીના રોડ પર 180 ટુ વ્હીલર અને 93 ફોર વ્હીલર મળીને કુલ 273 વાહન અને ટીપી નં. 85નો 100 ફૂટના રોડ એટલે કે મેડી પ્લસ બિલ્ડિંગથી સવેરા હોટલની બાજુથી પસાર થતા રોડની એક બાજુએ 187 ટુ વ્હીલર અને 38 ફોર વ્હીલર મળીને કુલ રરપ વાહનના ઓનસ્ટ્રીટ પાર્કિંગની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ત્રણેય રોડ પર 405 ટુ વ્હીલર અને 192 ફોર વ્હીલર મળીને કુલ 597 વાહનનો સમાવેશ થાય છે.

વાહન ક્યાં પાર્ક કરવું તે માટે દિશા સૂચક બોર્ડ પણ લગાવેલ છે

પશ્ચિમ ઝોનની વાત કરીએ તો શહેરના સૌથી સમૃદ્ધ આ ઝોનમાં વાહનચાલકોને સી.જી. રોડ પર 830 ટુ વ્હીલર અને 415 ફોર વ્હીલર, માઉન્ટ કાર્મેલથી મીઠાખળી છ રસ્તા પર 228 ટુ વ્હીલર અને 78 ફોર વ્હીલર અને હેપી સ્ટ્રીટ ફરતે 1617 ટુ વ્હીલર અને 294 ફોર વ્હીલરના પાર્કિંગની સુવિધા મળી રહી છે.  હવે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા ટીપી સ્કીમ નં. 84/એના ટોરેન્ટ ક્રોસિંગથી સરખેજ-વિશાલા ક્રોસ રોડ સુધીના 40 મીટરના રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કિંગની સુવિધા વાહનચાલકોને આપવા માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ ઓનસ્ટ્રીટ પાર્કિંગ હેઠળ વાહનચાલકોનાં 216 ટુ વ્હીલર અને 394  ફોર વ્હીલર મળીને કુલ 610 વાહનો રોડ પર પાર્કિંગ કરી શકાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ