બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / A mangalsutra worth one and a half lakhs of gold was swallowed by the buffalo

ભારે કરી / VIDEO : ભેંસ ગળી ગઈ સોનાનું દોઢ લાખનું મંગળસૂત્ર, કેવી રીતે બહાર કઢાયું ખબર છે? જુઓ વાયરલ વીડિયો

Kishor

Last Updated: 09:52 AM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં ભેંસ સોનાનું મંગલસૂત્ર ગળી ગયા બાદ તાત્કાલિક ઓપરેશન કરવાની નોબત આવી હતી.

  • મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો
  • ખેડૂત પત્નીનું મંગલસૂત્ર ગળી ગઇ ભેંસ
  • ભેંસને 60-65 ટાંકા લેવાની નોબત આવી

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ભેંસ દોઢ લાખ રૂપિયાનું મંગલસૂત્ર ઓગળી જતા ખેડૂતના ઘરમાં અંધાધૂંધી મચી ગઈ હતી. ગત રવિવારની આ ઘટના હોવાનું માનવામા આવે છે. વાત એમ છે કે આ વિસ્તારમાં રહેતા રામહરી નામના ખેડૂતની પત્નીએ ન્હાવા ગયા હતા અને તેમણે મંગળસૂત્ર બહાર કાઢ્યું હતું.

પત્નીનું મંગલસૂત્ર ગાયબ 
ખેડૂતના પત્નીએ અજાણતામાં ભૂલથી મંગલસૂત્ર સોયાબીન અને મગફળીના ફોતરાની થાળીમા રાખી દીધું હતું. ત્યારબાદ રામહરિની પત્ની સ્નાન ફરી આવી હતી. પરંતુ પત્નીએ મંગળસૂત્ર ક્યાં રાખ્યું હતું તે પોતે ભૂલી ગઇ હતી. તેણીએ થાળીમાં ફોતરાની થાળી ભેંસને ધરી દીધી હતી. બાદમાં તે પોતાના કામ કરવા લાગી હતી.પછી એકાએક પોતાનું મંગલસૂત્ર ગાયબ થયું હોવાનું જાણ થતા પોતાના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી.

ભેંસને 60-65 ટાંકા લેવાની નોબત આવી
મહિલાને એકાએક યાદ આવ્યું કે તેણે પોતાનું મંગળસૂત્ર એક થાળીમાં મૂક્યું હતું અને તે થાળીનો સામાન તો ભેંસને ખવડાવી દીધો હતો. બાદમાં ઉહાપોહ થઈ ગયો હતો અને મહિલાએ પોતાના પતિને વાત કરતા જ પતિએ સ્થાનિક વેટરનરી ઓફિસર બાલાસાહેબ કૌંદાને જાણ કરી હતી. આથી ડોક્ટર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરતા જ ભેંસના પેટમાં કેટલીક સામગ્રીના સંકેતો મળ્યા હતા. બાદમાં ભેંસના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તાત્કાલિક ભેંસની સર્જરી કરવામાં આવી અને પછી તેના પેટમાંથી મંગળસૂત્ર કાઢવામાં સફળતા મળી હતી. આ ઓપરેશન લગભગ બે કલાક સુધી ચાલ્યું હતું અને બાદમાં ભેંસને 60-65 ટાંકા લેવાની નોબત આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ