બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / A major accident occurred at Delhi airport, an IndiGo plane skidded off the runway during landing

માંડ માંડ બચ્યા / દિલ્હી એરપોર્ટ પર મોટો અકસ્માત થતા થતા રહી ગયો, ઈન્ડિગોનું પ્લેન લેન્ડિંગ વખત ધડામ દઈને રનવે પર અથડાયું, લોકોના શ્વાસ અધ્ધર

Pravin Joshi

Last Updated: 04:41 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના રવિવારે એ સમયે બની જ્યારે પ્લેન કોલકાતાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે ગર્વની વાત છે.

  • દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર અકસ્માત થતા મોટી દુર્ઘટના ટળી 
  • ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે જમીન સાથે અથડાયો
  • આ મામલાને ગંભીરતાથી લેતા ડીજીસીએએ આપ્યા તપાસના આદેશ

દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર અકસ્માત થતા મોટી દુર્ઘટના ટળી હતી. ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે જમીન સાથે અથડાઈ ગયો. આ માહિતી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના રવિવારે એ સમયે બની જ્યારે પ્લેન કોલકાતાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે ગર્વની વાત છે.

india indigo airlines plane takes off after within seconds touching run way  article | અમદાવાદમાં રનવેને અડીને ફરી ઉપડી ગયું વિમાન, 100 યાત્રીઓના જીવ  મુઠ્ઠીમાં આવ્યાં, કેમ આવું ...

એરક્રાફ્ટના પાછળના ભાગનો નીચેનો ભાગ રનવેની સપાટીને અથડાયો 

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનનું કહેવું છે કે ઈન્ડિગો A321-252NX (Neo) એરક્રાફ્ટ VT-IMG એ કોલકાતાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને લેન્ડિંગ સમયે પાછળનો ભાગ જમીન સાથે અથડાઈ ગયો હતો. જણાવવામાં આવ્યું છે કે વિમાનના લેન્ડિંગ દરમિયાન ક્રૂને લાગ્યું કે લેન્ડિંગ દરમિયાન થોડી ગરબડ થઈ છે. આ અંગે ડીજીસીએએ જણાવ્યું કે લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટના પાછળના ભાગનો નીચેનો ભાગ રનવેની સપાટીને સ્પર્શી ગયો અને નુકસાન થયું.

મોટી હોનારત ટળી : બેંગલુરુથી માલદીવ જઈ રહેલી GO FIRST ફ્લાઈટની ઈમરજન્સી  લેન્ડિંગ | go first flight emergency landing at Coimbatore airport all  passenger are safe

તપાસના આદેશ આપવામાં આવ્યા 

આ મામલાને ગંભીરતાથી લેતા ડીજીસીએએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓપરેશનલ ક્રૂને ઓફ-રોસ્ટર કરી દીધા છે એટલે કે એરક્રાફ્ટને ઉડાવવાનું બંધ કરી દીધું છે. DGCAના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પ્લેનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. ઈન્ડિગોએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે, પરંતુ તેણે જણાવ્યું નથી કે આ ફ્લાઈટમાં કેટલા મુસાફરો હતા.

Flight | VTV Gujarati

ખરાબ હવામાનને કારણે ઈન્ડિગો ફ્લાઈટ પાકિસ્તાનમાં પ્રવેશી હતી

હાલમાં જ ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની એક ફ્લાઈટ ડાઈવર્ટ થઈ અને પાકિસ્તાનના લાહોર પહોંચી. તે 30 મિનિટ સુધી પાકિસ્તાનની એરસ્પેસમાં હતી. જોકે બાદમાં ભારત પરત ફર્યા હતા. આ ફ્લાઈટે અમૃતસર એરપોર્ટથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. પરત ફર્યા બાદ ફ્લાઇટનું અમદાવાદમાં સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું. પ્લેન પાકિસ્તાનમાં ઘૂસતાં જ હંગામો મચી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ