બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / ભાવનગર / A historical event that happened 63 years ago: When the Maharaja of Bhavnagar gave a Gir cow to a Brazilian family, today it is on top in the world.

સંસ્મરણો / 63 વર્ષ પહેલા બનેલી એક ઐતિહાસિક ઘટના: જ્યારે ભાવનગરના મહારાજાએ બ્રાઝિલના એક પરિવારને ગીર ગાયનો ખૂટ આપ્યો હતો, આજે વિશ્વમાં અવ્વલ

Vishal Khamar

Last Updated: 10:09 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ વર્ષો પહેલા બ્રાઝિલનાં એક પરિવારને નંદી આપ્યો હતો. આજે બ્રાઝિલનો પરિવાર ભાવનગર ખાતે આવ્યો હતો. જ્યાં બ્રાઝિલનાં પરિવારજનો દ્વારા નિલમબાગ પેલેસ ખાતે રાજવી પરિવારને મળી જૂનાં સંસ્મરણો યાદ કર્યા હતા.

  • ભાવનગરનાં રાજવી પરિવારમાં ઐતિહાસિક ઘટનાની યાદ તાજી થઈ
  • મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બ્રાઝિલના એક પરિવારને ગીર ગાયનો ખૂટ આપ્યો હતો
  • આજે સમગ્ર દુનિયામાં ગીર ગાયની સૌથી વધુ વસ્તી બ્રાઝિલમાં છે

ભાવનગરના રાજવી પરિવાર માં 63 વર્ષ પહેલા બનેલી એક ઐતિહાસિક ઘટનાની યાદ તાજી થવા પામી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બ્રાઝિલના એક પરિવારને ગીર ગાયનો ખૂટ આપવામાં આવ્યો હતો. અને તેના કારણે આજે સમગ્ર દુનિયામાં ગીર ગાયની સૌથી વધુ વસ્તી બ્રાઝિલમાં છે. જે પરિવાર આજે ભાવનગર આવ્યો હતો અને નિલમબાગ પેલેસ ખાતે રાજવી પરિવારને મળ્યો હતો અને જૂના સંસ્મરણો તાજા કર્યા હતા.

ગીર ગાયનો એક ક્રિષ્ણા નામનો ખુટ બ્રાઝિલને આપવામાં આવ્યો હતો

ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ આઝાદ ભારત માટે સૌથી પ્રથમ રજવાડું દેશને સમર્પિત કર્યું હતું. તેના કારણે તેમનું નામ આજે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયુ છે. ભાવનગરના આ રાજવીએ 63 વર્ષ પહેલા તેમની પાસે રહેલી ગીર ગાયનો એક ક્રિષ્ણા નામનો ખુટ બ્રાઝિલને આપવામાં આવ્યો હતો. આ પરિવારે તેની જાળવણી કરી અને ત્યાં ગીર ગાયનું સંવર્ધન થયું. અને આજે બ્રાઝિલમાં ગીર ગાયની સંખ્યા લાખોમાં છે. જે પરિવારમાં આ ખૂંટ આપવામાં આવ્યો હતો. તે પરિવાર ભાવનગર આવ્યો હતો. અને રાજવી પરિવારને મળ્યો હતો. બ્રાઝિલની એક ગીર ગાય દરરોજ નું 60 થી 70 લિટર દૂધ આપે છે. તેમ ત્યાંના પરિવારના ગ્રેબ્રિયલ ગ્રાસિયાએ જણાવ્યું હતું. તેઓ વિશ્વના ૩૦ દેશોમાં abcz નામની સંસ્થા ચલાવે છે. અને ગીર ગાય માટે કામ કરી રહી છે.  

  બ્રાઝિલથી આવેલ પરિવારનું ભાવનગર સ્ટેટ યુવરાજે સ્વાગત કર્યું

બ્રાઝિલથી આ પરિવાર આજે ભાવનગર ખાતે નિલમબાગ પેલેસ ખાતે આવ્યા હતા. જ્યાં ભાવનગર સ્ટેટ યુવરાજ જય વિરરાજસિંહે તેમનું સ્વાગત કર્યું હતું. જય યુવરાજસિંહજીએ જણાવ્યું હતું, કે હું નાનો હતો. ત્યારે મારા પરિવાર સાથે બ્રાઝિલ ગયો હતો. જે મને આજે યાદ છે. તેમને જણાવ્યું હતું કે આપણે ગીર ગાયની સંખ્યા વધારવા અને તેની જાળવણી કઈ રીતે કરવી તે જાણવું જરૂરી છે. જે કામ સરકાર અને જનતાએ કરવું પડશે. 

એક ખુંટના કારણે આજે બ્રાઝીલમાં ફૂડ સિક્યોરિટી વધી

ભાવનગરના રાજવીઓ દીર્ઘ દ્રષ્ટિ વાળા હતા. અને તેમને આપેલા એક ખુંટના કારણે આજે બ્રાઝીલમાં ફૂડ સિક્યોરિટી વધી છે. અને તેની ઈકોનોમી પણ આ ગીર ગાયના કારણે વધી છે. તેમ બ્રાઝીલથી આવેલા આગેવાનોએ જણાવ્યું હતું.

ગીરગાય ની ખાસિયત 

  • ગીર ગાયનું માથું લાબું અને ભરાવદાર હોઈ છે 
  • ગીર ગાય ના કાન લાંબા હોઈ છે અને ગળા નિ બન્ને બાજુ ભેગા થઇ શકે છે 
  • ભારતમાં ગીર ગાય દરરોજ 30  થી 45 લીટર દૂધ આપે છે બ્રાઝીલ માં દરરોજ એક ગાય 70 થી 80 લીટર દૂધ આપે છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ