બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A fire broke out in a flat in Danilimda area of Ahmedabad

ભયનો માહોલ / ફ્લેટમાં આગ લાગી જતાં 15 દિવસની બાળકીનું નિધન: અમદાવાદમાં મોડી રાત્રે અફરાતફરી, 17 લોકો ઘાયલ

Vishal Khamar

Last Updated: 02:48 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારમાં આવેલ ફ્લેટમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આગની ઘટનામાં બાળકી દાઝી જતા બાળકીનું મોત નિપજ્યું હતું.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલ ખ્વાઝા ફ્લેટના એક મકાનમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ થયો હતો. ત્યારે આગની ઘટનામાં 15 દિવસની ઈકરા નામની બાળકીનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં મૃતક બાળકીને બચાવવા જતા માતા પણ દાઝી જતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આગની ઘટનામાં કુલ 17 જેટલા લોકો ઘાયલ થયા હતા. જેઓને તાત્કાલીક સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગ્રેડને થતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. 

ઘાયલોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા
આગની ઘટનામાં 17 જેટલા લોકો ઘાયલ થયા હતા. ત્યારે ઘાયલોને તાત્કાલીક સારવાર અર્થે મણિનગની એલ.જી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે એલ.જી.હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ર્ડા. લીના ડાભીએ જણાવ્યું હતું કે, દાણીલીમડા વિસ્તારમાં આવેલ ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગમાં 15 દિવસનાં બાળકનું મૃત્યું થયું છે. જ્યારે આઠ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ ધુમાડાનાં કારણે અમુક લોકોને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા ઉભી થવા પામી હતી.  જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

સ્થાનિકોને હાલ બિલ્ડીંગમાંથી બહાર કાઢવામાં આવી રહ્યાઃ પોલીસ
આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે, વહેલી સવારે સાડા પાંચ છ વાગ્યાનો બનાવ છે. ત્યારે પ્રાથિક આપ જોઈ શકો છો કે, જ્યાં વીજળીનાં મીટર છે ત્યાંથી આગની શરૂઆત થઈ હતી. ત્યારે આ બાબતે એફએલની ટીમ તેમજ એક્ષ્પર્ટની ટીમને બોલાવવામાં આવશે. જે બાદ જ આગ લાગવાનું કારણ જાણી શકાશે. તેમજ સ્થાનિકોને હાલ બિલ્ડીંગમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. 

ડૉ. શૈલેષ પ્રજાપતિ (RMO,  LG હોસ્પિટલ મણિનગર) 

વધુ વાંચોઃ કંટાળો આવે ત્યારે આ વીડિયો જોઈ લેવો: ભાજપના જ ધારાસભ્યએ હાર્દિક પટેલનો જૂનો વીડિયો વાયરલ કરતાં વિવાદ

આઠ જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યાઃ ડૉ. શૈલેષ પ્રજાપતિ (RMO,  LG હોસ્પિટલ મણિનગર) 
આ બાબતે મણિનગરની એલજી હોસ્પિટલનાં આરએમઓ ર્ડા. શૈલેષ પટેલે જણાવ્યું હતું કે,  દાણીલીમડા ખાતે જે આગની ઘટના બની છે. તેમાં કુલ 17 દર્દીઓ દાઝી ગયા છે. ત્યારે આ તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે. 17 દર્દીઓમાંથી પુખ્તવયનાં જે પુરૂષ કહેવાય તે 4 છે.   તેમજ બાળકોમાં 3 બાળકો છે.  એક 15 દિવસની બાળકી છે તે આખા શરીરે દાઝી જતા તેનું મોત નિપજ્યું હતું. આઠ જેટલા લોકો દાઝ્યા હોવાથી સારવાર હેઠળ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ