બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / A few rooting process changes can get rid of the headaches.
Last Updated: 05:19 PM, 1 January 2024
ADVERTISEMENT
આપણે સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે આપણે એવુ જ ઈચ્છીએ કે આપણે એકદમ ફ્રેશનેસનો અનુભવ કરીએ. પણ આવું થતું નથી. જેના કારણે આપણો આખો દિવસ બેકાર જાય છે. ખરાબ મુડના કારણે આપણે દિવસભર અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આપણો સ્વભાવ પણ ચીડચીડીયો થઈ જાય છે. ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ માથામાં દુખાવો થવા લાગે છે. જેના કારણે આપણા દિવસની શરૂઆત ખુબ જ ખરાબ રીતે જાય છે. ત્યારે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે પાણીનો ઉપયોગ કરવો ખુબ જ જરૂરી છે.

ADVERTISEMENT
પાણી પીવો
સામાન્ય રીતે માથાના દુખાવાની સમસ્યા હોય તો તે શરીરમાં પાણીની ઉણપના કારણે થાય છે. ઠંડીના કારણે આપણે પાણી ઓછુ પીએ છીએ જેના કારણે શરીરમાંથી પરસેવો છુટતો નથી અને તે બહાર આવી શકતો નથી. અને આપણને તરસ વધારે લાગે છે. જેના કારણે શરીર ડિહાઈડ્રેટેડ થવા લાગે છે અને માથાનો દુખાવો જાય છે. જેથી આપણે ખુદને હાઈડ્રેટેડ રાખવાની કોશિશ કરવી જોઈએ.. દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવુ જોઈએ. શિયાળાની ઋતુમાં પણ 8 ગ્લાસ પાણી પીવું.
સ્ટ્રેસ મેનેજ કરો
બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે અને કામના વધારે પડતા પ્રેશરના કારણે આપણું સ્ટ્રેસ લેવલ વધતું જાય છે. જેના કારણે તમને માથામાં દુખાવો થવા લાગે છે. જેથી બની શકે તો સ્ટ્રેસ ઓછો લેવો. નહીં તો ડિપ્રેશન અને એંગ્ઝાયટી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
ઠંડીથી બચો
આપણે શિયાળાની ઋતુમાં મોટાભાગે બ્લેનકેટનો ઉપયોગ કરીએ છીએ. જેથી માથામાં અને કાનમાં ઠંડી ન લાગે. આ સાથે જ આપણે ટોપી પણ પહેરીએ છીએ.. જેથી ઠંડીની ઋતુમાં માથાના દુખાવાથી બચવું હોય તો ઠંડીથી બચવું અને ગરમ કપડાનો ઉપયોગ કરવો જોઈએ.
સુવાનો સમય ફિક્સ રાખો
આપણી સુવાની અનિયમિતતાના કારણે આપણને માથાનો દુખાવો થવાની સમસ્યા વધી જાય છે. જેથી કોશિષ કરવી કે આપણે સુવાનો સમય અને ઉઠવાનો સમય ફિક્સ રાખીએ. જેથી તમને સવારે ઉઠતાની સાથે જ માથાના દુખાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.