બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / A farmer who brought 500 kg of onions from a distance of 70 km received a check of two rupees

અન્નદાતાના આવા હાલ! / ખેડૂતની વ્યથા તો જુઓ! 70 કિમી દૂરથી 500 કિલો ડુંગળી લઈને આવેલા ખેડૂતને મળ્યો બે રૂપિયાનો ચેક

Priyakant

Last Updated: 01:55 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત 512 કિલો ડુંગળી વેચવા માટે 70 કિલોમીટરનું અંતર કાપીને APNC પહોંચ્યા અને છેલ્લે 512 કિલો ડુંગળીના બદલે મળ્યો માત્ર 2 રૂપિયાનો ચેક

  • 500 કિલો ડુંગળી સામે મળ્યા બે રૂપિયા 
  • 70 કિમી દૂરથી 500 કિલો ડુંગળી લઈ APMC પહોંચ્યો  
  • માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવી પડી ડુંગળી  
  • ટ્રાન્સપોર્ટેશન, હેડ-લોડીંગ,વેઇંગ ચાર્જીસ કપાતા 2 રૂપિયાનો ચેક મળ્યો 

હાલ ડુંગળી વેચવા ગયેલા એક ખેડૂતને તેના બદલામાં માત્ર 2 રૂપિયાનો ચેક મળ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ઘટના એવી છે કે, બજાર સમિતિના વેપારી દ્વારા ખેડૂતને તેના પાક માટે માત્ર 2 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. જો તમારી સાથે આવું થાય તો તમને કેવું લાગશે?  આવું જ કંઈક મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બરશી તાલુકાના બોરગાંવ ગામના રાજેન્દ્ર તુકારામ ચવ્હાણ (58 વર્ષ) નામના ખેડૂત સાથે થયું છે. 

મહારાષ્ટ્રના સોલાપુરના બરશીના બોરગાંવ ગામના રાજેન્દ્ર તુકારામ ચવ્હાણ નામના ખેડૂતે 512 કિલો ડુંગળી વેચવા માટે 70 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો જે બાદમાં આટલું અંતર કાપીને તેઓ સોલાપુર એપીએમસી પહોંચ્યા. જ્યાં તેમણે ડુંગળીના ઘટતા ભાવને કારણે માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તેમની ઉપજ વેચવી પડી હતી. 

2 રૂપિયાનો પોસ્ટડેટેડ ચેક મળ્યો 
આ તરફ APMC વેપારીએ કુલ રૂ. 512માંથી ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ, હેડ-લોડીંગ અને વેઇંગ ચાર્જીસ વગેરે પેટે રૂ. 509.50 કાપ્યા હતા. આ પછી ચવ્હાણનો ચોખ્ખો નફો માંડ 2.49 રૂપિયા રહ્યો છે અને તેમને 2 રૂપિયાનો પોસ્ટ ડેટેડ ચેક પણ આપવામાં આવ્યો છે. તે 15 દિવસ પછી તેનું પેમેન્ટ લઈ શકે છે. 49 પૈસાનું બેલેન્સ ચેકમાં દર્શાવવામાં આવ્યું ન હતું, કારણ કે બેંક વ્યવહારો સામાન્ય રીતે રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. હવે ખેડૂતે બાકીની રકમ સીધી વેપારી પાસેથી લેવી પડશે.

ખેડૂતને 2 રૂપિયાનો ચેક આપવાનું કારણ શું ? 
બમ્પર પાકને કારણે દેશના સૌથી મોટા ડુંગળીનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં મહારાષ્ટ્રમાં ભારે ઘટાડો થયો છે. ખેડૂત તુકારામે કહ્યું હતું કે, ગયા વર્ષે 2022ના ભાવ સારા હતા, તેથી તેમણે 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી હતી. તુકારામને 2 રૂપિયાનો પોસ્ટડેટેડ ચેક આપવા પાછળનું કારણ એ છે કે, હવે આખી પ્રક્રિયા કોમ્પ્યુટરાઈઝ થઈ ગઈ છે. જેના કારણે ચેક ઈશ્યુ કરવો પડે છે. 

સોલાપુર APMCના વ્યાપારીએ શું કહ્યું ? 
સોલાપુર  APMCના વ્યાપારી નાસિર ખલીફા કહે છે કે, હવે આખી પ્રક્રિયા કોમ્પ્યુટરાઈઝ થઈ ગઈ છે. જેના કારણે ચેક ઈશ્યુ કરવો પડે છે. જો કે, આ વખતે તુકારામ જે ડુંગળી લાવ્યા હતા તેની ગુણવત્તા ઘણી ઓછી હતી. જ્યારે તેઓ ઉચ્ચ ગુણવત્તાની ડુંગળી લાવ્યા હતા ત્યારે તેની કિંમત 18 રૂપિયા પ્રતિ કિલો હતી. પછી બીજી ડુંગળી લાવ્યા અને 14 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો. ખેડૂતોને માત્ર 25 ટકા પાકમાં જ સારી ગુણવત્તા મળે છે. લગભગ 30 ટકા પાક મધ્યમ ગુણવત્તાનો છે. બાકીનું સ્તર નીચું રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ