બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / A farmer in Gujarat got Rs.10 for eight maunds of onion

વ્યથા / ગુજરાતનાં ખેડૂતને આઠ મણ ડુંગળીની સામે મળ્યા રૂ.10, બિલ સોશ્યલ મીડિયામાં પણ થયું વાયરલ

Priyakant

Last Updated: 03:18 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં દસ રૂપિયામાં એક ચોકલેટ પણ મળતી નથી ત્યારે ગુજરાતનાં ખેડૂતને મહેનતથી ઉગાડેલી ડુંગળી માટે મળ્યા માત્ર 10 રૂપિયા

  • ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતને ડુંગળીના 10 રૂપિયા જ મળ્યા
  • કાલાવાડના બજરંગપુરા ગામના ખેડૂતે 8 મણ ડુંગળી વેચી હતી
  • એક મણના 31 રૂપિયા લેખે ખેડૂતને ભાવ મળ્યો, ડુંગળીની આવક 257 રૂપિયા 
  • ડુંગળી યાર્ડ સુધી પહોંચાડવાનો અને અન્ય મજૂરી ખર્ચ 247 રૂપિયા થયો
  • 8 મણની ડુંગળીનું 10 રૂપિયાનું બીલ વાયરલ થયું

ગોંડલમાં એક ખેડૂતને ડુંગળીના 10 રૂપિયા જ મળ્યા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગોંડલ માર્કેટયાર્ડમાં એક ખેડૂત પોતે મહામહેનતે તૈયાર કરેલ ડુંગળીનો પાક વેચવા ગયા હતા. આ દરમિયાન 8 મણ ડુંગળી વેચ્યા બાદ ખેડૂતને એક મણ ડુંગળીનો ભાવ 31 રૂપિયા મળવાના થતાં હતા. જોકે આ ડુંગળીની આવક 257 રૂપિયા તો થઈ પણ પછી હિસાબને અંતે ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ આવ્યા હતા. નોંધનીય છે કે, તાજેતરમાં મહારાષ્ટ્રમાં પણ આવી જ રીતે એક ખેડૂતને પોતાની ડુંગળીના માત્ર 2 રૂપિયા જ મળ્યા હતા. 

રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાનો કૃષિપાક વેચાણ અર્થે આવતા હોય છે. તાજેતરમાં જ ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળી પકવતા એક ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. વાત જાણે એમ છે કે, કાલાવાડના બજરંગપુરા ગામના ખેડૂતે માર્કેટયાર્ડમાં 8 મણ ડુંગળી વેચી હતી. જોકે તેમને એક મણના 31 રૂપિયા લેખે 8 મણ ડુંગળીની આવક 257 રૂપિયા થઈ હતી.

ખર્ચ નિકાળતા માત્ર 10 રૂપિયા જ બચ્યા
આ તરફ ખેડૂતને ડુંગળીના પાકનાના જે 257 લેવાના થતાં હતા તેની સામે ડુંગળી યાર્ડ સુધી પહોંચાડવાનો અને અન્ય મજૂરી ખર્ચ 247 રૂપિયા થયો હતો. જેથી છેલ્લે 8 મણની ડુંગળીનું 10 રૂપિયાનું બીલ બનતા હાલ આ બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. મહામહેનતે તૈયાર કરેલ ડુંગળીના પાકનો ભાવ નહીં મળતા ખેડૂતોને પડતાં પર પાટુ જેવી સ્થિતિ બની છે. 

મહારાષ્ટ્રમાં પણ એક ખેડૂતને ડુંગળીના માત્ર 2 રૂપિયા જ મળ્યા હતા  
મહારાષ્ટ્રના સોલાપુરના બરશીના બોરગાંવ ગામના રાજેન્દ્ર તુકારામ ચવ્હાણ નામના ખેડૂતે 512 કિલો ડુંગળી વેચવા માટે 70 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો જે બાદમાં આટલું અંતર કાપીને તેઓ સોલાપુર એપીએમસી પહોંચ્યા. જ્યાં તેમણે ડુંગળીના ઘટતા ભાવને કારણે માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તેમની ઉપજ વેચવી પડી હતી. 

આ તરફ APMC વેપારીએ કુલ રૂ. 512માંથી ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ, હેડ-લોડીંગ અને વેઇંગ ચાર્જીસ વગેરે પેટે રૂ. 509.50 કાપ્યા હતા. આ પછી ચવ્હાણનો ચોખ્ખો નફો માંડ 2.49 રૂપિયા રહ્યો છે અને તેમને 2 રૂપિયાનો પોસ્ટ ડેટેડ ચેક પણ આપવામાં આવ્યો છે. તે 15 દિવસ પછી તેનું પેમેન્ટ લઈ શકે છે. 49 પૈસાનું બેલેન્સ ચેકમાં દર્શાવવામાં આવ્યું ન હતું, કારણ કે બેંક વ્યવહારો સામાન્ય રીતે રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. હવે ખેડૂતે બાકીની રકમ સીધી વેપારી પાસેથી લેવી પડશે.

ખેડૂતને 2 રૂપિયાનો ચેક આપવાનું કારણ શું ? 
બમ્પર પાકને કારણે દેશના સૌથી મોટા ડુંગળીનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં મહારાષ્ટ્રમાં ભારે ઘટાડો થયો છે. ખેડૂત તુકારામે કહ્યું હતું કે, ગયા વર્ષે 2022ના ભાવ સારા હતા, તેથી તેમણે 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી હતી. તુકારામને 2 રૂપિયાનો પોસ્ટડેટેડ ચેક આપવા પાછળનું કારણ એ છે કે, હવે આખી પ્રક્રિયા કોમ્પ્યુટરાઈઝ થઈ ગઈ છે. જેના કારણે ચેક ઈશ્યુ કરવો પડે છે. 

સોલાપુર APMCના વ્યાપારીએ શું કહ્યું ? 
સોલાપુર  APMCના વ્યાપારી નાસિર ખલીફા કહે છે કે, હવે આખી પ્રક્રિયા કોમ્પ્યુટરાઈઝ થઈ ગઈ છે. જેના કારણે ચેક ઈશ્યુ કરવો પડે છે. જો કે, આ વખતે તુકારામ જે ડુંગળી લાવ્યા હતા તેની ગુણવત્તા ઘણી ઓછી હતી. જ્યારે તેઓ ઉચ્ચ ગુણવત્તાની ડુંગળી લાવ્યા હતા ત્યારે તેની કિંમત 18 રૂપિયા પ્રતિ કિલો હતી. પછી બીજી ડુંગળી લાવ્યા અને 14 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો. ખેડૂતોને માત્ર 25 ટકા પાકમાં જ સારી ગુણવત્તા મળે છે. લગભગ 30 ટકા પાક મધ્યમ ગુણવત્તાનો છે. બાકીનું સ્તર નીચું રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ