બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A family from Rajkot has donated 558 grams of gold to Ambaji Temple

બનાસકાંઠા / રાજકોટના એક માઇભક્તે મા અંબાના ચરણોમાં અર્પણ કર્યું રૂ. 33 લાખનું સોનું, નામ ગુપ્ત રાખવાનો કર્યો આગ્રહ

Dinesh

Last Updated: 04:47 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha News : અંબાજી મંદિરમાં અનેક માઇ ભક્તો સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમનું દાન કરી ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે રાજકોટના એક પરિવારે 558 ગ્રામ સોનાનું દાન કર્યું છે.

 

  • અંબાજીમાં માઇ ભક્તે કર્યું સોનાનું દાન 
  • રાજકોટના ભક્તે 33.48 લાખના સોનાનું દાન કર્યું
  • સોનાની 9 લગડીનું દાન માં અંબેને અર્પણ કરી


અરવલ્લીની ગિરિમાળાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં સોના-ચાંદીનો અવિરત દાનનો પ્રવાહ સતત આવી રહ્યો છે. અંબાજી મંદિરમાં અનેકો માઇ ભક્તો સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમનું દાન કરી ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે રાજકોટના એક પરિવારે 558 ગ્રામ સોનાનું દાન કર્યું છે.

સોનાનું દાન
સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરમાં રાજકોટના એક માઇ ભક્તે સોનાનું ગુપ્ત દાન કર્યું છે. સોનાના દાનમાં કુલ લગડી 9 દાન કરી છે. જેનું કુલ વજન 558 ગ્રામ છે. 

નામ ગુપ્ત રાખવાનું આગ્રહ કર્યો હતો
શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓએ દાનની સરવાણી વહાવી રહ્યાં છે, જે પ્રકારે શક્તિપીઠ અંબાજીનો વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ માના દર્શન કરી રહ્યા છે ત્યારે માનો ભંડારો પણ ભક્તોએ છલકાયો છે. રાજકોટના પરિવારે સોનાનું દાન કર્યું છે જેની કુલ કિંમત 33.48 લાખ છે. જો કે, મંદિરમાં રાજકોટના માઇભક્તે સોનાનું દાન કર્યું હતું ત્યારે પોતાનું નામ ગુપ્ત રાખવાનું આગ્રહ કર્યો હતો.

દાનની અવિરત સરવાણી
આગામી સમયમાં પણ અંબાજી મંદિરનો અને શક્તિપીઠ અંબાજીના જ આસપાસના વિસ્તારનો વિકાસ થનાર છે ત્યારે ભકતો પણ મોટીસંખ્યામાં મા અંબાના દર્શન કરી અને દાનની અવિરત સરવાણી વહાવશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ