બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A dispute has started between three villages to form a taluka in Mehsana

ભારેખમ માંગ / ગોજારીયાને તાલુકો બનાવવાનો મામલો મેદાને પડ્તા વિરોધનો વંટોળ, ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો શું છે વિરોધનું અસલી કારણ

Dinesh

Last Updated: 10:55 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News : લાંઘણજ અને ગોજારીયા મહેસાણા જિલ્લાના સરખી વસ્તી ધરાવતા સૌથી મોટા બે ગામ છે. આ ગામના અગ્રણીઓ અને નાગરિકો દ્વારા તેમના ગામને તાલુકો બનાવવાની માગ કરી રહ્યાં છે

  • મહેસાણામાં એક તાલુકાને લઈને ત્રણ ગામ વચ્ચે બબાલ 
  • ભૂતકાળમાં બે વખત તાલુકો બનાવી રદ કરાયેલો
  • કુકરવાડા વિજાપુર તાલુકાનું સૌથી મોટું ગામ છે

Mehsana News : મહેસાણા જિલ્લામાં એક તાલુકાને લઈને ત્રણ ગામ વચ્ચે બબાલ શરૂ થઈ છે. ભૂતકાળમાં બે વખત તાલુકો બનાવી રદ કરાયેલા ગોજારીયાને ફરી એક વખત તાલુકો બનાવવા કામગીરી અંરભાઈ છે. ત્યારે હવે સરખી વસ્તી ધરાવતા લાઘણજ અને કુકરવાડા ગામના નાગરિકોએ પણ પોતાના ગામને તાલુકો બનાવવાની માગ કરી છે. કુકરવાડા વિજાપુર તાલુકાનું સૌથી મોટું ગામ છે. 

તાલુકો બનાવવાની માંગ
લાંઘણજ અને ગોજારીયા મહેસાણા જિલ્લાના સરખી વસ્તી ધરાવતા સૌથી મોટા બે ગામ છે. આ ત્રણેય ગામના અગ્રણીઓ અને નાગરિકો દ્વારા તેમના ગામને તાલુકો બનાવવાની માગ કરવામાં આવી છે. તો વળી લાઘણજ ગામના લોકોએ તો આ મામલે કોર્ટમાં જવા સુધીની અને ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે, તો વળી કુકરવાડાના નાગરિકોએ તાલુકો નહીં તો જેલ ભરો આંદોલન કરવાની ચીમકી આપતા મહેસાણામાં એક તાલુકાને લઈને બબાલ શરૂ થઈ છે.

તાલુકાને લઈ તંજ ખેચાયા
મહેસાણા તાલુકાના સૌથી મોટા ગામ ગોજારીયા ને મહેસાણા જિલ્લાનો 11મો તાલુકો બનાવવાની પ્રક્રિયા પ્રારંભ થવાની સાથે જ બબાલ શરૂ થઈ છે. થોડા સમય પૂર્વે જિલ્લા કલેકટર દ્વારા ગોજારીયા ને તાલુકો બનાવવા તાલુકા પંચાયત,ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત પાસે સંમતિ ઠરાવ ની માગણી કરવામાં આવી હતી.આ પ્રક્રિયા ને પગલે હવે ગોજારીયા જેટલી જ વસ્તી ધરાવતું મહેસાણા તાલુકાનું લાંઘણજ ગામ અને વિજાપુર તાલુકાનું કુકરવાડા ગામ મેદાનમાં આવ્યું છે.અને હવે આ ગામના નાગરિકો દ્વારા પણ પોતાના ગામને તાલુકો બનાવવાની માગ કરી ચુક્યા છે. આ પૂર્વે મહેસાણા તાલુકા પંચાયતમાં સંમતિ માટે બોલાવેલી બેઠકમાં ગોજારીયાને તાલુકો બનાવવામાં ભાજપના 4 અને કોંગ્રેસના 8 સભ્યોએ સંમતિ આપવાનો ઇન્કાર કર્યો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ