બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:32 PM, 10 January 2025
ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ વ્યક્તિઓ અને પક્ષીઓ માટે ખૂબ જ જોખમી છે અને તેનો ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો છે. જેને લઇને રાજ્યના ડીજી અને આઇજી ઓફ પોલીસની કચેરી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો તમારી પાસે ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગકર્તા વિશે માહિતી હોય તો તાત્કાલિક 100/112 નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેની માહિતી આપો.
ADVERTISEMENT
ઉત્તરાયણનો તહેવાર તમામ નાગરિકો સલામત અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે પોલીસને મદદરૂપ થવા સૌને વિનંતી કરવામાં આવી છે. મહત્વનું છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે આ નિયમનો ભંગ કરશે તેની સામે ધ એન્વાયર્નમેન્ટ (પ્રોટેક્શન)એક્ટ 1986, ધ પ્રિવેન્શન ઓફ ક્રૂએલિટી ટુ એનિમલ્સ એક્ટ 1960, ધ વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) એક્ટ 1972 અને ભારતીય ન્યાય સંહિતા 2023 અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ટિકિટ આપી નહીં છતાં લોકો પાસે પહોંચી! અમદાવાદ ફ્લાવર શૉમાં AMC સાથે ખેલ થયો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.