બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A child who was playing in Banaskantha's Deodar died after a pomegranate seed got stuck in his throat.
Dinesh
Last Updated: 05:56 PM, 9 January 2024
ADVERTISEMENT
બનાસકાંઠાના દિયોદરમાં ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા બાળકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. શહેરના ગોકુળનગર વિસ્તારમાં રમતા-રમતા બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ ગયો હતો. અને બાળકના શ્વાસ રૂંધાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ બાળકનો તે દિવસે જન્મદિવસ હતો, જેની ઉજવણી દરમિયાન દુ:ખદ ઘટના બની હતી. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડૉક્ટરે બાળકને મૃત જાહેર કર્યું હતું.
ADVERTISEMENT
જન્મદિવસની ઉજવણી દરમિયાન બની ઘટના
બાળકના જન્મદિવસે લઈ ઉજવણી માટે ખાસ આયોજન કરાયું હતું, જે દરમિયાન બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા આ કમકમાટી ભરી ઘટના બની હતી. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તે બાળકને બચાવી શકાયો ન હતો. માતા-પિતાને ચેતવતા આવા કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચુક્યા છે.
અગાઉ સુરતમાં બાળક લોખંડની નટ ગળી ગયો હતો
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવારનો માસુમ ચાર વર્ષનો બાળક રમત-રમતમાં લોખંડનો નટ ગળી જતા પરિવાર દોડતું થઈ ગયું હતું. જ્યાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલા બાળકનો એક્સ -રે કરાવતા નટ ગળી ગયો હોવાનું સામે આવ્યું હતું. જ્યાં હોસ્પિટલના તબીબો દ્વારા બાળકને તાત્કાલિક હોસ્પિટલના સર્જરી વિભાગમાં ખસેડી બોલ્ટ કાઢવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. જો કે, પ્રાથમિક સારવારથી બોલ્ટ નીકાળવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
વાંચવા જેવું: બાળકો તોફાન કરે તોય હવે શિક્ષકો નહીં આપી શકે આવી સજા, નહીંતર શાળા પર લાગી જશે તાળું: નવો આદેશ
એક કિસ્સામાં બાળક સ્ક્રુ ગળી ગયો હતો
અગાઉ નવાપુરના કંરજાળી ગામે રહેતા સાજન ગાવીતનો 5 વર્ષીય પુત્ર ચહલ રમતા રમતા 5 સેમીનો સ્ક્રુ ગળી ગયો હતો. જે બાદ તેને ઉલટીઓ શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તપાસ કરતા સ્ક્રુ ફેફસામાં ડાબી બાજુએ શ્વાસનળીમાં ફરાયો હોવાનું સામે આવ્યું હતું. જેથી એક પણ મિનિટની રાહ જોયા વગર માતા-પિતા સીધા ચહલને લઈને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ડોક્ટરને સમગ્ર હકીકત જણાવી હતી. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મહામહેનતે બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકના શરીરમાંથી સ્ક્રુ બહાર કાઢવામાં આવ્યો હતો અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.