બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Now teachers can no longer give such punishment if children misbehave, otherwise the school will be locked: new order

પરિપત્ર / બાળકો તોફાન કરે તોય હવે શિક્ષકો નહીં આપી શકે આવી સજા, નહીંતર શાળા પર લાગી જશે તાળું: નવો આદેશ

Vishal Khamar

Last Updated: 03:18 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલમાં બાળકોને શારીરિક શિક્ષા કરનાર સ્કૂલની માન્યતા રદ્દ કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, આવી ઘટનામાં સ્કૂલની માન્યતા રદ્દ કરવા શિક્ષણબોર્ડને પત્ર લખાશે.

  • સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કર્યો પરિપત્ર
  • બાળકોને શારીરિક શિક્ષા કરનાર સ્કૂલની માન્યતા કરાશે રદ
  • સ્કૂલમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષાની ફરિયાદ વધતા લેવાયો નિર્ણય

સુરત જીલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર મારફતે જાણ કરી હતી કે, બાળકોને શારીરિક શિક્ષા કરનાર સ્કૂલની માન્યતા રદ્દ કરાશે. તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષાની ફરિયાદ વધતા આ નિર્ણય લેવાયો છે. ત્યારે કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહી. 

આ બાબતે સુરત જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની તમામ ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, સરકાર દ્વારા ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન, ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુંકેશન એક્ટ 2009 પસાર કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપેલ છે. 

આવી ઘટના ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે
આર.ટી.ઈ. એક્ટ 2009 ની કમલ-18 ની જોગવાઈ મુજબ કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકાશે નહિ. તેમ છતાં જીલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવા અંગેની ઘટનાઓ અત્રેની કચેરીનાં ધ્યાન પર આવેલ છે. આવી ઘટના ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે. જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે શાળામાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.  આથી આવા કોઈ  સંજોગોમાં ચલાવી શકાય નહી. તેમજ વિદ્યાર્થીઓને શાળામાં સલામત અને બાળમૈત્રપૂર્ણ વાતાવરણ પુરૂ પાડવું જરૂરી છે. 

વધુ વાંચોઃ હરહંમેશ રહેશે રામમંદિરની છાપ: સુરતના યુવાનોમાં ટેટૂનો ગજબ ક્રેઝ, ફ્રીમાં કામ કરે છે આર્ટિસ્ટ, જુઓ વીડિયો

શાળામાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા સૂચન
શાળામાં ફરીવાર આવી ઘટના ન બને તે માટે શાળાનાં શૈક્ષણિક કર્મચારીઓને આ બાબતે પુનઃ સૂચનાઓ આપવાની રહેશે. તેમજ શાળામાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા સૂચન આપવામાં આવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

District Education Officer circular surat જીલ્લા શિક્ષણાધિકારી પરિપત્ર બાળકોને શિક્ષા માન્યતા રદ્દ સુરત surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ