બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / રાજકોટ / A case of culpable homicide has been registered in connection with the death of a youth who fell into a pit in Rajkot

તપાસ / રાજકોટમાં ખાડામાં પડતા યુવકના મોત મામલે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ, મનપાનાં જવાબદારો વિરૂદ્ધ પોલીસ એક્શનમાં

Priyakant

Last Updated: 03:01 PM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની ગાંધીગ્રામ પોલીસ દ્વારા મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવી મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો

  • રાજકોટમાં ખાડામાં પડી જનાર યુવકના મોતનો મામલો
  • ગાંધીગ્રામ પોલીસ દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધાયો 
  • મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવી તપાસ શરૂ કરી
  • ગઈકાલે રાત્રિના મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો
  • IPCની કલમ 304 હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી 

રાજકોટમાં ગઇકાલે ખાડામાં પડી જતાં બાઈકસવારનું મોત થયા બાદ હવે મોટી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ ગઇકાલે રાત્રે ગાંધીગ્રામ પોલીસ દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. જેમાં મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવી મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. આ સાથે હવે આ ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, ગઇકાલે સવારે રાજકોટના રૈયા રોડ પર એક ખુલ્લા ખાડામાં એક બાઇકસવાર યુવક પટકાયા બાદ તેનું મોત થયું હતું. 

અકસ્માત સ્થળનો ફોટો 

રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર ગઇકાલે સવારે બનેલી અકસ્માતની ઘટના બાદ મોટું અપડેટ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં ખાડામાં પડી જનાર યુવકના મોતને મામલે ગાંધીગ્રામ પોલીસે દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધ્યો છે.  આ સાથે પોલીસે મૃતકનાં પિતાને ફરિયાદી બનાવી તપાસ શરૂ કરી છે. 

અકસ્માત સ્થળનો ફોટો 

પોલીસ તપાસ શરૂ 
મહત્વનું છે કે, રાજકોટની ઘટનામાં ગઈકાલે રાત્રે મનપાનાં જવાબદારો સામે આકરી કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. IPCની કલમ 304 હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ સાથે ખાડો કોણે ખોદ્યો, સુપરવિઝન કોનું , કોની જવાબદારી મામલે તપાસ શરૂ છે. જોકે હાલતો મનપાની બેદરકારીને કારણે એક યુવકના મોત બાદ પરિવાર સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. 

અકસ્માતનો ફોટો 

શું હતી સમગ્ર ઘટના? 
રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર ગઇકાલે દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી હતી. ગઇકાલે સવારના સમયે ઠક્કર પરિવારનો એકનો એક દીકરો  હર્ષ અશ્વિનભાઈ ઠકકર બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે  50 ફૂટ રિંગરોડ પર મનપાના ખુલ્લા કોઈપણ બેરીકેટ નગરના ખાડામાં પડી ગયો હતો. જોકે અહી સાવચેતીના ભાગરૂપે કોઈ બેરીકેટ પણ ન હોઇ પીલ્લરનો સળિયો ખુલ્લો હોઇ યુવકના માથાની આરપાર સળિયો ઘૂસી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. 

મૃતકની ફાઇલ તસવીર 

એકના એક પુત્રના મોતથી પરિવારમાં માતમ 
આજે સવારે બનેલી દર્દનાક ઘટનામાં મૃત્યુ પામેલ ઠક્કર પરિવારના એકના એક દીકરા હર્ષ અશ્વિનભાઈ ઠકકરની અંધારી વિદાયથી પરિવાર શોકમગ્ન બન્યો છે. કોર્પોરેશનનાં ખાડામાં બાઈક સાથે પડતાં મોત થયું હોવાનું સામે આવતા હવે મનપાની બેદરકારી સામે પણ સવાલો ઊભા થાય છે. જો કદાચ આ ખાડા પાસે કોઈ બેરીકેટ હોત તો કદાચ આ યુવકનો જીવ ન ગયો હોત.

 

મૃતકના પિતા 

શું કહ્યું મૃતકના પિતાએ ? 
સમગ્ર મામલે મૃતકના પિતાએ કહ્યું હતું કે, આજે સવારે જ્યારે મારો દીકરો જોબ પર જવા નીકળ્યો ત્યારે રસ્તામાં ટ્યુબ ફાટી હતી. જે બાદમાં હર્ષે મને ફોન કરીને કહ્યું હતું કે, મે ટ્યુબ નખાવી દીધી છે. જોકે ટ્યુબ નખાવ્યા બાદ પણ 15 મિનિટ સુધી ફોન ના આવતા મે ફોન કર્યો તો રિસીવ નહોતો કર્યો. જે બાદમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો ને કહ્યું કે, તમારા દીકરાનો અકસ્માત થયો છે. જ્યારે હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે 108 ત્યાં હતી પણ ડૉક્ટરોએ કહ્યું કે, જીવ નથી. જે બાદમાં મને પણ છાતીમાં દુખાવો થતાં હું પણ સિવિલમાં સારવાર માટે આવ્યો છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ