બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A biker knocks down a girl riding a bicycle by pulling her dupatta

રસ્તા વચ્ચે છેડતી / VIDEO : બાઈકવાળાએ સાઈકલ પર જઈ રહેલી છોકરીને દુપટ્ટો ખેંચીને પાડી, પાછળની બાઈકે કચડી નાખી

Kishor

Last Updated: 12:57 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના હંસવાર નજીક હીરાપુરની રામજી ઈન્ટર કોલેજમાંથી અભ્યાસ કરી પરત ફરતી વખતે અમુક શખ્સોએ છેડતી કર્યા બાદ વિદ્યાર્થીનીનું અકસ્માતે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

  • ઉત્તર પ્રદેશમા ચોંકાવનારી ઘટના સામે આવી
  • બાઇકમાં ઘસી આવેલા શખ્સોએ વિદ્યાર્થીનીનો દુપટ્ટો ખેંચી કરી છેડતી
  • પાછળથી આવતી બાઈકે કચડી નાખતા મોત

આંબેડકરનગર: ઉત્તર પ્રદેશના હંસવાર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી યુવતી શુક્રવારે બપોરે હીરાપુરની રામજી ઈન્ટર કોલેજમાંથી અભ્યાસ કરીને તેના ઘરે આવી રહી હતી. આ દરમિયાન વિધાર્થીની સાઈકલ લઇ હીરાપુર નજીક પહોંચી રહી હતી. ત્યારે બાઇકમાં ઘસી આવેલા બદમાશોએ તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન બાઇકમાં બેઠેલા યુવકોએ વિદ્યાર્થીનો દુપટ્ટો ખેંચી લીધો હતો. જેને લઈને તે સાયકલ પરથી કાબુ ગુમાવી બેઠી હતી. આ દરમિયાન પાછળથી આવતી બાઈકે કચડી નાખતા  વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી આગળ ધપાવી

મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે બાઇક સવાર શખ્સો સામે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં પરિવારજનોએ અગાઉ પણ છેડતીનો આરોપ લગાવ્યો હતો. પરિવારજનોએ આરોપ સાથે કહ્યું કે આગાઉ પણ બિન-સમુદાયિક યુવકોએ વિદ્યાર્થીનીની છેડતી કરી હતી, જેના વિશે પોલીસમા પણ જાણ કરાઈ હતી. જોકે ગંભીરતા ન દાખવતા આ ઘટના બનવા પામી હતી. હાલ પરિજનોએ શાહબાજ, અરબાજ અને ફેસલ નિવાસી ગણ હસવર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ