બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A 10-year-old boy died in Kheralu of Mehsana after falling into a well while flying a kite.

દુઃખદ / ગુજરાતમાં ઉત્તરાયણનો પહેલો ભોગ ! ખેરાલુમાં પતંગ લૂંટવા જતાં કૂવામાં પડેલા બાળકનું મોત, ભારે અરેરાટી

Dinesh

Last Updated: 11:10 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News: ખેરાલુના મોટી હિરવાણી ગામે 10 વર્ષીય બાળક પતંગ લૂટવા જતા કૂવામાં પડી જતા કમકમાટી ભર્યું મોત થયું છે

  • મહેસાણામાં પતંગ લૂંટવા જતા કૂવામાં પડી જવાથી બાળકનુ મોત
  • ખેરાલુના મોટી હિરવાણી ગામના 10 વર્ષીય બાળકનું મોત
  • બાળક રાહુલ જીતુભાઈ વણઝારાનો કુવામા પડવાથી મોત


ઉત્તરાયણ પહેલા મહેસાણાથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ખેરાલુના મોટી હિરવાણી ગામે 10 વર્ષીય બાળક પતંગ લૂટવા જતા કૂવામાં પડી જતા કમકમાટી ભર્યું મોત થયું છે.  અત્રે જણાવીએ કે, 10 વર્ષીય રાહુલ વણઝારા નામનો બાળક પતંગ લૂંટવાની લાયમાં કુવાને જોયા વિના તે પરથી પસાર થતાં તેમાં પડી ગયો હતો. જેના કારણે તેનુ કરૂણ મોત થયું છે.

કુવામા પડવાથી મોત
મોટી હિરવાણી ગામના જીતુભાઈ વણઝારાનો દસ  વર્ષનો બાળક રાહુલ કુવામા પડવાથી મોત થયું  છે, જે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉત્તરાયણના પવિત્ર તહેવાર પર દુર્ઘટના બનતા પરિવારમાં શોકનું મોઝું ફરી વળ્યું છે.

સલામતીને આપો પ્રાથમિક્તા
ઉત્તરાયણના તહેવારને શાંતિપ્રિય રીતે તેમજ પોતાને અને અન્યને નુકસાન ન પહોંચે તે રીતે મનાવવો જોઈએ. એક પતંગને લઈ પોતાનો જીવ જોખમમાં ન નાંખવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અનેક બનાવો બનતા હોય છે, જેમાં મૃત્યું પણ થતાં હોય છે. ત્યારે આ વખતે પણ એક ઘટના સામે આવી છે. માટે તમે અને તમારો પરિવાર શાંતિથી તેમજ સલામતી સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ