બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / 9 jawans martyred in Ladakh tragedy, 40 percent export duty on Dungli, Harsh Sanghvi's advice to stunt youth, samachar supar fast news

2 મિનિટ 12 ખબર / લદ્દાખ દુર્ઘટનામાં 9 જવાન શહીદ, ડૂંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી, સ્ટંટબાજ કરતા યુવાનોને હર્ષ સંઘવીની સલાહ

Dinesh

Last Updated: 07:17 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં છુટોછવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં શનિવારે સાંજે ભારતીય સેનાનાં વાહન સાથે મોટી દુર્ઘટનાં સર્જાઈ હતી. રાજધાની લેહ પાસે ક્યારી ગામ પાસે સેનાનું વાહન ખાઈમાં પડી ગયું હતું. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં સેનાનાં આઠ જવાનો શહીદ થઈ ગયા હતા. શહીદ થયેલ જવાનોમાં 8 સૈનિકો છે તેમજ 1 જેસીઓ છે. ક્યારી ગામથી 7 કિલો મીટર પહેલા સેનાની ટ્રકને ગંભીર અકસ્માત નડ્યો અને તે ખાઈમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં સેનાનાં 8 જવાનો તેમજ 1 જેસીઓ શહીદ થયા હતા. આ દુર્ઘટનામાં સેનાનાં બે જવાનો ઘાયલ પણ થયા હતા. જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સેનાનો કાફલો દલકારૂ થી ક્યારી તરફ જઈ રહ્યો હતો. તે દરમ્યાન આ દુર્ઘટનાં સર્જાઈ. સેનાએ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી રેસ્ક્યું ઓપરેશન શરૂ કરી દીધું છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ મુદ્દે વધુ એક આગાહી સામે આવી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે એક દિવસ વરસાદની આગાહી  કરી છે. આજથી વરસાદની ગતિમાં વધારો થશે અને રાજ્યભરમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, રવિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં છુટોછવાયો વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની છે તેના કારણે વરસાદી માહોલ સર્જાયો છે. ગાંધીનગર, વલસાડ, નર્મદા, દાહોદમાં સિઝન કરતા ઓછો વરસાદ થયો છે. 

ambalal patel update on weather in gujarat to rain again with thunder

સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે.  મનપા કચેરી ખાતે મળેલી સિટી લિંકની બેઠકમાં ટિકિટના દર રાઉન્ડ ફિગર કરવામાં આવ્યા છે. તેમાં ટિકિટ દીઠ રૂ.1નો વધારો કરી દેવામાં આવ્યો છે.  આવી જ રીતે અનલિમિટેડ મુસાફરી માટેની સુમન પ્રવાસ ટિકિટના દર 25 રૂપિયા હતા, તે વધારીને 30 કરી દેવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે,  શહેરમાં દોડતી સિટી બસમાં પહેલા 4 રૂપિયાથી લઈને 24 રૂપિયા સુધીની ટિકિટ હતી. પરંતુ છૂટા પૈસા ન હોવાને કારણે ટિકિટ નહીં આપવાનું કૌભાંડ થઈ રહ્યું હતું. જેથી સિટી બસમાં ટિકિટથી થતી ચોરી અટકાવવા સિટી લિંકની બેઠકમાં પાલિકાએ ટિકિટના દર રાઉન્ડ ફિગર કરવાનો નિર્ણય કર્યો છે. સિટી બસની ટિકિટના દર રાઉન્ડ ફિગર કરી દેવાયા છે.

Surat city bus ticket price hiked, know how much and why

સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેફામ વાહન હંકારતા તત્વોને આઝાદીનો ગેરલાભ ન ઉઠાવવા અપીલ કરતા જણાવ્યું કે, મેં 15મી ઓગસ્ટે દાહોદ ખાતેથી મારા રાજ્યના દરેક નાગરિકોને વિનંતી કરી હતી કે આપણી સૌની જવાબદારી છે કે આઝાદીનો સાચો મતલબ સમજીએ, આઝાદીનો મતલબ આઝાદીનો ગેરફાયદો ઉઠાવીને આપણે આ રાહદારી માટે બનાવેલા રસ્તાને રેસિંગ ટ્રેક ન બનાવીએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેફામ વાહન હંકારતા અને જોખમી સ્ટંટ કરતા લોકોને સલાહ આપી છે. તેઓએ જણાવ્યું કે, સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાઈ જાવ. 

Anand News: કામલીલાના કેસમાં આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવીના સસ્પેન્શન બાદ તપાસનો ધમધમાટ શરુ થયો હતો. CMOમાંથી દરેકનો રિવ્યૂ કર્યા બાદ ડી.એસ.ગઢવી અને GAS કેતકી વ્યાસના તમામ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જે કલેક્ટરની કામલીલાના કેસમાં કલેક્ટર ઓફિસના 3 અધિકારીઓની ATSએ પૂછપરછ હાથ ધરી હતી જેમાં અનેક ખુલાસા થયા છે. સ્પાય કેમેરો લગાડવના મામલે ગુજરાત એટીએસ ફરિયાદી બન્યું છે અને એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ બાદ આણંદ પોલીસને સોંપ્યા છે

મહુવા વાલોડનાં ધારાસભ્ય મોહન ઢોડિયાએ જણાવ્યું હતું કે, કલેક્ટર, એસપી તેઓની  વાત નહી માનતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ તાપી જીલ્લામાં કાયદા જેવું કંઈ રહ્યું નથી. દુઃખ સાથે મારે કહેવું પડે છે કે અધિકારીઓ કોઈની વાત સાંભળતા નથી. તેમજ SP  પણ ફોન ન ઉપાડતા હોવાનું ધારાસભ્ય દ્વારા નિવેદન આપ્યું હતું. તેમજ બુહારી ગામ તળાવ વચ્ચે ર્ડા. આંબેડકરની પ્રતિમા મુકાઈ હતી. જે પ્રતિમાં આદિવાસી સંગઠને તળાવમાં મુકી હતી. મોહન ઢોડિયા પણ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાં મુકવા માંગતા હતા. ત્યારે અન્ય સંગઠને પ્રતિમા મૂકી દેતા મોહન ઢોડિયાએ રજૂઆત કરી હતી. તેમજ મૂર્તિ મૂકનાર લોકોએ કાયદાનું પાલન ન કર્યાની તંત્રને રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા પણ કોઈ પગલા ન લેતા ધારાસભ્ય અકળાઈ ઉઠ્યા હતા.

Kutch news : પશ્ચિમ કચ્છમાં 70ના દાયકામાં પાકિસ્તાન રૂટથી થઇ રહેલી દાણચોરીનો રૂટ હવે ડ્રગ્સ માટે ફરી શરૂ થયો હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે કચ્છના દરિયાકિનારે ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો રોકાવાનું નામ લઇ રહ્યો નથી. કચ્છમાં છેલ્લા 5 દિવસમાં 140થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવતાં એજન્સીઓ એલર્ટ પર છે. કચ્છનો દરિયો જાણે ડ્રગ્સનો દરિયો બન્યો હોય તે રીતે સતત નશીલા પદાર્થો મળી રહ્યા છે. કચ્છમાં 8 ઓગસ્ટે પણ મુન્દ્રા પોર્ટ પરથી DRIએ કન્ટેનરમાં લાકડાની આડમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરીને 10.50 કરોડનું 1.4 કિલો કોકેઈન ઝડપી પાડ્યું હતું. તો અગાઉ પણ અનેક વખત ચરસના પેકેટ BSFના સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યા હતા. 14 ઓગસ્ટે જખૌ દરિયા કિનારાથી 11 કિમી દૂર કુંડી બેટ ઉપરથી "ડાર્ક સુપ્રીમો બ્લેક કોફી"નું લખાણ લખેલા ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. અગાઉ 13 ઓગસ્ટે ખિદરત બેટ પાસેથી પીળા રંગની પ્લાસ્ટિકની બેગમાં પેક કરાયેલા કુલ 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા.

જૂનાગઢમાં અદભુત પ્રાકૃતિક સૌંદર્ય છે. જેને લઈને જૂનાગઢની શોભા વધી છે. જેમાં ગિરનારમાં શરૂ કરાયેલી રોપ-વે સેવાને પગલે આ શોભને ચાર ચાંદ લાગ્યા છે. ત્યારે તાજેતરમાં એટલે કે 15 દિવસથી ખરાબ વાતાવરણને ધ્યાને રાખીને રોપ-વે સેવા બંધ કરવામા આવી હતી. બાદમાં જૂનાગઢનું વાતાવરણ સાફ સુતરું થતા હવે ગિરનારની રોપ-વે સેવા ફરી શરૂ કરી દેવામા આવી હતી.તાજેતરમાં પવનની ગતિ વધુ હોય તેમજ ખરાબ વાતાવરણને લીધે મુસાફરોની સાવચેતીને ધ્યાને લઈને તંત્ર દ્વારા રોપ-વેની સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બાદમાં હવે વાતાવરણ હળવું થયા બાદ ફરી રોપ-વેની સેવા શરૂ કરાઇ છે. 

Ropeway service to Girnar in Junagadh has been resumed

આવકવેરા વિભાગે શનિવારે લાખો પગારદાર કર્મચારીઓને મોટી રાહત આપી હતી. આવકવેરા વિભાગે ભાડા મુક્ત ઘરો સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે (સીબીડીટી)એ પોતાના કર્મચારીઓને નોકરીદાતાઓ દ્વારા આપવામાં આવતા ભાડા મુક્ત ઘર અથવા રેન્ટલેસ આવાસને લઈને આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે સૂચિત ફેરફારો આવતા મહિનાની શરૂઆતથી અમલમાં આવશે. નોટિફિકેશન અનુસાર જે કર્મચારીઓને નોકરીદાતાઓ દ્વારા ભાડા મુક્ત રહેવાની સુવિધા આપવામાં આવી છે, તેમની ટેક હોમ સેલેરી વધીને આવશે. 

I-T department notifies rules for valuing rent-free accommodation provided by employers

હાલના સમયમાં ટામેટા રમખાણ મચાવી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી અત્યાર સુધી ટામેટાના ભાવ ઘટવાનું નામ લઈ રહ્યાં નથી, આવી સ્થિતિમાં બીજી મહત્વની જીવન જરુરી ચીજના પણ ટામેટા જેવા હાલ અટકાવવા માટે સરકાર દ્વારા વહેલી વાડ કરાઈ છે. રિટેલ માર્કેટમાં વધી રહેલી મોંઘવારીને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતાં ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લાગું પાડી દીધી છે જે 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.  દેશમાં 25 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ડુંગળી સપ્ટેમ્બરથી 60 થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ શકે તેવા સમાચારો આવતાં સરકારે તાબડતોબ આ નિર્ણય લીધો છે અને ડૂંગળીની બહારની ખેપ અટકાવી દીધી છે. 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટીને કારણે વિદેશ ઓછી ડૂંગળી જશે અને આ રીતે દેશમા તેનો પૂરતો પુરવઠો મળી રહેશે જેને કારણે ભાવ માપમાં રહેશે. 

Govt imposes 40% export duty on onions to improve local supplies

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્થાપિત થયેલા 'ઉદ્યોગ રત્ન પુરસ્કાર'થી સમ્માનિત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપમુખ્યમંત્રી દેવેંન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ટાટા સન્સનાં 85 વર્ષીય ચેરમેન રતન ટાટાને દક્ષિણ મુંબઈનાં કોલાબા સ્થિત તેમના ઘરે જઈને આ પુરસ્કાર પ્રદાન કર્યું. તેમના સમ્માનમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ MIDCની તરફથી એક શૉલ, એક પત્ર અને એક સ્મૃતિ ચિહ્ન ભેટ કરવામાં આવ્યું.મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે પહેલીવખત આ પુરસ્કાર આપ્યું છે. તેના માટેનો ઓફિશિયલ સમારોહ રવિવારનાં રોજ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આયોજિત કરવામાં આવશે પરંતુ રતન ટાટાને આજે એટલે કે શનિવારે તેમના નિવાસસ્થાન પર જ આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યું.

Industrialist Ratan Tata was Honored with Udyog Ratna Award 2023 by Maharashtra CM Eknath Shinde

વિશ્વ ચેસની સર્વોચ્ચ સંસ્થા ફિડેએ લિંગ પરિવર્તન કરાવીને પુરુષ બનેલ ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ પર મહિલા કોમ્પેટિશનમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. ફિડેએ જણાવ્યું છે કે, જ્યાં સુધી અધિકારીઓ લિંગ પરિવર્તનની સમીક્ષા ના કરે ત્યાં સુધી ટ્રાન્સજેન્ડર મહિલાઓને મહિલા કોમ્પેટિશનમાં શામેલ થવા દેવામાં નહીં આવે. ટ્રાન્સજેન્ડર અધિકારોના સમર્થકોએ આ નિર્ણયની ટીકા કરી છે. ફિડેએ જણાવ્યું છે કે, આ ખેલાડીઓને ટ્રાન્સજેન્ડરને માન્યતા આપવાના અનુરોધ મળી રહ્યા છે. આ કારણોસર ટ્રાન્સજેન્ડર મહિલાઓની કોમ્પેટિશનમાં ભાગીદારી વ્યક્તિગત મામલાના વિશ્લેષણ પર નિર્ભર રહેશે, જેમાં બે વર્ષનો સમય પણ લાગી શકે છે. 

chess world chess federation banned transgender players know why this happened

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ