બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / 80 year old kamalathal idli one rupee vadivelampalayam village dosa inspired
પેરૂરના નજીક વાદિવેલામ્પલાયમ ગામની આ ઇડલીની ખ્યાતિ આસપાસ પણ ફેલાઇ છે. હવે અહીં તમને પ્રશ્ન થશે કે આ ઇડલીમાં એવી તો શું ખાસિયત છે. વાત એમ છે કે કમલાથાલ દરેક ઇડલી માટે માત્ર એક રૂપિયો લે છે. હા, તમે ઠીક વાંચ્યું, એક રૂપિયો.
ADVERTISEMENT
કમલાથાલની ઇડલીના શોખીન એક વ્યક્તિએ જણાવ્યું, એમણે ગત 30-35 વર્ષથી એવું કરી રહ્યા છે. જો તમે પાસેના એક ગામમાં જશો તો ઇડલી 6 રૂપિયા અને ઢોંસા 20 રૂપિયામાં મળે છે. અહીં ઘણા લોકો આવીને સસ્તામાં અને સારી રીતે સ્વાદિષ્ટ ઇડલી ખાય છે.

ADVERTISEMENT
કમલાથાલે જણાવ્યું, 'પહેલા ઇડલી માટે માત્ર 50 પૈસા જ લેવામાં આવતા હતા. પરંતુ સામગ્રી મોંઘી થવાને કારણે કેટલાક વર્ષ પહેલા કિંમત વધારીને 1 રૂપિયા કરી દેવાઇ છે. દરેક વ્યક્તિ ઇડલી, સાંભાર અને ચટણીની પ્રશંસા કરે છે.'
ઘણા વર્ષોથી ઇડલીની કિંમત 1 રૂપિયો છે. કમલાથાલ ઇડલી બનાવવા હવે જૂના સિલબટ્ટા (પથ્થર)નો ઉપયોગ કરે છે. તે ઇલેક્ટ્રિક સ્ટોન ગ્રાઇન્ડરનો ઉપયોગ કરવાની મનાઇ કરે છે. તેમની રસોઇમાં સ્ટવ નહીં પરંતુ જુના જમાનાની ભટ્ટી છે. 80 વર્ષીય કમલાથાળ એક દિવસમાં 1000થી વધારે ઇડલી વેચે છે. જ્યારે એમને ઇડલીની આટલી ઓછી કિંમત રાખવા વિશે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે, નફો તેમની પ્રાથમિકતા નથી પરંતુ લોકોનું પેટ ભરવું છે. તેમને આ કામ માટે પ્રેરણા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.