બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / 8 teams qualified for ODI World Cup 2023, now 2 teams will make it this way

ODI World Cup 2023 / ODI વર્લ્ડ કપ 2023 માટે 8 ટીમો ક્વોલિફાય થઈ, હવે 2 ટીમ આ રીતે બનાવશે જગ્યા

Megha

Last Updated: 01:38 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાર વર્ષ સુધી ચાલનારા ICC વર્લ્ડ કપ સુપર લીગ દ્વારા 8 ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ છે અને આ સાથે જ 2 ટીમો ક્વોલિફાયર રમીને વર્લ્ડ કપમાં જોડાશે.

  • ICC ODI વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો છે
  • 8 ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ
  • જેમાં  ન્યુઝીલેન્ડની ટીમ નંબર વન પર છે

ભારતમાં  ICC ODI વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો છે અને આ માટે તમામ ટીમોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે ચાર વર્ષ સુધી ચાલનારા ICC વર્લ્ડ કપ સુપર લીગ દ્વારા 8 ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ છે અને આ સાથે જ 2 ટીમો ક્વોલિફાયર રમીને વર્લ્ડ કપમાં જોડાશે. એટલે કે આયર્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની ODI સીરિઝ સાથે ICC વર્લ્ડ કપ સુપર લીગનો અંત આવી ગયો છે. 

8 ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ
જણાવી દઈએ કે સુપર લીગને આ વર્ષના ICC મેન્સ વર્લ્ડ કપ માટે મુખ્ય ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં 8 ટીમો ક્વોલિફાય થઈ હતી. જેમાં ન્યુઝીલેન્ડની ટીમ નંબર વન પર છે. જણાવી દઈએ કે વર્લ્ડ કપ સુપર લીગમાં ન્યૂઝીલેન્ડે 24માંથી 16 મેચ જીતી છે અને ઈંગ્લેન્ડ 15 જીત સાથે બીજા નંબર પર છે. બાંગ્લાદેશની ટીમ પણ 15 મેચમાં જીત સાથે ત્રીજા નંબર પર છે. 

ભારતમાં યોજાશે વર્લ્ડકપ 
વર્લ્ડ કપ ભારતમાં યોજાવવાને કારણે ભારતીય ટીમ પહેલાથી જ ક્વોલિફાય કરી ચૂકી છે. તે વર્લ્ડ કપ સુપર લીગમાં 21 મેચમાં 13 જીત સાથે ચોથા નંબર પર છે અને સાથે જ પાકિસ્તાન 13 જીત સાથે પાંચમા અને ઓસ્ટ્રેલિયાની ટીમ 12 જીત સાથે છઠ્ઠા ક્રમે, અફઘાનિસ્તાનની ટીમ સાતમા નંબર પર અને દક્ષિણ આફ્રિકાની ટીમ આઠમા નંબર પર છે. 

જણાવી દઈએ કે વર્લ્ડ કપ સુપર લીગમાં 8મા ક્રમે રહેલી ટીમો 18 જૂનથી શરૂ થતા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં રમશે. જેમાં વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, નેપાળ, ઓમાન અને સ્કોટલેન્ડ, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાતની ટીમો એકબીજા સાથે ટકરાશે. આમાંથી બે ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ