બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:39 PM, 6 November 2025
દુનિયાનું સૌથી પ્રસિદ્ધ લૂવ્ર મ્યૂઝિયમ પણ સાયબર સુરક્ષાની લાપરવાઈથી બચી શક્યું નહીં. ફ્રાન્સના આ મ્યૂઝિયમમાં 19 ઓક્ટોબરે મધ્યાહ્ને એવી ચોરી થઈ કે સુરક્ષા વ્યવસ્થા પર વિશ્વભરમાં સવાલો ઊભા થઈ ગયા છે. IT ઓડિટ દરમિયાન એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે મ્યૂઝિયમના વિડિયો સર્વેલન્સ અને સુરક્ષા સિસ્ટમમાં સામાન્ય પાસવર્ડ રાખવામાં આવ્યો હતો. માત્ર “LOUVRE” ટાઈપ કરતાં જ કોઈપણ વ્યક્તિ કન્ટ્રોલ રૂમના સર્વર સુધી પહોંચી શકે એવી કચાશ મળી આવી હતી.
ADVERTISEMENT

રિપોર્ટ મુજબ સુરક્ષાનો આ નબળો કિલ્લો વર્ષોથી જાણીતો હતો, છતાં યોગ્ય અપગ્રેડ ન કરવાના કારણે આખરે 8 મિનિટમાં 900 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ચોરો ખાસ બાસ્કેટ લિફ્ટ દ્વારા દીવાલ પર ચઢ્યા, ખિડકી તોડી અને ડિસ્પ્લે કેબિનેટમાંથી કિંમતી જ્વેલ્સ ઉઠાવી ફરાર થઈ ગયા. આ બધું એટલું ઝડપથી થયું કે ગાર્ડ્સને સમજ પણ ન પડી.
ADVERTISEMENT
2014 અને 2017માં થયેલા સરકારી સાયબરસિક્યુરિટી ઓડિટમાં પણ મ્યૂઝિયમને ચેતવણી આપવામાં આવી હતી—પાસવર્ડ સિસ્ટમ અપગ્રેડ કરો, નેટવર્કને સુરક્ષિત કરો, નહીં તો ખતરું ઉભું થશે. છતાં વર્ષોથી ચાલતી આવી બેદરકારીનો ખામિયાજો હવે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તપાસ એજન્સીઓ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ પણ થઈ છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં લાખો લોકો જીવિત રહેવા કરી રહ્યા છે સંઘર્ષ, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
ADVERTISEMENT
આ પ્રકરણ દર્શાવે છે કે વિશ્વપ્રસિદ્ધ અને હાઈ-પ્રોફાઈલ જગ્યાઓ પણ જો સાયબર સિક્યુરિટી પર ધ્યાન ન આપે તો ચોરી માટે ખુલ્લો મેદાન બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.