બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / 8 dead, 13 bridges and 45 vehicles damaged, 800 roads closed, heavy rains wreak havoc in Himachal

જાણે આભ ફાટ્યું! / 8નાં મોત, 13 બ્રિજ અને 45 ગાડીઓ ગરકાવ, 800 માર્ગ બંધ... અનરાધાર વરસાદે હિમાચલમાં વર્તાવ્યો કહેર

Priyakant

Last Updated: 09:41 AM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Himachal Pradesh Heavy Rain Update News: ભારે વરસાદને કારણે 4 નેશનલ હાઈવે સહિત 800થી વધુ રસ્તાઓ બંધ છે. કુલ્લુથી મનાલી સુધીનો હાઇવે બંધ, હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 8 લોકોના મોત

  • હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો 
  • હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી મેઘતાંડવ 
  • 4 નેશનલ હાઈવે સહિત 800થી વધુ રસ્તાઓ બંધ
  • હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 8 લોકોના મોત 

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. વિગતો મુજબ અહીં છેલ્લા 48 કલાકથી વરસાદનો તાંડવ જોવા મળી રહ્યો છે. હિમાચલની લગભગ તમામ નદીઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. બિયાસ નદીએ કુલ્લુથી માંડી સુધી તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે 4 નેશનલ હાઈવે સહિત 800થી વધુ રસ્તાઓ બંધ છે. કુલ્લુથી મનાલી સુધીનો હાઇવે બંધ છે. અટલ ટનલની આગળ લેહ મનાલી હાઇવે બંધ છે. ચંબા પઠાણકોટ હાઈવે બનીખેત પાસે ગુફા થઈ ગયો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સેંકડો લિંક રોડ બંધ છે.

24 કલાકમાં 8 લોકોના મોત  
હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે. રાજધાની શિમલામાં 6 લોકોના મોત થયા છે. કોટગઢ, કુમારસેન, શિમલાના માધવાની પંચાયતના પાનેવલી ગામમાં, એક ટેકરી પરથી મોટા ભૂસ્ખલનને કારણે એક ઘર કાટમાળ નીચે દબાઈ ગયું. ઘટના સમયે ઘરના એક રૂમમાં સૂઈ રહેલા માતા-પિતા અને તેમના 11 વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ થિયોગના ધામંદરીના બગડા ગામમાં ઘરમાં જમીન સ્લાઈડ પડતાં માતા-પુત્રનું મોત નીપજ્યું હતું.

શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ
આ તરફ હવે ભારે વરસાદને કારણે નવા શિમલા નજીક રાજહાના ગામમાં એક ટેકરી પરથી ભારે કાટમાળ અને વૃક્ષો એક ઇમારત પર પડ્યા હતા. અકસ્માતમાં બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે તેની માતા ઘાયલ થઈ હતી. કુલ્લુ જિલ્લાના લંકાદબીર ગામમાં મહિલાનું મોત થયું છે. મહિલાનું કચ્છી ઘર ધરાશાયી થયું હતું. ચંબાના કાકિયાનમાં પણ ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. વરસાદ અને ભૂસ્ખલનને કારણે નવ લોકો ઘાયલ થયા છે અને ત્રણ લાપતા છે. ભારે વરસાદને જોતા હિમાચલમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 10 અને 11 જુલાઈના બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે.

હિમાચલમાં ફસાયા અનેક પ્રવાસીઓ
ભારે વરસાદ અને હિમસ્ખલનને કારણે રસ્તા બંધ થતાં સેંકડો પ્રવાસીઓ પહાડી વિસ્તારોમાં અટવાઈ પડ્યા છે. મોટાભાગના પ્રવાસીઓ સપ્તાહના અંતે પહાડો પર ગયા હતા અને રવિવારે પરત ફરવાના હતા, પરંતુ ભારે વરસાદને કારણે પ્રવાસીઓના વાહનો રસ્તાઓ પર ફરી શક્યા ન હતા. મોટાભાગના વાહનો કુલ્લુ, મનાલી, મંડી અને અપર શિમલામાં ફસાયા હતા.

સરકારે કરી કમિટીની રચના 
મુખ્યમંત્રી ઠાકુર સુખવિંદર સિંહ સુખુએ રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક સમિતિની રચના કરી છે, જેમાં મહેસૂલ મંત્રી જગત સિંહ નેગી, શિક્ષણ મંત્રી રોહિત ઠાકુર અને મુખ્ય સંસદીય સચિવ સંજય અવસ્થીને સામેલ કરવામાં આવ્યા છે. આજે આ અંગે માહિતી આપતાં મુખ્યમંત્રી ઠાકુર સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું છે કે, કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને પોતપોતાના વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવા અને ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી છે.

કટોકટીની મદદ માટે આ નંબરો પર કૉલ કરો
સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું કે, સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવાના પ્રયાસો કરી રહ્યું છે. રાજ્ય સરકાર રાજ્યની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને તે ફોન દ્વારા તમામ બચાવ કામગીરી પર પણ નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે, ફસાયેલા પ્રવાસીઓ અને અસરગ્રસ્ત સ્થાનિક રહેવાસીઓને મદદ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં મદદ મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1100, 1070 અને 1077 પર સંપર્ક કરી શકાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમણે રાજ્યની સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા સાથે વાત કરી છે અને આવતીકાલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે પણ વાત કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ