બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / 7 killed in the accident bolero and tempo collided at UP kasganj

BIG NEWS / UPના કાસગંજમાં ગંભીર અકસ્માત: 8નાં મોત અને 8થી વધુ લોકો ઘાયલ, મૃત્યુઆંક વધે તેવી શક્યતા

Dhruv

Last Updated: 12:21 PM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના કાસગંજમાં બોલેરો અને ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 8ના મોત નિપજ્યાં છે તો 8 ઘાયલ થયા છે.

  • ઉત્તરપ્રદેશના કાસગંજમાં બોલેરો અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર
  • માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત અને 8થી વધુ લોકો ઘાયલ
  • તમામ સત્સંગમાં હાજરી આપવા જઇ રહ્યાં હતા

ઉત્તરપ્રદેશના કાસગંજમાં માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં છે. કાયમગંજ રોડ પર અશોકપુર મોડ પાસે એક બોલેરો કાર અને ટેમ્પો વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા તેમજ આઠથી વધુ લોકો ઘાયલ થયા હતાં. જણાવી દઇએ કે, આ ઘટના મંગળવારના રોજ સવારે ઘટી હતી.

તમામ સત્સંગમાં હાજરી આપવા જઇ રહ્યાં હતા

જો કે, આ ઘટનાની જાણ થતા જ પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને પટિયાલી CHCમાં ખસેડ્યા છે. ત્યાંથી સ્થિતિ ગંભીર બનતા તમામને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. હજુ સુધી આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ નથી થઈ શકી. હાલ પોલીસ માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે. મૃત્યુ પામેલા તમામ લોકો ટેમ્પોમાં સવાર હતા. મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ સામેલ છે. દરેક વ્યક્તિ ટેમ્પામાં સવાર થઈને સત્સંગમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા. બોલેરો કાર કાયમગંજ બાજુથી આવી રહી હતી. તેમાં સવાર લોકો પણ ઘાયલ થયાં. આ અકસ્માતમાં ડ્રાઇવરનું મોત નિપજ્યું છે.

બંને કાર ખૂબ જ સ્પીડમાં હતી

પ્રત્યક્ષદર્શી ભંવર સિંહે જણાવ્યું કે, ટેમ્પો સવાર જય બાબા ભોલેનાથને ત્યાંથી આવી રહ્યો હતો. ટેમ્પોમાં 10 મુસાફરો સવાર હતા. જેમાં એક ડ્રાઈવર હતો અને બાકીની મહિલાઓ તેમજ બાળકો સામેલ હતા. બોલેરોમાં ત્રણ મહિલા અને બાકીના પુરુષો હતા. એકાએક ટેમ્પો અને બોલેરો બંને પૂરઝડપે હોવાથી સામસામે ધડાકાભેર ટક્કર થઇ.

આશ્રમમાં દર્શન કરવા ગયા હતા

કાસગંજના ડીએમ હર્ષિતા માથુરે જણાવ્યું કે, આ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. કાસગંજના એસપી રોહન પ્રમોદ બોત્રેએ જણાવ્યું કે, પટિયાલી તહસીલના દરિયાવ ગંજ પાસે બહાદુર નગરમાં એક આશ્રમ આવેલો છે. ત્યાં એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે. તમામ ટેમ્પો સવારો ફરુખાબાદથી એ જ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ