બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / 7 dead, more than 30 injured: Wind and rain wreak havoc in this district of Maharashtra

કુદરતી આફત / 7નાં મોત, 30થી વધુ ઘાયલ: મહારાષ્ટ્રના આ જિલ્લામાં પવન સાથે વરસાદે મચાવી ભારે તબાહી

Priyakant

Last Updated: 07:53 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંદિર પરિસરના શેડ પર લીમડાનું ઝાડ પડ્યું, ઘટના બની ત્યારે શેડ નીચે 30થી 40 લોકો હાજર હતા. જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા

  • મહારાષ્ટ્રના અકોલામાં તોફાની પવન-વરસાદને કારણે 7 લોકોના મોત 
  • બાલાપુરમાં મંદિર પરિસરના શેડ પર લીમડાનું ઝાડ પડતાં લોકો દટાયા 
  • ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત તો અન્ય 3 લોકોના હોસ્પિટલમાં મોત 
  • શેડ નીચે હાજર 30થી 40 લોકોમાંથી 33 લોકો ગંભીર રીતે ઘાયલ

મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં તોફાની પવન અને વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો હઓવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના પારસ વિસ્તારમાં આવેલા બાબુજી મહારાજ મંદિર પરિસરના શેડ પર લીમડાનું ઝાડ પડ્યું હતું. જેના કારણે શેડ ધરાશાયી થયો હતો. આ પછી શેડમાં હાજર 7 લોકોના કરુણ મોત થયા હતા. આ તરફ 33 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વરસાદ અને વાવાઝોડા દરમિયાન શેડ નીચે કુલ 30 થી 40 લોકો હાજર હતા. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના ત્રણ મોત હોસ્પિટલમાં થયા છે. આ તરફ ઘાયલોને અકોલા મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે.

અકોલા જિલ્લાના તોફાની પવન અને વરસાદને કારણે બાલાપુર તાલુકાના પારસ વિસ્તારમાં આવેલા બાબુજી મહારાજ મંદિર પરિસરના શેડ પર લીમડાનું ઝાડ પડ્યું હતું. આ ઘટના બની ત્યારે શેડ નીચે 30થી 40 લોકો હાજર હતા. જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. દુર્ઘટનાની માહિતી મળ્યા પછી ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર પહોંચી ગઈ અને કાટમાળ હટાવવા માટે જેસીબી પણ બોલાવવામાં આવી હતી. 

ભારે વરસાદ-વાવાઝોડાને કારણે મુશ્કેલીઓ
વાત જાણે એમ છે કે, બચાવ કાર્ય દરમિયાન ટીમના સભ્યોને ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. શેડ ધરાશાયી થયા પછી લોકો તેમના પ્રિયજનોની શોધમાં અહીં અને ત્યાં ભટકતા જોવા મળ્યા હતા. 

અકોલા જિલ્લા કલેક્ટરે શું કહ્યું ? 
અકોલા જિલ્લા કલેક્ટર નીમા અરોરાએ જણાવ્યું કે, ઘટના સમયે શેડની નીચે લગભગ 40 લોકો હાજર હતા. જેમાંથી 36 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાદમાં મૃત્યુઆંક વધીને સાત થયો હતો અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દુ:ખ વ્યક્ત કર્યું 
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનામાં કેટલાક શ્રદ્ધાળુઓના મોત પર ઊંડી શોક વ્યક્ત કર્યો હતો. ફડણવીસે ટ્વીટ કરીને લખ્યું, 'આ ઘટના દુઃખદાયક છે. હું તેમને મારા નમ્ર આદર વ્યક્ત કરું છું. ડેપ્યુટી CM ફડણવીસે કહ્યું કે, કલેક્ટર અને પોલીસ અધિક્ષકે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ઘાયલોને સમયસર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ફડણવીસે ટ્વીટ કર્યું કે, કેટલાક ઘાયલોને જિલ્લા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને નાની ઈજાઓને બાલાપુરમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું, 'CM એકનાથ શિંદેએ મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ