બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 69th national film awards 2023: Alia Bhatt kruti senon won the best actress award, Vickey kaushal best film

નેશનલ ફિલ્મ એવોર્ડ / આલિયા ભટ્ટ અને કૃતિ સેનનને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, અલ્લુ અર્જૂન બેસ્ટ એક્ટર, સરદાર ઉધમસિંહ બેસ્ટ ફિલ્મ

Vaidehi

Last Updated: 07:37 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

69માં નેશનલ ફિલ્મ એવોર્ડસમાં ગુજરાતી ફિલ્મો સહિત 2021માં બનેલી અનેક બોલીવુડ ફિલ્મોને એવોર્ડ મળ્યો છે. આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ જ્યારે વિક્કીને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ મળ્યો.

  • 69માં નેશનલ ફિલ્મ એવોર્ડસમાં ગુજરાતી ફિલ્મ શામેલ
  • બોલીવુડની અનેક ફિલ્મોને પણ મળ્યાં એવોર્ડ
  • દેશની તમામ ભાષામાં બનેલી ફિલ્મો/કલાકારોને એવોર્ડ

નેશનલ ફિલ્મ એવોર્ડસ્ એ ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવતો દેશનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે. વર્ષ 2021માં આવેલી દેશની તમામ ભાષાઓમાં બનેલી ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મો અને કલાકારોએ 69માં નેશનલ એવોર્ડને પોતાના નામ કર્યું છે.  જુઓ કોને-કયો મળ્યો એવોર્ડ?

બોલીવુડની આ ફિલ્મોને મળ્યો એવોર્ડ
વિક્કી કૌશલની ફિલ્મ સરકાર ઉદ્ધમને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ મળ્યો. કાશ્મીર ફાઈલ્સની પલ્લવી જોશીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો જ્યારે આલિયા ભટ્ટને ગંગૂબાઈ કાઠિયાવાડી અને મિમિમાંથી કૃતિ સેનને  બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. 

આ ગુજરાતી ફિલ્મને મળ્યો એવોર્ડ
બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ પેન નલિનનાં ડાયરેક્શનમાં બની' ધ છેલ્લો શૉ'ને મળ્યો છે. તેને જુગાડ મોશન પિક્ચર્સે પ્રોડ્યૂસ કર્યું હતું. નોન ફીચર સ્પેશિયલ મેંશન કેટેગરીમાં કુલ 4 ફિલ્મોને સમાવિષ્ટ કરવામાં આવ્યું. જેમાં અનિરૂદ્ધ જાટકરની બાલે બંગારા, શ્રીકાંત દવેની કારુવરાઈ, સ્વેતા કુમાર દાસની ધ હીલિંગ ટચ અને રામ કમલ મુખર્જીની એક દુઆ શામેલ છે.

RRRને પણ મળ્યો એવોર્ડ
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ RRRનાં કાલ ભૈરવાને મળ્યો, સોન્ગનું નામ હતું કોમુરમ ભીમોડુ. બેસ્ટ કોર્યોગ્રાફર RRR તેલુગૂ- પ્રેમ રક્ષિષ્ટ, RRR બેસ્ટ સ્પેશિયલ અફેક્ટ ક્રિએટર- વી શ્રીનિવાસ મોહન, બેસ્ટ એડિટિંગ- ગંગૂબાઈ કાઠિયાવાડી-સંજયલીલા ભંસાલી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ