બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / 59 years old nehru bridge reapring ahmedabad close for 17 days

રિપેરિંગ / 1962માં બનેલા અમદાવાદના આ બ્રિજનું થશે ઓપરેશન, 13 માર્ચથી 30 એપ્રિલ સુધી રહેશે બંધ

Gayatri

Last Updated: 05:06 PM, 11 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા છેક 1962માં સાબરમતી નદી પર બનાવાયેલા નહેરુબ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે.

  • નહેરુબ્રિજ ૧૩ માર્ચથી ૩૦ એપ્રિલ સુધી રિપેરિંગ માટે બંધ રહેશે
  • અગાઉ સુભાષબ્રિજને રિપેરિંગ માટે સળંગ ૨૦ દિવસ બંધ રખાયો હતો
  • ખખડી ગયેલા નહેરુબ્રિજનાં બેરિંગ-જોઇન્ટ એક્સ્પાન્શનનું રિપેરિંગ જરૂરી બન્યું છે 
  • ભોપાલની કંપનીને રૂ. ૩.૫૦ કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો

1962માં સાબરમતી ( sabarmati ) નદી પર બનાવાયેલા નહેરુબ્રિજ
 
છેલ્લા દોઢ મહિનાથી તંત્ર દ્વારા નહેરુબ્રિજને રિપેર કરાઈ રહ્યો છે, પરંતુ હવે નહેરુબ્રિજ ( nehru bridge )પરની વાહનચાલકોને મુશ્કેલી સર્જે તેવી ભયાનક તિરાડોને પૂરવાની મહત્ત્વની કામગીરી હાથ ધરાશે. આ માટે નહેરુબ્રિજ( nehru bridge )ને નીચેથી લિફ્ટ પણ કરવો પડશે. આ જટિલ કામગીરી હોઈ સત્તાવાળાઓએ આગામી તા. 13 માર્ચથી દોઢ મહિના માટે એટલે કે 30 એપ્રિલ સુધી તેને વાહનવ્યવહાર માટે પૂર્ણપણે બંધ રાખવાની દિશામાં કવાયત આરંભી છે, જોકે અમદાવાદીઓ માટે નહેરુબ્રિજ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બ્રિજ હોઈ દોઢ મહિના સુધી ડાઇવર્ઝનની સમસ્યા સર્જાશે.

સુભાષબ્રિજને ૨૦ દિવસ માટે પૂર્ણપણે બંધ રખાયો હતો

અગાઉ મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા ખખડધજ થયેલા સુભાષબ્રિજનું રિપેરિંગ હાથ ધરાયું હતું. ઓગસ્ટ-૨૦૧૯થી સુભાષબ્રિજનું રિપેરિંગ ચાલ્યું  હતું. તે વખતે પ્રારંભમાં  દર રવિવારે સુભાષબ્રિજને બંધ રખાયો હતો અને ત્રણ મહિના સુધી બેરિંગ બદલવાની કામગીરી ચાલતી રહી હતી. દિવાળી બાદ રિપેરિંગ માટે સુભાષબ્રિજને ૨૦ દિવસ માટે પૂર્ણપણે બંધ રખાયો હતો.

સુભાષબ્રિજ બાદ હવે નહેરુબ્રિજ ( nehru bridge )નો વારો આવ્યો છે. આમ તો ઈજનેર વિભાગ દ્વારા ગત તા. ૧૫ જાન્યુઆરીથી રિપેરિંગ કામ હાથ ધર્યું છે, જેમાં રાતના દસથી સવારના ચાર વાગ્યા સુધી તેનાં બેરિંગ બદલવા અને ગ્રિસિંગનું કામ ચાલતું રહ્યું છે. હવે તો દિવસે પણ રિપેરિંગ ચાલે છે, પરંતુ બ્રિજના અંદરના ભાગેથી તિરાડો પુરાઈ રહી હોઈ ટ્રાફિકની વ્યવસ્થાને કોઈ અંતરાય નડતો નથી.

૧૩ માર્ચથી નહેરુબ્રિજ ઉપરના રોડની તિરાડો પૂરવાનું કામ ચાલુ

જોકે પહેલાં ચૂંટણી અને પછી દાંડીયાત્રા ( Dandiyatra )ના કાર્યક્રમના કારણે સત્તાવાળાઓએ નહેરુબ્રિજ ( nehru bridge )નું ઉપરના ભાગથી રિપેરિંગ કરવાનું મુલતવી રાખ્યું હતું. હવે આગામી તા. ૧૩ માર્ચથી નહેરુબ્રિજ ( nehru bridge ) ઉપરના રોડની તિરાડો પૂરવાનું કામ ચાલુ કરાશે.

રૂ. ૩.૫૦ કરોડનો કોન્ટ્રાક્ટ ભોપાલની કંપનીને સોંપાયો

નહેરુબ્રિજ ( nehru bridge )ને નીચેથી હાઈડ્રોલિક જેકની મદદથી ઊંચો કરાશે અને તેનાં ૧૮૦ બેરિંગને બદલાશે. જૂનાં બેરિંગ કાઢીને નવાં લગાડાશે તેમજ ૧૨ જેટલા નહેરુબ્રિજ ઉપરના જોઇન્ટ એક્સ્પાન્શનનું રિપેરિંગ પણ હાથ ધરાશે. બ્રિજ ઉપરની તીરાડોથી પિલરના બેરિંગ પણ ત્રાંસાં થઈ ગયાં છે. મ્યુનિ. ઈજનેર વિભાગ માટે સુભાષબ્રિજ કરતાં પણ નહેરુબ્રિજની કામગીરી વધુ પડકારજનક છે, કેમ કે નહેરુબ્રિજ ( nehru bridge )નાં બેરિંગ વધુ છે તેમજ નહેરુબ્રિજને ઊંચો કરીને તેમાં પેડેસ્ટલ ભરવાનું છે. આ કામગીરીનો રૂ. ૩.૫૦ કરોડનો કોન્ટ્રાક્ટ ભોપાલની કંપનીને સોંપાયો છે. નહેરુબ્રિજને ૪૫ દિવસ માટે બંધ રાખવાની ફાઇલ કમિશનરની મંજૂરીમાં મુકાઈ ગઈ છે.

નહેરુબ્રિજના રિપેરિંગ બાદ ઈજનેર વિભાગ દ્વારા ગાંધીબ્રિજને રિપેર કરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના રાજમાર્ગ ગણાતા પશ્ચિમ તરફના આશ્રમ રોડને પૂર્વ તરફના સરદારબાગ સહિત કાળુપુર-મીરજાપુરને જોડનાર નહેરુબ્રિજ સાબરમતી નદી પરના વાહન વ્યવહારની દૃષ્ટિએ સૌથી અગત્યનો બ્રિજ છે. તેના નિર્માણનાં ૫૮ વર્ષ પૂરાં થઈ ચૂક્યાં હોઈ તે વાહનચાલકો માટે ભયજનક બન્યો છે. નહેરુબ્રિજના રિપેરિંગ બાદ ઈજનેર વિભાગ દ્વારા ગાંધીબ્રિજને રિપેર કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ