બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 546 doctors quit government jobs in Gujarat, shortage of 1327

ચોંકાવનારો ખુલાસો / ગુજરાતમાં 546 ડૉક્ટરોએ છોડી દીધી સરકારી નોકરી, 1327ની અછત, જાણો સૌથી વધુ ઘટ કયા જિલ્લામાં

Priyakant

Last Updated: 10:14 AM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shortage of Doctors in Gujarat News: સરકારે ત્રણ વર્ષમાં 2653 બોન્ડેડ તબીબ મૂક્યા બાદ માત્ર 797 ડોક્ટર્સ જ હાજર થયા, 1,856 ડોક્ટરોમાંથી 546 લોકોએ પોતાની 5 લાખની બોન્ડની રકમ જમા કરાવી નોકરી ન કરવાનો નિર્ણય કર્યો

  • રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછત
  • 1327 ડૉક્ટરની અછત, 546 ડૉક્ટરોએ સરકારી નોકરી છોડી
  • દાહોદ જિલ્લામાં સૌથી વધુ ડૉક્ટરની ઘટ
  • CHCમાં 448 અને PHCમાં 273 જગ્યા ખાલી
  • સરકારે ત્રણ વર્ષમાં 2653 બોન્ડેડ તબીબ મૂક્યા
  • વિધાનસભા સત્રમાં વિગતો બહાર આવી

Shortage of Doctors in Gujarat : ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર્સની અછત હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, રાજ્યની અનેક સરકારી હોસ્પિટલોમાં 1327 ડૉક્ટરની અછત છે. વિગતો મુજબ પેરામેડિકલ સ્ટાફની 2 હજાર પોસ્ટ ભરાઈ નથી. આ તરફ ચિંતાજનક વાત તો એ છે કે, રાજ્યમાં 546 ડૉક્ટરોએ સરકારી નોકરી છોડી દીધી છે. આ તરફ વર્ગ 1 ડૉક્ટરની 637 જગ્યાઓ ખાલી તો તબીબી અધિકારી વર્ગ 2 ની 630 જગ્યા ખાલી છે. 

રાજ્યમાં સૌથી વધુ ડોક્ટર્સની ઘટ એ દાહોદ જિલ્લામાં છે. આ સાથે CHCમાં સૌથી વધુ 448 અને PHCમાં 273 જગ્યા ખાલી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં 2653 બોન્ડેડ તબીબ મૂક્યા હતા. નોંધનિય છે કે, આ તમામ વિગતો સપ્ટેમ્બર માસમાં યોજાયેલ વિધાનસભા સત્રમાં બહાર આવી હતી. વિગતો મુજબ સરકારી હોસ્પિટલોમાં 1327 ડૉક્ટરની અછત છે તો પેરામેડિકલ સ્ટાફની 2 હજાર પોસ્ટ ભરાઈ નથી. 

સરકારે ત્રણ વર્ષમાં 2653 બોન્ડેડ તબીબ મૂક્યા હતા પણ..... 
માહિતી મુજબ રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં 2,653 બોન્ડેડ તબીબોને અલગ-અલગ જિલ્લામાં મૂકવામાં આવ્યા હતા. જે બાદમાં માત્ર 797 ડોક્ટર્સ જ હાજર થયા તો 1,856 ડોક્ટરોમાંથી 546 લોકોએ પોતાની 5 લાખની બોન્ડની રકમ જમા કરાવી નોકરી ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ 546 ડોક્ટરોએ 5 લાખની બોન્ડની રકમ પેટે કુલ 27.30 કરોડ જમા કરાવ્યા હતા. આ તરફ હવે 1,310 ડોક્ટર્સ એવા છે કે, જેમણે નોકરી પણ નથી સ્વીકારી અને બોન્ડ પણ નથી ભર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ