ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અન્ય જિલ્લા / 42nd senior national women s football championship in kevadia
ADVERTISEMENT
ADVERTISEMENT
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની મહિલા ફૂટબોલ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી હોકીના ભીષ્મ પિતામહ ગણાતા મેજર ધ્યાનચંદના પુત્ર ભારતીય હોકીના પૂર્વ હોકી પ્લેયર અશોક ઘ્યાનચંદ તેમજ ફૂટબોલ ચાહકોની ઉપસ્થિતિમાં 42મી રાષ્ટ્રીય સીનીયર ફૂટબોલ ટુનામેન્ટ આરંભ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના પુત્ર મેજર અશોક ધ્યાનચંદે જણાવ્યું હતું કે તેઓના પિતા ઉપર બોલિવૂડના જાણીતા પ્રોડયુસર રોની સ્ક્રુવાલા બાયોપિક બનાવી રહ્યા છે ઘણા વર્ષોથી કામ ચાલી રહ્યું છે પરંતુ વચ્ચે કોરોના ના કારણે કામગીરી અટકી ગઈ હતી ફિલ્મ ની હવે તૈયારીઓ ચાલી રહી છે અને તેમની ઇચ્છા છે કે તેમના પિતા પર જે ફિલ્મો બનવાની છે જેનો તેમના પિતાનો રોલ અમીર ખાન, સલમાન ખાન અથવા તો રણવીર કપૂર કરે એવી એ તેમની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી પર ફિલ્મ બની રહી છે તેની ખુશી વ્યક્ત કરી હતી.

ADVERTISEMENT
સાથે સાથે મેજર અશોક ધ્યાનચંદે એવું પણ જણાવ્યુંહતું કે હોકી માટેના જે મેદાનો ખૂબ ઓછા છે જેમાં પણ વધારો કરવામાં આવે અને તેને પ્રોત્સાહિત કરવામાં આવે તો ઓળખી ક્ષેત્રે ભારત વધુ પ્રગતિ કરી શકે કારણ કે છેલ્લા ૪૦ વર્ષથી ભારતમાં એક પણ વખત હોકીમાં મેડલ જીતી શક્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ