બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 of Family Die of Asphyxiation After Fire at House in Gujarat

ગુજરાત / દ્વારકામાં ACએ રાતે ઘરને બનાવી દીધું સ્મશાન, ઘરના 4 લોકોના ગૂંગળામણથી દર્દનાક મોત

Hiralal

Last Updated: 04:34 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના દ્વારકામાં એસી ઓવરહીટ થતાં ઘરમાં આગ લાગી હતી જેમાં એક જ ઘરના 4 લોકોના ગૂંગળામણથી મોત થયાં હતા.

ગુજરાતના દ્વારકામાં એસીએ એક જ ઘરના 4 લોકોનો ભોગ લીધો છે. દ્વારકામાં એક ઘરમાં રાતે એસી ગરમ થતાં ઘરમાં આગ ફેલાઈ હતી જેમાં ઘરના ચાર સભ્યો પવન ઉપાધ્યાય (39), તેમની પત્ની તિથિ (29), તેમની પુત્રી ધ્યાના અને માતા ભવાનીબેન (69)ના મોત થયાં હતા. આગ લાગતાં ધૂમાડો ફેલાયો હતો જેને કારણે ગૂંગળામણથી તેમના મોત થયાં હતા. 

શું બન્યું રાતે 
દ્વારકા પોલીસ ઈન્સ્પેક્ટર ટી.સી. પટેલે કહ્યું કે શહેરના આદિત્ય રોડ પર આવેલા મકાનના પહેલા માળે રવિવારે રાતે એસી ઓવરહીટ થતાં 3.30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી આ દરમિયાન ઘરમાં પાંચ સભ્યો સુતા હતા. અંધારાને કારણે ઘરનો વીજ પુરવઠો બંધ થઈ જતાં પરિવારના સભ્યો બહાર આવી શક્યા ન હતા અને ગૂંગળામણને કારણે મોતને ભેટ્યાં હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન ઘરમાં ધુમાડો ભરાઈ જવાના કારણે એક વ્યક્તિ, તેની પત્ની, તેની આઠ મહિનાની પુત્રી અને તેની માતા ઘરના પહેલા માળે બેભાન અવસ્થામાં પડ્યા છે. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતાં મૃત જાહેર કરાયાં હતા. 

ગ્રાઉન્ડ ફ્લોર પર સૂતા વૃદ્ધ દાદી બચી ગયા
ઈન્સ્પેક્ટર ટી.સી. પટેલે જણાવ્યું હતું કે, ઘરના ભોંયતળિયે આવેલા ઓરડામાં સૂતેલા શખ્સની દાદીનો સલામત રીતે બચાવ થયો હતો. ગરમ થતાં એએસીમાં વિસ્ફોટ થતાં આગ લાગી હતી જેમાં એક દાદી સિવાય આખો પરિવાર ગૂંગળામણને કારણે મોતને ભેટ્યો હતો. 

ફેબ્રુઆરી 2024ની ઘટના તાજી થઈ 
દ્વારકામાં 22 ફેબ્રુઆરી 2024ના દિવસે પણ આગની એક મોટી ઘટના બની હતી. પેસિફિક એપાર્ટમેન્ટમાં આગ લાગતાં 83 વર્ષીય મહિલા અને તેની પૌત્રીએ પડતું મૂક્યું હતું જેમાં દાદીનું મોત થયું હતું જ્યારે પૌત્રી બચી ગઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ