બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / 39 years old food influencer zhanna samsonova die due to starvation she was following vegan diet

તમારા કામનું / માત્ર વીગન ફૂડ પર જીવતી ફેમસ મહિલાનું માત્ર 39 વર્ષની વયે નિધન: જાણો Vegan Diet ના નુકસાન

Manisha Jogi

Last Updated: 02:12 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીગન ડાયટ ફોલો કરનારા લોકોની સંખ્યા વધી રહે છે. જો તમે પણ વીગન ડાયટ ફોલો કરો છો, તે તમારે સાવધાન થઈ જવું જોઈએ.

  • ફિટ રહેવા માટે લોકો અલગ અલગ પેંતરા અપનાવે છે
  • વીગન ડાયટ ફોલો કરનારા લોકોની સંખ્યા વધી રહે છે
  • વીગન ડાયટ ફોલો કરો છો, તો સાવધાન થઈ જવું જોઈએ

આજકાલ લોકો ફિટ રહેવા માટે અલગ અલગ પેંતરા અપનાવે છે, જેમાં એક વીગન ડાયટ પણ શામેલ છે. વીગન ડાયટ ફોલો કરનારા લોકોની સંખ્યા વધી રહે છે. જો તમે પણ વીગન ડાયટ ફોલો કરો છો, તે તમારે સાવધાન થઈ જવું જોઈએ. ઈન્ફ્લુઅન્સર ઝન્ના સૈમસોનોવા માત્ર વીગન ફૂડનું જ સેવન કરતી હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું છે. સૈમસોનોવા સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ હતી, અનેક લોકો તેને ફોલો કરતા હતા. 

રશિયાની સૈમસોનોવા માત્ર 39 વર્ષની હતી અને છેલ્લા 10 વર્ષથી વીગન ડાયટ જ ખાતી હતી. સૈમસોનોવા ડાયટમાં સૂરજમુખીના બીજ, ફળ અને કાચા શાકભાજીનું જ સેવન કરતી હતી. સૈમસોનોવા સોશિયલ મીડિયા પર કાચા ભોજનનું સેવન કરવાની સલાહ આપતી હતી. ડૉકટરે જણાવ્યું છે કે, તેનું મૃત્યુ ભૂખના કારણે થયું છે. 

નબળાઈ આવી ગઈ હતી

ઝન્નાની માતા અને તેના મિત્રોએ આપેલ જાણકારી અનુસાર ઝન્ના માત્ર કાચુ ભોજન કરતી હોવાને કારણે તેનું આરોગ્ય ખરાબ થઈ ગયું હતું. આ કારણોસર તેને નબળાઈ આવી ગઈ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઝન્નાના મિત્રો તેને શ્રીલંકામાં મળ્યા હતા અને તેના પગમાં સોજો આવી ગયો હતો, ઉપરાંત ખૂબ જ થાક લાગી રહ્યો હતો, જેના કારણે તેને ઘરે મોકલી દેવામાં આવી હતી. 

વીગન ડાયટથી નુકસાન
પ્રોટીનની ઊણપ- વીગન ડાયટમાં પ્રોટીન ઓછુ હોય છે. જેથી માંસાહારી ખાદ્યપદાર્થોની સરખામણીએ વીગન ડાયટથી શરીરને પૂરતુ પ્રોટીન મળી શકતું નથી. પ્રોટીનની ઊણપને કારણે શરીરની માંસપેશીઓ, લોહી અને ત્વચાના આરોગ્ય પર અસર પડી શકે છે. 

વિટામીન બી12ની ઊણપ: માંસાહારી ખાદ્યપદાર્થોમાં વિટામીન બી12 હોય છે, જે વીગન ડાયટમાં હોતું નથી. વિટામીન બી12ની ઊણપને કારણે રક્ત કોશિકાઓની સંખ્યા ઓછી થઈ શકે છે અને ઊર્જા ઓછી થઈ શકે છે. 

કેલ્શિયમ અને વિટામીન ડીની કમી- દૂધ અને દૂધથી બનેલ વસ્તુઓનું સેવન ના કરવાથી કેલ્શિયમ અને વિટામીન ડીની ઊણપ થઈ શકે છે. જેના કારણે હાડકાં નબળા પડે છે. 

એનર્જીમાં ઘટાડો- વીગન ડાયટમાં પ્રોટીન અને ફેટની કમીને કારણે એનર્જીમાં ઘટાડો થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ