બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / 3 Years Jail For Spreading Fake News, Says Proposed Criminal Bill

જરુરી જાણકારી / 'સૌથી પહેલા કહી દઉં'ની લ્હાયમાં ખોટે ખોટા ન્યૂઝ ફેલાવનારનું આવી બન્યું, સરકારનો પ્લાન આવ્યો સામે

Hiralal

Last Updated: 02:04 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેક ન્યૂઝ ફેલાવતા અટકાવવા માટે કેન્દ્ર સરકારે ઈન્ડિયન કોડ ઓફ જસ્ટિસ બિલ 2023 રજૂ કર્યું છે.

  • અમિત શાહે રજૂ કર્યું ઈન્ડિયન કોડ ઓફ જસ્ટિસ બિલ 2023 
  • બીલની કલમ 195 હેઠળ ફેક ન્યૂઝ ફેલાવનારને થશે સજા અને દંડ 
  • બીલને સમિક્ષા માટે સંસદની સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવ્યું 

સોશિયલ મીડિયાના જમાનામાં ફેક ન્યૂઝ સૌથી ઝડપથી ફેલાઈ જતા હોય છે અને તેને કારણે ખૂબ ખરાબ અસર પડતી હોય છે. આવું થતું અટકાવવા માટે સરકારે કમર કસી છે અને ફેક ન્યૂઝ ફેલાતા અટકાવવા એક ખાસ કાયદો બનાવાની તૈયારી ચાલી રહી છે. 

ઈન્ડિયન કોડ ઓફ જસ્ટિસ બિલ 2023 રજૂ

હવે ફેક ન્યૂઝ ફેલાવનારની ખૈર નથી. તાજેતરમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલા નવા બિલના કારણે ફેક ન્યૂઝ ફેલાવનારા લોકો માટે કડક જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં ઈન્ડિયન કોડ ઓફ જસ્ટિસ બિલ 2023 રજૂ કર્યું હતું. આ બીલને સમિક્ષા માટે સંસદની 
સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું છે. આ બીલની કલમ 195 હેઠળ એક જોગવાઈ છે, જે ભારતની સાર્વભૌમત્વ અને સુરક્ષાને જોખમમાં મૂકતા "બનાવટી સમાચાર અથવા ગેરમાર્ગે દોરતી માહિતી" ફેલાવનારાઓ સાથે સંબંધિત છે. આવું કરનારને ત્રણ વર્ષ સુધીની કેદની સજા થશે.

બીલમાં શું છે જોગવાઈ 
બીલની કલમ 195માં જણાવાયું છે કે કોઈ પણ વ્યક્તિ ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા અથવા સુરક્ષાને જોખમમાં મૂકે તેવી ખોટી કે ગેરમાર્ગે દોરનારી માહિતી ઊભી કરશે કે પ્રકાશિત કરશે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંનેની સજા થશે. 

લોકો માટે ત્રણ મહત્વના બીલ રજૂ થયા 
ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા હતા જેનો ઉદ્દેશ્ય ભારતીય નાગરિકોને ન્યાય આપવાનો અને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોની રક્ષા કરવાનો છે. બિલ રજૂ કરતી વખતે અમિત શાહે કહ્યું હતું કે, આ ત્રણ નવા કાયદાઓનો મૂળ હેતુ નાગરિકોને બંધારણે આપેલા તમામ અધિકારોની રક્ષા કરવાની રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ